________________
અહીં આભડછેટ નથી જરૂર નથી; બગડેલે ભાગ ફેંકી દીધું ચાલે. શિલ્પીઓ, કારીગરો, ડાકટરદે, દાસદાસીઓ, વાળંદ, રાજાઓ ને શ્રોત્રિયો તરત જ સ્વચ્છ થઈ શકે છે. (પરાશર) રસોઈયાની જરૂર હંમેશની રહી. બીજા કોઈને તેનું કામ આવડે નહીં. એટલે રસોઈયો હંમેશને શુદ્ધ ! આમાં જેમ વહેવારુ સવડ જોઈને અપવાદ કર્યા છે, તેમ એના પરથી એમ પણ દેખાઈ આવે છે કે અસ્પૃશ્યતા એ સનાતન, નિરપવાદ ધર્મરૂપ નથી; અને સગવડ-અગવડને તથા સારાસારનો વિચાર કરીને એમાં ફેરફાર થઈ શકે છે. તે પ્રમાણે આજે બની રહ્યું પણ છે.
બીજા કેટલાક અપવાદ આ ગ્રંથકારોએ વહેવારુ ડહાપણ અને ધર્મને સાર બંનેને વિચાર કરીને રાખ્યા છે. તેમાંથી ઘણા અપવાદ અગત્યના છે. કિલ્લાના ઘેરા વખતે, વિષમ પ્રદેશમાં, લશ્કરની છાવણમાં, આગ વખતે, શરૂ થયેલા યજ્ઞોમાં અને મહત્સવમાં સ્પર્શાસ્પર્શને વિચાર કરવાનું નથી. (લઘુહારીત) અત્રિ કહે છેઃ રેવાગ્યમાં, યાત્રામાં ને વિવાહમાં, યાપ્રકરણમાં તથા સર્વ ઉત્સવમાં આભડછેટ લાગતી નથી.૧૦ મૃત્યર્થસાર કહે છે : સંગ્રામમાં, બજારમાં, યાત્રામાં, દેવમંદિમ, ઉત્સવો, તીર્થો ને યજ્ઞોમાં, ગ્રામ અને દેશમાં, વિપ્લવ વખતે, મોટાં જળાશય પાસે, માણસોની મેદનીમાં, આગ વેળાએ, ને મેટી આફત વખતે આભડછેટ લાગતી નથી.૧૧ પરાશર કહે છે: વિવાહ, ઉત્સવો, યજ્ઞો, સંગ્રામ, જળપ્રલય, પાણીની પરબ, અને જંગલ એટલી જગાએ સ્પર્શષ નથી. બૃહસ્પતિ કહે છેઃ તીર્થમાં, વિવાહમાં, યાત્રામ, દેશના વિપ્લવ વખતે, આ વખતે, અને પ્રવાસમાં આભડછેટ લાગતી નથી.૧૦ બહત્પારાશરીય અને પછીનસિ આ વિચારને ટેકે આપે છે.૧૪ હારીત કહે છે: વાસુદેવના ઉત્સવમાં આભડછેટની શંકાથી નવાય જ નહીં; જે માણસ નહાય તે પતિત છે.૧૫ એ જ વાત પારાશરસંહિતાએ કહી છે.૧ નિત્યાચારપદ્ધતિ એક શ્લેક ટાંકે છે, તેમાં કહ્યું છે કે જે ચાંડાલ ને પુષ્કસ વિષ્ણુના મંદિરની પાસે ઊભા હોય કે વિષ્ણુની સેવા માટે આવ્યા હોય તેમને અડીને નાહવું નહીં. આથી વધારે સ્પષ્ટ વચને શાં હોઈ શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com