________________
આ તે ધમ?
૧૦૯ પર પડી જાય તો તે પણ ન ખવાય. અરે, રાંધવાના વાસણ પર કે પાણી પર અવૈષ્ણવની દૃષ્ટિ પડે, તે તે રસોઈ ફેકી દઈને વાસણ માંજી નાખવું જોઈએ !૧૧
- આ જાતનાં વચને શૈવ સંપ્રદાયનાં પણ મળે. તેમાં ઊર્ધ્વપુણની નિન્દા કરી હોય. આમ આપણે બધા કોઈને કોઈ સંસ્કૃત “શાસ્ત્રગ્રન્થ”ના કહેવા પ્રમાણે “ચાંડાલ” ગણવાના જ. એવા ચાંડાલને મંદિરમાં પ્રવેશ કરવાનો હક ગણાય ખરો? આ જાતની આભડછેટનું એક પરિણામ એ આવ્યું કે બ્રાહ્મણેમાંથી પણ કેટલાક, “અમે બ્રાહ્મણોમાં પણ શ્રેષ્ઠ છીએ” એમ કહીને, બીજા બ્રાહ્મણને જમતી વેળા છેટા બેસાડતા; અને અમુક પ્રાન્તની બ્રાહ્મણ સ્ત્રીઓ બીજા પ્રાન્તની. બ્રાહ્મણ સ્ત્રીઓનો સ્પર્શ થતાં પણ સ્નાન કરતી. સદ્ભાગ્યે એ દિવસે હવે રહ્યા નથી.
આમ બહારના દેખાવ ઉપરથી જ માણસ અમુક સંપ્રદાયને ગણાવા લાગ્યો. ઊભું તિલક કરે તે બ્રાહ્મણને જ વૈષ્ણ બોલાવે; આડું તિલક કરે તેને જ વો બોલાવે. કેટલાયે લેકે આનો લાભ લઈ વારાફરતી બધાં તિલક કરીને પોતાનો સ્વાર્થ સાધવા લાગ્યા. એવા “મહાધૂત” પણ ઘણું થઈ પડ્યા હશે. એટલે એક શ્લેકમાં એમનું વર્ણન કરતાં કહ્યું છે કે “કલયુગમાં આવા મહા જાતજાતનાં રૂપ ધારણ કરે છે. તેઓ મનથી તો શાક્ત હોય; બહારથી શિવ હેવાનો દેખાવ કરે, ને સભા હોય ત્યારે વૈષ્ણવની પેઠે ઊભું ટીલું કરીને હાજર થાય ! ૧ર
શાસ્ત્રો'ને નામે ઓળખાતા ગ્રંથમાં કેવી કેવી વાતો લખેલી છે તે જરા જેવા જેવી છે. આવતી કાલે શું થવાનું છે એ જાણવાની શક્તિ જ્યાં ઈશ્વરે માણસને આપી નથી, ત્યાં મરણ પછી માણસ અમુક નિમાં જવાનો છે ને અમુક નરકમાં કેટલે વખત રહેવા છે, તે ચોક્કસ કેવી રીતે કહી શકાય ? સ્વર્ગ ને નરક એ કંઈ ભૌગોલિક સ્થાન નથી; છતાં સ્મૃતિઓમાં ને પુરાણોમાં ડગલે ડગલે નરકનો ભય દેખાડવામાં આવે છે, ને કેટલાંક પુરાણ તો એનાં ભયંકર વર્ણનો પણ આપે છે. (ભાગવત પુરાણમાં એવાં વર્ણનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com