________________
જેનપુર વિદ્રોહ
3.
તે પણ આ યુદ્ધમાં ઉતરી ચૂક્યું હતું. બન્ને પક્ષે જે વેળા એકસરખા ઉત્સાહથી લડી રહ્યા હતા, તે વેળા અકસ્માત કેણ જાણે કયાંથી એક તીર સુસવાટા મારતું વિદ્રોહીઓની સેનામાં ધસી આવ્યું અને અલકુલીખાના અંગમાં ખેંચી ગયું ! તીર બહુ તીક્ષણ હતું, પણ અલકુલીખાં છેક નિર્બળ નહોતો. તેણે તે તીરને સ્વહસ્તે ખેંચી કાઢવાને પ્રયત્ન કર્યો, પરંતુ તે નીકળે તે પહેલાં જ એક બીજા એવાજ તીક્ષ્ણ તીરે આવીને અલી કુલીખાના અશ્વનું વિરાટ અંગ ભેદી નાખ્યું. અને આ તીરની વેદનાથી ગભરાયો અને અલી કુલીખાને પૃથ્વી ઉપર ફેંકી દઈ ત્યાંથી નાસી ગયો ! અલકુલીખાને ભૂતળ ઉપર પડેલે જોતાંજ એકબરના એક ગજસૈનિકે શત્રુને હાથીના પગ નીચે કચરી નાખ્યો અને એ રીતે એક વિદ્રોહી આગેવાનને સંસારમાંથી સદાને માટે રવાના કરી દીધો. અલકુલીખાં મરાય એટલે તે પછી તેનું સૈન્ય સમરાંગણમાં ઉભુંજ શાનું રહે! એશીઆનું સૈન્ય કેવળ સેનાપતિના હિતાર્થે જ યુદ્ધ કરવા બહાર પડે છે! પિતાને સેનાપતિ મરાય એમ જાણતાંજ એશીઆવાસી સૈન્ય યુદ્ધક્ષેત્રમાંથી નાસવા લાગે છે. આ પ્રસંગે પણ તેમજ બન્યું. અલકુલીખાં પડે કે તુરતજ તેનું સૈન્ય પ્રાણ લઈને નાસવા લાગ્યું. નાસતાં નાસતાં પણ અનેક વિદ્રોહીઓ મોગલેના હાથમાં સપડાયા, અનેક મરાયા અને અનેકને બદિવાન થવું પડયું.
આ પ્રમાણે સમ્રાટ પિતાના બાહુબળવડે સંપૂર્ણ વિજય મેળવી પિતાની છાવણીમાં આવ્યો. અલકુલીખાનું કાપેલું મસ્તક તેની પાસે લાવવામાં આવ્યું. અકબરની સામે છેડે દૂર વિદ્રોહીઓની એક મોટી સંખ્યા બન્દિરૂપે ઉભી હતી. આ કેદીઓમાં એક હિંદુ કેદી હતો. પિતાના માલિકનું છિન્ન મસ્તક જોઈને તે શોકાતુરપણે વેગથી બહાર દોડી આવ્યો અને પેલું લેહીવાળું ભયંકર જણાતું મસ્તક પિતાના બંને હાથ વડે અતિ આદરપૂર્વક ઉંચકી હૃદયની સાથે દાબીને આંખમાંથી આંસુ વહેવડાવવા લાગ્યા ! સમ્રાટ અકબર આ દેખાવ જોઈ અત્યંત આશ્ચર્ય પામ્યું. એક હિંદુને પિતાના મુસલમાન માલિક પ્રત્યેને આવો ભકિતભાવ જોઈને તે મૂઢજ બની ગયો ! અલકુલીખાને ભાઈ કે જે ત્યાં તે વેળા કેદીપે હાજર હતા તેને સમ્રાટે અતિ દુ:ખ સહિત પૂછયું કે તમારું એવું તે શું બગાડયું છે કે તમે મારી વિરુદ્ધ અસ્ત્ર ગ્રહણ કરવા પુનઃ પુનઃ તૈયાર થઈ જાઓ છો ?” ત્યારબાદ અકબર પિતાના નેકરને આ કેદીની સારસંભાળ રાખવાનો પ્રસાર કરીને અન્ય કાર્ય માટે ત્યાંથી ચાલ્યો ગયો. સમ્રાટના અમાત્યોએ વિચાર કર્યો કે જે આ કેદી સમ્રાટની પાસે ક્ષમાની પુનઃ પ્રાર્થના કરશે તે સહૃદય સમ્રાટ તેને ક્ષમા આપી છેડી દીધા વિના રહેશે નહિ અને ફરીથી તે ઉપદ્રવ ચાલુ કરશે, જેથી તેઓએ સમ્રાટની ગેરહાજરીમાંજ, તેની રજા
વિનાજ, તે કમનસીબ કેદીને મારી નાખ્યો. Shree sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com