________________
અહીં આભડછેટ નથી (હરિજન) મ ને બહુ તરસ લાગેલી, એટલે એક કુવે પાણી કાઢવા ગયા. પડોશના એક સવર્ણો હતા કરી મૂકી. પડોશમાં કયાંયે બીજું જળાશય નહતું. મારોએ, રોષ ને નિરાશાના માર્યા, એક ઉપાય શોધી કાઢયો, તેને લીધે તેમને બે કલાકમાં ફરેથી પાણી ભરવાને અધિકાર મળી ગયો. એ કૂવેથી મુસલમાન પાણી ભરી શકે, પણ હરિજન મેઘ ન ભરી શકે! પેલા મજૂરો નજીકની મસ્જિદમાં જઈ મુસલમાન થયા, અને મુસલમાનોની એક ટોળીને લઈ કૂવે આવ્યા; તે વખતે પેલા સવણે ચૂં કે ચાં કશું કર્યું નહીં. થોડાક વખત પર ૩૦ હજાર મેઘને ફરી પાછા હિંદુ ધર્મ માં લેવામાં આવ્યા છે. હવે તેમને દરજજો વધ્યો છે. પણ એ દરજજો તેઓ સામાન્ય સંજોગોમાં – એટલે કે મુસલમાન યા ખ્રિસ્તી થયા વિના –ન મેળવી શક્યા હોત.”
રાધાકૃષ્ણન કહે છે: “જે સમાજ અસ્પૃશ્યતાના કલંકને સાંખી • રહે છે તેને સુધરેલે કહેવડાવવાને કશો હક નથી. . . .
અસ્પૃશ્યતા જેવા સામાજિક કુરિવાજોને સાંખી લેવામાં આવે છે તેનું કારણ માત્ર એટલું છે કે આપણામાં રહેલા પ્રાણને રૂઢિના બળે કચડી નાખ્યો છે. . . . સ્ત્રીઓ તથા હલકા ગણાતા વર્ષે પ્રત્યે આપણે ગંભીર અપરાધ કરેલા છે, ને તેને માટે ભારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈશે.૨૯
ટિપ્પણે ૧. લધુહારીત. ૨. શાતાતપ. ૩. પરાશર. ૪. સ્મૃતિરત્નાકર. ૫. બૌધાયનધર્મસૂત્ર. ૬. વૈષિ કૃત્તેિ પે સેતૌ વાલિ તથા
तत्र स्नात्वा च पीत्वा च प्रायश्चित्तं न विद्यते ॥ मिताक्षरा ૭. કાઠિયાવાડ હરિજન સેવક સંઘના ૧૯૩૪-૩૫ના હેવાલમાં લખેલું : રૂઢિચુસ્ત કાઠિયાવાડમાંયે જાનાગઢ રાજ્યનાં કેશોદ, વડાલ, મરુંઢા, રાઈડી, દેદુ, કાણેક, કુકસવાવા ગોલાણા, ચર, ખંભાળિયા, લાઠી, ખીરસરા, જામનગર રાજ્યના દબાસિંગ, બાબરા એજન્સીના ચરખા, પોરબંદર રાજ્યના નાગકા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com