________________
મંદિર પ્રવેશ અને શાસ્ત્ર પાણી અભડાતું નથી, એ મતલબનું વચન આપણે પાછળ જોઈ ગયા. યમસ્મૃતિ કહે છે કે પાણી વાસણમાં હોય કે જમીન પર હોય, પણ તે સદા પવિત્ર છે.૧૭ શખસ્મૃતિ કહે છે કે જમીન પરનું પાણી શુદ્ધ છે, પથ્થરમાંથી ઝરતું પાણી શુદ્ધ છે, નદીમાં વહેતું પાણી શુદ્ધ છે, અને વિરડા પણ શુદ્ધ છે.૧૮ એટલે ખરું જોતાં તે કઈ પણ જળાશયમાંથી કોઈ પણ માણસને પાણી લેતાં રોકવું એ વાત જ શાસ્ત્રવિરુદ્ધ છે. • હવે જમવાને લગતાં વચન જોઈએ. આપૌંબ કહે છે: સર્વ વર્ણો, જે પોતપોતાના ધર્મનું પાલન કરતા હોય, તેમને ત્યાં જમી શકાય એમ કેટલાક કહે છે; પણ ધમિક શદ્ર હોય તે તેનું જમવામાં વાંધો નથી, એવો મારો મત છે.૧૯ યાજ્ઞવલ્કક્ય કહે છે: દાસ, ગોવાળ, કુળને મિત્ર, અને નાપિત (વાળંદ), તથા અડધા ભાગથી કામ કરનાર ખેડૂત – શદ્રમાંથી આટલાને ત્યાં જમવામાં વાં નથી.૨૦ મનુનો પણ એવો જ મત છે. ૨૧ અત્રિ કહે છે : કમળની દાંડી, દૂધ, દડ, દહીં, સાથે, ઘીતેલથી તળેલી ચીજો, અને છાશ એટલી ચીજો શકની હોય તો તે અભડાતી નથી.૨૨ અત્રિ, લઘુશંખ અને લિખિત કહે છે કે કાચું અનાજ, માંસ, ઘી, મધ, કોઈ પણ મીજનાં તેલ, તે ભલે અત્યંજના વાસણમાં હોય, તો પણ તે વાસણમાંથી નીકળે ત્યારે શુદ્ધ જ ગણાય છે. ૨૩ પિતાને દાસ, વાળંદ, ગોવાળ, કુંભાર, અને ખેડૂત – શોમાંના આ પાંચ વર્ગની રસોઈ બ્રાહ્મણો પણ જમી શકે છે. ૨૪ સુમન્ત અને અંગિરસ કહે છે કે ગેરસ, સાથ, તેલ, ખોળ, પૂરી, ને બીજું દૂધ (મૂળ શબ્દ પ્રયા છે, એનો અર્થ પાણી પણ થઈ શકે)નું બનેલું જે કંઈ હોય તે, આટલી ચીજો શક્કની ખાઈ શકાય.૨૫ હારીત આ મતનું સમર્થન કરે છે. ગૌતમ કહે છે કે પશુ ચારનાર, ખેતર ખેડનાર, કુળને મિત્ર, અને પિતાને નાકર, એટલાનું અન્ન જમી શકાય.૨૭ અત્રિ યતિધર્મને અંગે કહે છે કે યતિએ મ્લેચ્છ કુળમાંથી પણ માધુકરી લેવી. કોઈ એક જ માણસને ત્યાં જમવું નહીં; પછી તે બૃહસ્પતિ જેવો કાં ન હોય.૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com