________________
સમ્રાટ અકબર
વિદ્રોહીઓની એક નાની સરખી ટુકડી અયોધ્યામાં પણ રહેતી હતી. રાજા ટેડરમલ આદિ સેનાપતિઓએ અતિ વીરત્વપૂર્વક તે સમસ્ત વિદ્રોહીઓને દાબી દીધા-ઈ. સ. ૧૫૬૦. જે બળવાખોરોએ સમ્રાટ અને સામ્રાજ્ય પ્રતિનું વિરદ્ધાચરણ ત્યજી દેવાની પ્રતિજ્ઞા કરી અને સમ્રાટનું શરણ સ્વીકારવાની ઇચ્છા દર્શાવી તેમને સમ્રાટે ઉદારતાથી ક્ષમા આપી અને તેમના સમસ્ત અપરાધે કાંઇ પણ દંડ લીધા વિના માફ કર્યા.
ત્યાર બાદ એક અન્ય મુસલમાન અમાત્ય બળવાખોરરૂપે બહાર આવ્યો. તેણે અનેક શહેરો લૂંટી પ્રજાને ત્રાસ આપવા માંડશે. રાજ્યના સૈનિકોને પણ નિર્દયતાપૂર્વક તે વધ કરવા લાગ્યું. સમ્રાટે તેની સામે સૈન્ય મોકલ્યું. તે સૈન્ય તે વિદ્રોહી અમાત્યને જખમી કરી કેદમાં પૂર્યો. વિદ્રોહી અમાત્ય જખમી થયે છે, એમ સાંભળતાંની સાથે જ અકબરે પોતાના કુશળ વૈદ્યોને તેની સારવાર કરવા મોકલી દીધા. વૈદ્યોએ તે અમાત્યને સાજો કરવા અનેક ઉપચાર કર્યા, પણ તેનું કશું સતિષકારક ફળ આપ્યું નહિ. અમાત્યને જે ગંભીર આઘાત થયો હ, તે આઘાતની વેદનાથી તે કાળક્રમે મૃત્યુ પામે.
હુમાયુના મૃત્યુ પછી તેને પુત્ર મિજ હકીમ કાબૂલમાં રાજ્ય કરતા હતા. તેણે સાંભળ્યું કે અકબર એક સુવિશાળ સામ્રાજ્યનો અધીશ્વર થયો છે, ત્યારે તે ઈષ્યની જ્વાળાથી બળવા લાગ્યો. જૈનપુરમાં મુસલમાન પ્રજાએ એક મોટું બંડ ઉઠાવ્યું છે, એવા સમાચાર જ્યારે મિર્જા હાકીમને મળ્યા ત્યારે તે બહુ આનંદ પામ્ય અને “અકબર પાસેથી એ સામ્રાજ્ય પડાવી લેવાની આ બહુ સારી તક છે,” એમ ધારી તેણે તે જ વખતે પંજાબ ઉપર હલે કર્યો. જોતજોતામાં તે પંજાબને થોડે ભાગ છતી લેવાને શક્તિમાન થયો. સમ્રાટને આ સમાચાર મળતજ તે લાહોર આવ્યા. તેના લાહોર આવવાના સમાચાર સાંભળી લાહોરની પ્રજાએ એક મહત્સવ કર્યો અને શંખ તથા ઝાલોના જવનિપૂર્વક સમ્રાટનું સ્વા. ગત કર્યું. સમસ્ત શહેરમાં અકબરના આગમન નિમિતે આનંદને મહા કેલાહલ થવા લાગ્યા. આ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે ટુંકી મુદતમાં જ અકબર પિતાની પ્રજાનું મન રંજન કરવાને સમર્થ થઈ શક હતા. શહેરને આનંદ
ધ્વનિ સાંભળીને હાકીમે પિતાના પ્રધાનને પૂછયું કે “આ કેલાહલનું શું કારણ છે?” પ્રધાને ઉત્તર આપ્યો કે “સમ્રાટ અકબર પધારે છે, એમ જાણી અહીંની પ્રજા તેમને સત્કાર કરવાને તૈયાર થઈ ગઈ છે અને એટલાજ માટે તેઓ આજે મોટો ઉત્સવ કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.” હાકીમ સમજી ગયો કે પ્રજા પિોતે જ જ્યારે અકબરને અંતઃકરણપૂર્વક ચાહે છે તે પછી અહીં મારો જય થવે તેમજ મારું રાજ્ય ટકી રહેવું, એ કદાપિ સંભવિત નથી, એમ ધારી તે તત્કાળ કાબૂલ તરફ નાસી ગયા (ઇસ. ૧૫૬૬). સમ્રાટે પિતાના ભ્રાતાને યથા
Shree Sudharmaswami Gyanbhandar-mara, Surat
www.umaragyanbhandar.com