________________
જૈનપુર-વિહ અકબર હાથમાં તલવાર લઈ ત્યાં આવી પહોંચ્યો. તેને આ દશ્ય જોઇને અતિશય દુઃખ થયું. વૃહ મંત્રીના શરીરમાંથી રૂધિરની ધારા વહી રહી હતી અને સમસ્ત મંત્રણાભવન હીલુહાણ થઈ રહ્યું હતું. આદમ પણ હજી ત્યાંજ હતા. અકબરે પ્રવેશ કર્યો કે તે તુરત તેની સામે ધસ્યો અને એક હાથે તલવાર ઉગામી બીજા હાથથી દઢપણે અકબરને હાથ પકડો, અબરે એક બળવાન આંચકે મારી આદમના પંજામાંથી પિતાને હાથ ખેંચી લીધું અને તેજ ક્ષણે એક લાત મારી તેને પૃથ્વી ઉપર ફેંકી દીધું. ત્યાર પછી આદમે, સંપૂણ હકીકત સમ્રાટને કહી. સમ્રાટ આ દશ્ય જોઈને એટલે ઉશ્કેરાઈ ગયું હતું કે તેણે આદમને મારી નાખવાને હુકમ ફરમાવી દીધે. રાજ્યના નોકરો તેને પકડી કિલ્લાના ઉચ્ચ શિખરે લઈ ગયા અને ત્યાંથી ધકકે મારી નીચે ફેંકી દીધો. એક હતભાગી, પાપિષ્ટ અને સતી સ્ત્રી ઉપર જુલમ ગુજારનાર દુષ્ટાત્માના જીવનને આ પ્રકારે અંત આવ્યો. આદમની માતા સમ્રાટની એક ધાત્રી (ધવડાવનારી) હતી. સમ્રાટ પિતાની માતા પ્રત્યે જેટલી શ્રદ્ધા અને ભકિતભાવ ધરાવતા હતા, તેટલી જ શ્રદ્ધા અને ભક્તિ તે આ ધાત્રી – માતા પ્રત્યે પણ રાખતા હતા. તેણીએ સમ્રાટની પાસે જઈ ક્ષમા અને દયાની યાચના કરી. ગમે તેવા આત્મીય અને સગા-સંબંધીને પણ ન્યાયની ખાતર અકબર શિક્ષા કરી શકે છે, એવી તેણીએ પૂર્વે કલ્પના પણ કરી નહોતી. જનનીસમાન ધાત્રીને અકબરે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે –“ આદમને ક્ષમા આપી શકાય કે નહિ તે વિષે મેં સંપૂર્ણ વિચાર કરી દે છે. તેને અપરાધ બહુજ ગંભીર હોઈને તે કઈ રીતે સંતવ્ય ગણી શકાય તેમ ન હોવાથી જ મારે તેને પ્રાણુદંડની શિક્ષા ફરમાવવી પડી છે” પુત્રના મૃત્યુથી શેકમગ્ન થયેલી માતાએ તે પછી માત્ર ૪૦ દિવસે પ્રાણત્યાગ કર્યો. સમ્રાટને આ ધાત્રીના મૃત્યુથી બહુ દુ:ખ થયું. તેના શબને સમાધિસ્થ કરવા માટે લઈ જવા સમયે અકબરે પોતે પણ તે સાથે થોડે દૂર સુધી જઈને મૃત ધાત્રી પ્રત્યેનું સન્માન પ્રદર્શિત કર્યું હતું, અને દિલ્હીમાં આદમની સમાધિ પાસેજ તેની માતાની સમાધિ પણ નિર્માણ કરાવી હતી; તથા એ સમાધિ ઉપર એક મનોહર મંદિર બંધાવી પોતાની શ્રદ્ધા અને ભકિતને જનસમાજને પરિચય આપ્યો હતો. વૃદ્ધ મંત્રીના ખૂનમાં બીજા પણ કેટલાકને હાથ હત; પરંતુ અકબરે તેમને ક્ષમા આપી છોડી દીધા હતા.
સમ્રાટ અકબર એક દિવસે શિકાર કરીને પિતાના પ્રાસાદમાં પાછો ફરતે હતો, એટલામાં કોઈ એક દુષ્ટાત્માએ તેના ગળામાં તીક્ષણ બાણ માર્યું ! સમ્રાટના એક મુખ્ય મુસલમાન અમલદારે પિતાના એક નોકર દ્વારા આ પ્રમાણે કરાવવાને પ્રપંચ કરી રાખ્યો હતો. બાણુ ફેંકનારને અકબરના નેકરોએ તુરતજ જોયે.
અને તેને મારી નાખે; પણ અકબર તે તરફ લક્ષ આપ્યા વિના પિતાના G, હાથે ગળામાંનું તીર ખેંચી કાઢી રાજપ્રાસાદમાં પહોંચી ગયો. એ તીર ફેંકનાર
Shree Sudharmaswami Gyanbhändar-Umara, Surat
www.umaragyanbhandar.com