________________
જિનપુર-વિદ્રોહ
G૫
યોગ્ય દંડ આપવા માટે તેની પીઠ પકડવાનું વ્યાજબી ધાર્યું નહિ. જે તે ધારત તે આ સમયે સૈન્ય મેલીને હાકીમને કેદ કરી શકત, પણ સમ્રાટનું હૃદય તેવું નહેતું, એ વાત પૂર્વે આપણે અનેકવાર જાણી ચૂક્યા છીએ. ભ્રાતા પિતાનું અનિષ્ટ કરતે બંધ થયે છે, એમ સમજી અકબર શાંત થયું. તેને તે ગમે તે પ્રકારે ઉપદ્રવ શાંત કરેલ હતું. દુશ્મનને શિક્ષા આપવાની કિવા પોતાની વૈરવૃત્તિને સંતોષવાની તેને લેશ પણ વાસના નહોતી. પ્રિય વાચક! અકબરની પૂર્વના અને અકબરની પછીના સમ્રાટ સાથે એકવાર અકબરની તુલના કરી જે.
ત્યારબાદ ખાનેખાના મુનિમખાંની જૌનપુરના શાસનકર્તાતરીકે નિમણુક કરવામાં આવી. તેના સમયમાં જનપુરની પ્રજાએ શહેરના સાંદર્યમાં અનેકગણું વૃદ્ધિ કરી હતી. મુનિમખાંએ પોતે પણ સંખ્યાબંધ અટ્ટાલિકાઓ અને પ્રાસાદે બંધાવી શહેરને બહુજ અલંકૃત કર્યું હતું. તેણે નદી ઓળંગવાને જે એક મહાન અને મનોહર સેતુ (પૂલ) બંધાવ્યો હતો તે આજે પણ સમયના પ્રવાહની સામે અડગપણે ઊભો રહ્યો છે અને મુનિમખાંની કીર્તિની ઘોષણા કરી રહ્યો છે. - જૈનપુરમાં ઈ. સ. ૧૫૯૨ માં એક મકાન ચણતી વેળા, માટી ખોદાવતાં ભૂગર્ભમાં એક મકાન દષ્ટિગોચર થયું હતું. આ મકાનનાંઠાર બંધ હતાં અને સાંકળે એક મજબૂત તાળું લગાવવામાં આવ્યું હતું. દ્વાર ખોલતાં તે મકાનમાંથી એક વૃદ્ધ પુરુષ બહાર આવ્યા હત; અને પછી તે છ માસપર્યત જીવતા રહ્યા બાદ સ્વાભાવિકરીતે જ મૃત્યુ પામ્યો હતો. મુસલમાન લેખકે પિતાના ધર્મની મહત્તા વર્ણવવા આ યોગીસંબંધે જે અહેવાલ આપે છે તે અમને વિશ્વાસપાત્ર જણાતા નથી; છતાં મહારાજા રણજીતસિંહના સમયમાં એક હિંદુ યોગીઝ અનેક દિવસે પર્યત ભૂગર્ભમાં રહી શકો હતા, એ વાત તરફ લક્ષ આપતાં ઉક્ત ઘટના છેક અવિશ્વાસગ્ય છે, એમ પણ કહેવાનું અમારાથી સાહસ થઈ શકતું નથી.
એક દિવસે આસાદ બેગ નામના અમીરે વિજાપુરમાંથી અતિ ઉત્કૃષ્ટ તમાકુ તથા મણિમુક્તાજડિત સેના-રૂપાને અતિ મનહર અને કિંમતી એક હકકે, સભામાં સમ્રાટ અકબરને ભેટ-અર્પણ કર્યો. સમ્રાટ આ નવી ભેટ તથા ઉત્કૃષ્ટ તમાકુ જેને બહુજ આનંદ પામે. તેણે ઉક્ત હઝાદ્વારા એક બે વખત ધૂમ્રપાન કર્યું, એટલામાં સમ્રાટની આસપાસ બેઠેલા વૈઘબધુઓ બોલી ઉઠયા કે “નામદાર સમ્રાટે આ તમાકુ પીવી ઉચિત નથી. જો કે યુરેપના પંડિત ઉક્ત ધૂમ્રપાનની તરફેણમાં અનેક યુક્તિ આપે છે; પણ અમારા દેશના વૈદ્યશાસ્ત્રીએાએ તમાકુના ગુણવગુણસંબંધે પોતાને મત કયાંય આ નથી; એટલા માટે આ તમાકુ નહિ પીવી એજ સલાહકારક છે.” આસાદ, વૈદ્યબધુઓની
xગી હરિદાસ, જેમનું વાંચવાગ્ય ચરિત્ર આ ખાતાની ચરિત્રમાળાના
Shree Suumaraswami Ganbhandar-Umara 'Surat
www.umaragyanbhandar.com