________________
અહીં આભડછેટ નથી આ શાસ્ત્રવચને, અને આજને આચાર, બેને સરખાવી વિચાર કરી જોવા જેવો છે.
અંત્યજ' ગણાતી જાતિઓ સામેના પ્રતિબંધો વહેવારમાં ઢીલા હતા, એના અનેક દાખલા છે. એમ કહેવાય છે કે દક્ષિણ ભારતમાં કેટલીક જગાએ જમીનમાલિકીના ઝઘડાઓમાં હરિજનોને ચુકાદો છેવટને ગણાય છે. ઈસવી સનના અગિયારમા સૈકાના એક શિલાલેખ પરથી જણાય છે કે વેરાળી નામના એક પરાયા (હરિજન) અને તેના પંચનો ચુકાદો એક મન્દિરની માલિકીની જમીન બાબતમાં છેવટને ગણવામાં આવ્યો હતો. મદ્રાસમાં જ્યોર્જ ટાઉન નામનો જાણીતો લત્તો છે, ત્યાંની દેવીના વાર્ષિક ઉત્સવમાં દેવીને મંગળસૂત્ર બાંધવાનું કામ એક હરિજન, એ આખી કામની વતી, કરે છે. ત્રિચિનાપલ્લી ને મદુરાની વચ્ચે આવેલા વિંડીગલ ગામમાં થતી બળદની રમતમાં હરિજન કેમને એક માણસ પુરોહિતનું કામ કરે છે. કાંચી, શ્રીવલ્લીપુત્તર, કુંભકોણમ, તિરૂવત્તિયુર ને બીજા કેટલાયે ગામોમાં રથયાત્રાને પ્રસંગે હરિજનને રથ ખેંચવા દેવામાં આવે છે. પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ઉખાલપુર ગામમાં ગામમન્દિરના પૂજારી હરિજન છે. તાંજોર જિલ્લાના તિરૂવલ્લુર ગામમાં શિવના ઉત્સવ વખતે હરિજન કામના મુખીને ખાસ માન અપાય છે – તેને હાથીની અંબાડીમાં મૂર્તિની જોડે બેસાડવામાં આવે છે, ને મૂર્તિને પંખો ઢોળવા માટેની ચમરી તેને હાથમાં આપવામાં આવે છે. આ તો ગઈ ગુજરી વાત થઈ. હવે તો આ મન્દિરામાં હરિજનોને પ્રવેશની પૂરી શૂટ થઈ ગઈ છે.
આજના ચાલુ વહેવારના કેટલાક દાખલો લઈએ. આ% પ્રાન્તનાં બરહમપુર, વિજિયાનગરમ અને પારલાકીમડી એ ગામમાં ટાંગાવાળા મોટે ભાગે હરિજન છે. ગંજામ, વૈઝાગ અને પૂર્વ ગોદાવરી જિલ્લામાં ફળ અને શાક વેચનારા ભંગી કામના છે. પહેલા બે જિલ્લામાં એમની પાસે ફળના વેપારનો ઈજારો છે. ૧૯૩૧ના હિંદના વસ્તીપત્રકના સરકારી રિપોર્ટમાં રાયબહાદુર હીરાલાલને, .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com