________________
મંદિર પ્રવેશ અને શા મધ્ય પ્રાન્તને લગતી હકીકતોથી ભરેલે, એક લેખ છે, તેમાંથી નીચેનું અવતરણ લીધું છે:
ઘણી વાર સગવડને ખાતર આભડછેટને ઊંચી મૂકવામાં આવે છે. ઢીમર અને સુંગરિયા કુંભાર બંને સરખા અશુચિ છે, કેમ કે બંને ડુક્કરનું માંસ ખાય છે. ઊંચામાં ઊંચો બ્રાહ્મણ ઢીમરના હાથનું પાણી પીવામાં સંકેચ નહીં રાખે, પણ એ જ બ્રાહ્મણ પોતાથી ઊતરતા ગણાતા બ્રાહ્મણના હાથનું પાણી નહીં પીએ. છત્તીસગઢ વિભાગમાં ઢીમર ઓછા હશે એટલે
ત્યાં રાવતને પવિત્ર માન્ય; અને તેથી ત્યાં ઢીમરના હાથનું પાણી કઈ પતું નથી. વળી ભારિયાના હાથનું પાણી કઈ નથી પીતું. પણ ઘણું નાતવાળા લગ્ન વખતે પાકી રસાઈ ઢીમર પાસે ઉપડાવીને કન્યાને ગામથી વરને ગામ, ને વરને ગામથી કન્યાને ગામ લઈ જાય છે. વરાડમાં બ્રાહ્મણે લગ્નને વખતે કણબી ને માળીના હાથનું પાણી પીએ છે, પણ બીજે વખતે પીતા નથી. . . . ગંગાજળ ગમે તે નાતનું આણેલું હોય તે બ્રાહ્મણ તે પી શકે છે. ગંગાજળ તે પવિત્ર છે એમ કદાચ કહેવામાં આવશે; પણું સડાટર તે પવિત્ર નથી જ ને! મુસલમાને કૂવામાંથી કાઢીને આણેલું પાણી ન પીનાર બ્રાહ્મણને, એ જ પાણી ભરેટેડ એટલે કે સેડા લેમન વ, ના રૂપમાં હોય ત્યારે તે પીતાં બાધ આવતો નથી. ચામડાની મથકમાં આણેલું પાણી પિવાય નહીં, પણ જ્યાં પાણીની તંગી હોય ત્યાં – દા.ત. વરાડમાં–મશનું પાણી પિવાય છે. . . . વરાડમાં, જે ગાડામાં ઊંચ વરણના માણસો બેઠા હોય તે ગાડાને મહાર બળદ જોડે તેનો વાંધો આવતું નથી. જબલપુરમાં મહારે ભાડૂતી ટાંગા હાંકે છે, તેમાં સહુ બેસે છે. • • •
બાલાઘાટ અને ભંડારાના પુનવાર લેકે નારાયણ નામના દેવની પૂજા કરે છે. આ મૂર્તિ એક મહારના ઘરમાં રાખવામાં આવે છે. પુનવારોને
જ્યારે પૂજા કરવી હોય ત્યારે મહાર એ મૂર્તિ પુનવારે પાસે લઈ આવે છે. આ પ્રસંગે મહારો પુનવારના ઘરમાં, બીજી નાના માણસો જોડે બેસીને જમે છે; અને નાતજાતના પ્રતિબંધે પાળતા નથી. મળસકે કૂકડે બાલે એટલે ઉત્સવ પૂરે થાય છે, ને નાતજાતના પ્રતિબંધો પાછા શરૂ થાય છે. • • •
મહેતર કે ચમાર ખ્રિસ્તી કે મુસલમાન થાય છે ત્યારે તે પિતાના ધર્મની સાથે પોતાની અસ્પૃશ્યતા પણ ગુમાવે છે. પંજાબમાં કેટલાંક વરસે પર બનેલો એક બનાવ છે. રેલવે પર કામ કરનાર મેઘ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com