________________
૧૦૮
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર જુદા જુદા સંપ્રદાયોના ગ્રન્થોમાં કેને કેને “ચાંડાલ' કહ્યા છે તે, જોઈએ. એક વચન વસિષ્ઠનું કહેલું અપાય છે. તેમાં કહ્યું છે કે
જન્મે અન્યજ તે કંઈ ખરા અન્ય જ નથી. પણ શ્રીવિષ્ણુ સિવાયના બીજા કોઈ પણ દેવનો ભક્ત તે ખરે અન્યજ છે, અને તે-જે બ્રાહ્મણ હેય તે તરત જ ચાંડાલ બની જાય છે.”૪ જે વિષ્ણુભક્તોના સંસર્ગથી એક કાળે કિરાત, હૂણ, પુલિન્દ, પુષ્કસ, શક વગેરે પાવન થતા તે જ વિષ્ણુના ભક્તો બીજાના સંસર્ગથી વૈષ્ણવ' મટી જવા લાગ્યા ! પારસના સ્પર્શથી લટું પારસ થાય એમ ભાષા અલંકારની છે, પણ તેમાં ખરું પારસ લેઢાને અડે ત્યારે લોઢું પારસ થાય છે કે પારસ લોઢું થાય છે? ભાગવતકાળમાં લેટું પારસ થતું હતું; પછીના કાળમાં પારસ લેતું થવા લાગ્યું!
વળી કહે છે કે “જે બ્રાહ્મણ કપાળમાં ત્રિપુર (આડું તિલક) કરે છે તે ચાંડાલ છે, ને તેને ત્યાગ કરવો.” “વાંકું કે પટાના આકારનું તિલક કરનાર બ્રાહ્મણને શ્વપાક ગણવો, ને તેની સાથે કદી ઓલવું સુદ્ધાં નહીં.
, વિષ્ણુ સિવાયના દેવો એ પણ પરમાત્માનાં જ રૂપો છે. તેમને આવો ઠેષ શો? વલ્લભાચાર્યે તે કહેલું કે શિવ અને વિષ્ણુ બંને જગતના હિતમાં છેઅને તેમના સંપ્રદાયના તો પ્રથમ આચાર્ય જ દ્ધ છે. એટલે ઉપર આપેલાં શિવનિંદા સૂચવનારાં વચનોનો આચાર્યશ્રીનાં પિતાનાં વચન જોડે તો મેળ બેસતો નથી જ. - હવે કેઈ બ્રાહ્મણ, શિવ અને વૈષ્ણવ બંને સંપ્રદાયને રાજી રાખવા માગતો હોય ને બને તિલક એકસાથે કરે છે ? તે કહે છે કે
એને અડાઈ જાય કે એ ભૂલેચૂકે પણ ક્યાંક નજરે પડી જાય, તો વૈષ્ણવે સવસ્ત્ર સ્નાન કરવું !! ” .' આ લોકોને મન ચાંડાલ, શાક્ત, શૈ, ભૈરવપૂજકે, જૈન,
બૌદ્ધ,–તેમ જ કૂતરા ને કાગડા, એ બધા એકસરખા છે! એમાંથી કેઈની પણ નજર જે વૈષ્ણવની રસઈ પર પડે તો વૈષ્ણવથી તે રસોઈ જમાય નહીં, ને તેને ભૂખ્યા રહેવા વારો આવે.૧૦ એટલું જ નહીં પણ દ્વાદશીને દિવસે પારણું ન કરનાર માણસની નજર રાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com