________________
આ તે ધમr
- ૧૦૭ વળી કલિવન્ય પ્રકરણની આજ્ઞાઓને ધર્મના આગેવાનો ને ધર્મવેત્તાઓ કેટલે અંશે અનુસર્યા છે તે જોઈએ. નિયોગની પ્રથા તો ક્યારની બંધ પડી ગઈ હતી. અતિથિ આવે તેને માટે ગાય મારવાને ઉલ્લેખ વૈદિક ગ્રંથમાં ક્યાંક છે ખરો, પણ તેની સામે વિરેાધનો પોકાર તે જમાનામાં જ ઊઠેલો, કેમ કે ઋદમાં ગાયને અવધ્ય કહી છે. ગાયને માટે અગ્યેદસંહિતામાં “અન્યા' (અવધ્ય) શબ્દ વપરાય છે. એ બતાવે છે કે એ બે રિવાજા બંધ કરવામાં કલિવર્ષે કશી નવી વાત કહી નથી. એ રિવાજે તો સેંકડો વરસથી બંધ પડી જ ગયા હતા. વળી એ પ્રકરણમાં અગ્નિહોત્રનો નિષેધ કર્યો છે. પણ મીમાંસકોએ તે માન્ય નથી, ને દેશમાં તે પછી ઘણાયે અગ્નિહોત્રી થયાં છે. તેમાં સંન્યાસને નિષેધ કર્યો છે, પણ તેની સામે મોટામાં મોટો બળ આવશંકરાચાર્યે ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે સંન્યાસને નિષેધ હોઈ શકે જ નહીં (ચતુર્થાશ્રમપ્રતિષ:).૩ શંકર તથા મવ બ્રહ્મચારીમાંથી સંન્યાસી થયા હતા. રામાનુજે ગૃહસ્થાશ્રમમાંથી સંન્યાસ સ્વીકારેલ. વલ્લભે જીવનના છેલ્લા દિવસોમાં સંન્યાસ લીધેલ. આમ આપણું ચારેય મહાન આચાર્યોએ કલિવર્ય પ્રકરણને કશા લેખામાં લીધું નથી. આજે શંકરાચાર્યો ને બીજા સંન્યાસીઓ છડેચોક તેનો ભંગ કરે જ છે. શકનું રાંધેલું નાતમાં નથી ખવાતું, પણ હાલમાં તો ખવાય જ છે. અને દરિયાની મુસાફરી કરવામાં હવે કેણુ વધે ગણે છે? કલિવર્ય પ્રકરણની કિંમત આપણા ધર્મના આગેવાનેએ તથા સામાન્ય લોકેએ કેટલી નજીવી આંકી છે, તે આ ઉપરથી જોઈ શકાશે.
પણ “કલિવજ' લખનારની હિંમત વખાણવા જેવી છે.. તેણે સાફ કહી દીધું કે અમુક રિવાજના ટેકામાં વેદનાં કે સ્મૃતિનાં વચન હોય તેથી શું? તે જમાનો જુદો હતો. આ જમાનામાં એવી. બેહૂદી વાત નહીં ચાલે.” આ હિંમતનું અનુકરણ ખરેખર કરવા જેવું છે.
પાછા આપણે મુખ્ય વિષય પર આવીએ. “ચાંડાલ'ને માટે મન્દિર પ્રવેશ નિષેધ છે એમ ઘડીભર માની લે. સંસ્કૃતમાં લખેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com