________________
(૨)
મહાવીર અને શ્રેણિક. ચેટક કુમારીઓને હું શૈવ બનાવી મારી ભક્ત બનાવું તે કેવું ? એ રાજકુમારીએ મારી સેવા કરે તો હું પણ જગતમાં પૂજનિક થાઉં, માટે ગમે તે રીતે ચેટકકુમારીઓને મારે શૈવ ધર્મને બેધ તે આપ જોઈએ; તે જ મારા ધર્મનું માહાત્મય વધે, મારું પણ માન-સન્માન થાય.” ઇત્યાદિ વિચાર કરતી તાપસી રાજદ્વારે આવી પહોંચી. પહેરગીરેને આશીર્વાદ દેવાથી, તેમને વૈરાગ્યનાં બે વચન કહેવાથી રાજદ્વારમાં જવાનો માર્ગ તાપસીને માટે ખુલ્લું થઈ ગયે.
પહેરગીરાની અનુમતિથી તાપસી રાજગઢનું અવેલેકન કરતી ચેટક કુમારીઓની પાસે આવી, તેમને આશીર્વાદ આપી સામે ઉભી રહી. દાસીઓએ આસન લાવી આપ્યું, તે ઉપર તાપસી બેઠી. ચેટક રાજકુમારીઓ અને દાસીઓ તેની સામે આસને પડેલાં હતાં તે ઉપર બેઠી. “ ક્યાંથી આવે છે ? આપના આગમનને હેતુ શું છે?” ચેટક રાજકુમારી સુજેષ્ઠાએ પૂછયું.
રાજકુમારી સુજેષ્ઠાનો પ્રશ્ન સાંભળી, શરીરનાં રમાય વિકસાવતી તાપસી બેલી બહેન ! અમારા જેવા ત્યાગી, વૈરાગી અને પ્રભુભક્તિમાં જ લીન રહેનારા સંતજનેને અહીંયાં આવવાને બીજે તે શું હેતુ હોય?” - “તો શું આપને કઈ જોઈએ છે? આપને જે અરિષ્ટ હોય તે કહે. આપને સંતોષવામાં આવશે, કારણ કે દાન દેવું એ તે ગૃહસ્થજનેનું ભૂષણ કહેવાય!” સુજેષ્ઠા બોલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com