________________
પર
મદિરપ્રવેશ અને શા ન ખાવું કેમ કે એવા લેકેને તે આવતે ભવે કાગડાને અવતાર આવવાને છે.
સંવર્ત કહે છેઃ દેડકું, બિલાડી, સાપ ને ઉંદરની હત્યા કર્યા પછી ત્રણ દિવસને ઉપવાસ કરવો ને બ્રાહ્મણ જમાડવા. આપસ્તબ કહે છે: બીજાએ ખોદેલાં કૂવાતળાવમાં સ્નાનપાન કર્યા પછી પંચગવ્યથી શુદ્ધિ થાય છે. અંગિરસ કહે છે. જે માણસ પાવડીઓ પહેરીને પિતાને ઘેરથી બીજાને ઘેર જાય તેના બંને પગ ધાર્મિક રાજાએ કાપી નાખવા. અગ્નિહોત્રી, તપસ્વી, ને શ્રોત્રિય એટલાએ જ પાવડી પહેરીને રસ્તા પર ચાલવું. બીજે કઈ તેમ કરે, તો રાજાએ તેને દંડાથી માર મરાવવો.
અત્રિસંહિતા કહે છે: માણસને સાપ કરડે, તે તે સમુદ્રદર્શન, મહાનદીના સંગમમાં સ્નાન, કિવા ગેસુંગંદકથી સ્નાન કરવાથી શુદ્ધ થાય. વરુ, કૂતરું કે શિયાળ કરડે તો સોનું જોઈ તે પાણી ઘીમાં ઉમેરી, તે વી પીવાથી શુદ્ધિ થાય. જે બ્રાહ્મણ જમ્યા પછી ભીને હાથે ફરે, તેનાં ધન, બળ, યશ • ને આયુષ્ય બધું નાશ પામે છે. નખ, છીપ, કેડી, માછલી, શિયાળનું હાડકું એટલાને અડાયું હોય તો તેનું નાખીને તપાવેલું ઘી પીને શુદ્ધ થવું. બૃહદમે અસ્પૃશ્ય માણસોમાં રાતાં કપડાં વેચનારને, તથા અસ્પૃશ્ય વસ્તુઓમાં લાખને, પણ સમાવેશ કર્યો છે. પદ્મપુરાણ કહે છે કે જપ ને હેમ કરતાં જે ચંડાલ નજરે પડી જાય તો આચમન કરવું.
વૃદ્ધશાતાપ કહે છે કે અમાસને દહાડે દાતણ કરવાથી સાત પેઢીની અધોગતિ થાય. લઘુઆશ્વલાયન કહે છે કે મલમૂત્રવિસર્જન યથાવિધિ યથાધિકાર માટીના ગેળા લઈને કરવું. દક્ષ કહે છે કે એ ગાળાની સંખ્યા શાએ જણાવી હોય તેમાં વધઘટ થાય તે પ્રાયશ્ચિત્ત કરવું. ડાબે હાથે હાલે પકડીને મેઢેથી પાણી પીનાર જાણે દારૂ જ પીએ છે ને તરત નરકે જાય છે. દાળભાત ખાતાં, દહીં ને ખીર ખાતાં, દૂધ પીતાં ને દાળ વગેરે ખાતાં સબડકા ન મારવા;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com