________________
ભારતમાં નવયુગ
શરીર ઉપરથી માખીઓને ઉરાડતા મંદ મંદ ગતિએ પગલાં ભરતા હતા. કોઈ ચોપદાર હાથમાં રૂપાની કે સુવર્ણની મોટી છડી લઈ નકીમ પિકારતે ચાલી રહ્યો છે, તે કઈ વિશાળ કાળી ઢાલવડે શરીર ઢાંકી હાથમાં નગ્ન તલવાર લઈને પિતાના માલિકની પાસે ઉભો છે. આ તલવાર ઉપર પડતાં બાલમૂર્યનાં કિરણો કાંઈ અપૂર્વજ શોભા ધારણ કરે છે ! અમીરોની પાલખીઓને આવતી જોઈ રાહદારીઓ માર્ગમાંથી એક બાજુ ખસી જવા લાગ્યા. કેઈ કેાઈ મનહર પાલખીની આગળ હંકાને ધ્વનિ થઈ રહ્યા છે ! કેટલીક પાલખીઓ પાસે સુંદર વાજાઓ ઉડી રહી છે અને તે દ્વારા પાલખીમાં બેઠેલા અમીરનું પગૌરવ વિસ્તારી રહી છે ! પાલખી ઉંચકનારાઓ પણ શ્રમને ન્યૂન કરવા ભેગા સ્વરથી સંગીત ગાતા ગાતા ચાલી રહ્યા છે.
આ કેણ છે ? આ રાજાએ જે તેજસ્વી અશ્વ પર વારી કરી છે, તે અશ્વ પણ પિતાને પરમ ભાગ્યવાન સમજી આનંદપૂર્વક નૃત્ય કરી રહ્યો છે ! એ કયો રાજા હશે ? સુવર્ણાલંકારવડે શોભતાં અને નકસીવાળાં રક્ત વસ્ત્રો તેણે ધારણ કયાં છે. તેને અશ્વ હરિની માફક કાન ઉચા કરી ઉન્મત્તપણે ચાલી રહ્યો છે. રાજાના વિશાળ લલાટ ઉપર ચંદનતિલક સ્પષ્ટરૂપે પ્રતીત થઈ આવે છે. તેનું વદનમંડળ તેના હૃદયના વીરત્વને સહસ્ત્ર પ્રકારે સૂયવી રહ્યું છે. કર્ણમાંના કિંમતી રત્નાલંકારો તથા મસ્તક ઉપરને હીરાજડિત મુકુટ પ્રભાતનાં કિરણોથી ચકચકિત થઈ રહ્યો છે. ગળામાં મુક્તામાળા મૂલી રહી છે. તેનું ઉન્નત અને સુદઢ શરીર અત્યંત પ્રભાવશાળી જણાય છે. તેની આગળ અને પાછળ બહુ અશ્વસેના પરમ ગૌરવપૂર્વક ચાલી રહી છે. તે એક હિંદુ રાજા છે. તેના જેવા અનેક હિંદુ રાજાઓ આજે એકબીજાની સ્પર્ધા કરતા દરબાર તરફ પ્રયાણ કરી રહ્યા છે. લેકે પણ પોતપોતાનાં કર્તવ્યને અળગાં મૂકી રાજાઓની સ્વારી જેવા આવીને ઉભાં રહ્યાં છે. ડોઢડાહ્યા પ્રેક્ષકે પિતાને સંપૂર્ણ ખબર ન હોય તે પણ એક રાજાને બીજા રાજાનું નામ આપી પોતપોતાની અજ્ઞાનતાનું પ્રદર્શન કઈ કઈ જ્ઞાતાજનેની દૃષ્ટિને દર્શાવી રહ્યા છે.
પાઠક ! ચાલે આપણે પણ આજે આ સર્વ સાથે રાજદરબારનાં દર્શન કરવા જઈએ. વિશાળ દરબારે–આમ, સુંદર રીતે સુસજજીત કરાવવામાં આવ્યો છે. સ્વચ્છ-શુભ્ર દીવાલના અગ્રભાગ ઉપર અનેક પ્રકારની લતાઓ તથા પુષ્પવેલીઓ ચિતરવામાં આવી છે. વિવિધ વર્ણનાં પુષ્પ તથા પત્રોને તે કાંઈ સુમારજ નથી ! સુગંધી દ્રવ્યોથી સમસ્ત દરબાર બહેક બહેક થઈ રહ્યો છે. ગૃહની મધ્યમાં પૂર્વ તરફ એક ઉચ્ચ અને મનોહર વેદી સ્થાપન કરવામાં આવી છે. દરબારગૃહમાંથી તે વેદી ઉપર ચડવાને એક માર્ગ નથી. વેદીની મધ્યમાં
Shree Sudharmaswar Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com