________________
સમ્રાટ અકબર
કાણુ હતા અને કાની ઉશ્કેરણીથી એ કામ થયું હતું, તે સંબધી કશીજ તપાસ એ પછી તેણે કરી નહિ ! “
૭૦
સમ્રાટની માતા મરિયમ માખાનીને એક ભાઇ હો. તેના સ્વભાવ તથા વન બહુજ ખરામ હતું. તેની સ્ત્રી સાથે તેને બિલકુલ બનતું નહિ હાવાથી ધણીવાર કલેશ થતા. એક સમયે સમ્રાટે પોતે મામાને ત્યાં જઇ કેટલીક સિખામણ આપીને તેમના ક્લેશ દૂર કરવાનો પ્રયત્ન કર્યો; પરંતુ અકબરને જોતાંની સાથેજ તેના મામા ક્રોધાંધ થઇ ગયા. સમ્રાટનું હૃદય કેટલુ મહાન છે અને તે કુવા પવિત્ર વિચારથી પેાતાને ત્યાં આવે છે, તે વાત મૂર્ખ મામે સમજી શકયા નહિ. તેણે તેજ ક્ષણે પોતાની સ્ત્રીનું ખૂન કરી એ લેાહીવાળા તીક્ષ્ણ છરા સમ્રાટની તરફ ફેકયા. સદ્ભાગ્યે તુરતજ દેહરક્ષકાએ હાથમાં તલવાર લઇ ધસી આવીને સમ્રાટની રક્ષા કરી. સમ્રાટે સ્ત્રીહત્યાના અપરાધ બદલ પેાતાના મામાને પ્રાણદંડની આજ્ઞા ફરમાવી. હતભાગ્ય મામાને યમુનાના જળમાં ફેંકી દીધા પણુ તે મર્યો નાહ. છેવટે તેને અન્તિવાન કરી ગ્વાલીઅર ખાતે મેક્સિી દેવામાં આ−ા, જ્યાં તે ગાંડા થઇ જખ઼તે થેાડાજ સમયમાં મરણ પામ્યા.
જેણે એક દિવસે વિધી અને પરમ શત્રુ હેમુના શિરચ્છેદ કરવાની ક્રમે કરતાં સંમતિ આપી નહાતી તેજ સમ્રાટે પેાતાના ધાત્રીપુત્રને તથા સગા મામાને પ્રાણ્યુદંડની ભયંકર શિક્ષા કરવામાં લેશ પણ સક્રાય કર્યાં નહિ ! આથી સમસ્ત પ્રજા સમજી ગઈ કે નવીન સમ્રાટની પાસે કાઈ પણ પ્રકારની લાગવગ ફાવે તેમ નથી અને ગંભીર ગુન્હા બદલ કાઇ પણ રીતે ક્ષમા મળી શકે તેમ નથી. આદમની પછી સેનાપતિ અબ્દુલખાંને માળવ-પ્રદેશ ઉપર અધિકાર જમા વવા માટે સમ્રાટે રવાના કર્યાં (ઇ॰ સ૦ ૧૫૬૧.) તે સમયના ઉજ્જયનીના પઠાણુ રાજા ખાજબહાદુરની અકબરે રાજ્યના એક ઉચ્ચ અમલદાર તરીકે નિમણૂક કરી. અબ્દુલખાંએ એક વર્ષીદરમિયાન કેટલાક પ્રદેશ હસ્તગત કર્યો, પણ પોતે સમ્રાટના એક તાકર છે, એ વાત ભૂલી જઇને જાણે પોતેજ એક મહાન રાજા હૈય એવી રીતે વર્તવા લાગ્યા. સમ્રાટ અખરના જાણુવામાં આ વાત આવતાંજ તે હાથીના શિકારે જવાને બહાને રાજધાનીમાંથી બહાર નીકળીને એકાએક ઉજ્જ યિનીમાં હાજર થયા. અબ્દેલખાં ત્યાંથી નાસી ગયા અને આસપાસના પ્રદેશમાં ગુપ્ત રીતે યુદ્ધની તૈયારી કવા લાગ્યા. સમ્રાટે તેના ઉપર પેાતાના એક અમાત્ય સાથે તેના સમસ્ત અપરાધા બદલ અભયદાન આપવાનું કહેણુ મેકહ્યું, પણ તેનુ કષ્ઠિ સતાષકારક પરિણામ આવ્યું નહિ. થેાડાજ સમયમાં સમ્રાટ અને અબ્દુલખાં વચ્ચે યુદ્ધ થયુ. અબ્દુલખાં પરાજિત થયા અને રક્ષેત્રમાંથી નાસી જત ખાનેજમાં અલીકુલીખાં સાથે મળી ગયા. અલીકુલીખાં એ વેળા સમ્રાટના પ્રતિનિધિરૂપે જૌનપુરની રાજ્યવ્યવસ્થા કરતા હતા. ઉકત બંને મુસલમાન રાજાઓએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com