________________
જૌનપુર-વિદ્રોહ
૯૧
મળી જને અને બીજા પણ અનેક મુસલમાનને પેાતાના પક્ષમાં ભેળવીને તેમણે વિદ્રોહના વાવટા ક્રૂરકાવવા માંડયા, અલીકુલીખાં તથા અબ્દુલખાં, એ ઉભય ઉસક્ષક સંપ્રદાયના અનુયાયી હતા; એટલા માટે કેટલાક ઐતિહાસિકા, ઉકત વિદ્રોહને જાનપુરવિદ્રોહ કિવા ઉસખકવિદ્રોહના નામથી પણ એળખાવે છે. સમ્રાટ પાતે વિદ્રોહીઓની સામે જ વિદ્રોહ શાંત કરવાના પ્રયત્ન કર્યાં. તેણે જૌનપુર ઉપર અધિકાર મેળવ્યા. આથી અલીકુલીખાં બહુજ નિરાશ થયા અને સમ્રાટના પ્રધાન અમાત્ય ખાતેખાના મુનિમખાંના શરણે જઇ ક્ષમા માગી. સમ્રાટની પાસે પેાતાની જનની તથા કાકાને માકલી, તેમજ અનેક હાથીઓ ઉપહાર તરીકે રવાના કરી સમ્રાટ સમક્ષ પણ ક્ષમાને માટે પ્રાના કરી. અલીકુલીખાંના કાકા ખુલ્લે મસ્તકે ગળામાં તલવાર ઝુલતી રાખી સમ્રાટની પાસે હાજર થયા અને પેાતાના ભત્રીજાને એક વાર ક્ષમા આપવાની યાચના કરી. સમ્રાટે કહ્યુ` કેઃ—“ મને ક્ષમા આપવામાં કશી હરકત નથી, પણ ક્ષમા મેળવ્યા પછી તેઓ પુનઃ વિશ્વાસના ભંગ કર્યા વિના રહેશે નહિ, એમ હું તમને આગળથીજ કહી રાખુ છું.” મુનિમખાંએ તે વેળા સમ્રાટને પૂછ્યું કે: “ પણુ તેમની જાગીરનું શું કરવું ધાર્યું છે ? ” સમ્રાટે ઉત્તર આપ્યા કે, “ જ્યારે તેમના અપરાધા બદલ આપણે તેમને ક્ષમા આપીએ છીએ તેા પછી તેમની જાગીરે ઉપર ત્રાપ મારવાના આપણને શું અધિકાર છે ?” સમ્રાટની આવી ધ્યાવૃત્તિ જોઇ પ્રત્યેકને બહુ આશ્રય લાગ્યું.
સમ્રાટે પેાતાને યાપૂર્વક ક્ષમા બક્ષી છે, એમ અલીકુલીખાંના સાંભળવામાં આવ્યું તેજ સમયે તેને એવા સમાચાર મળ્યા કે વિદ્રોહીઓની મોટી સંખ્યાએ અયાખ્યામાં સમ્રાટની સેનાના નાશ કર્યો છે અને પેાતાના પક્ષ ધીમે ધીમે બળવાન થતા જાય છે. મેહક આશાએ અલીકુલીખાન દિઙ.મૂઢ બનાવી દીધા, તેની માનસિક દૃષ્ટિ સન્મુખ સ્વતંત્ર રાજાનું ઉચ્ચ અને મનોહર સિંહાસન ખડું થયું ! તે ખેલી ઉઠયા. કેઃ–“પ્રયત્નથી શું ન થાય ?” પુનઃ અલીકુલીખાંએ ભય કર રૂપ ધારણ " અને પુનઃ જૌનપુર તથા ગાઝીપુર ઉપર પોતાના બાહુબળથી અધિકાર મેળવ્યા. સમ્રાટ આ સમાચાર સાંભળતાંની સાથેજ પાતે જાતે યુદ્ધને માટે રવાના થયા. અન્નીકુલીખાં પુનઃ નિરાશ થવું પડયું. તે પેાતાની જીવનરક્ષા માટે પુનઃ સમ્રાટના ચરણમાં અતિ વિનીતભાવે નમી પડયા. સમ્રાટના હૃદયમાં દયાના અભાવ નહાતા, એ વાત આપણે અનેકવાર પૂર્વે જાણી ચૂકયા છીએ. તેણે અપરાધની ક્ષમા આપવામાં પ્રથમવાર તા સં કાચ નહાતાજ કર્યાં, પણ ખીજીવાર પશુ તે ક્ષમા આપી શકયા ! આવી સહૃદયતા અને આવી ઉદારતા આપણે અન્ય કોઇ સમ્રાટમાં કદાપિ જોઇ શકીશું ?
સમ્રાટે લાહાર તરફ પ્રયાણ કર્યું. સમ્રાટની ગેરહાજરીમાં, વે www.umaragyanbhandar.com
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat