________________
पंचम अध्याय-भारतमां नवयुग*
“રાજા એ પ્રજાની ચઢતી પડતીનું સર્વોત્કૃષ્ટ કારણ છે. ઈશ્વર પ્રત્યેની તેની વફાદારી તેના ન્યાયી અમલ અને સદ્ગણની યેચ કદરમાં, તથા તેની પ્રજાની વફાદારી તેના પ્રત્યેના આજ્ઞાંકિતપણામાં અને સ્તુતિમાં પરિણામ પામવી જોઈએ.” અકબર
અપૂર્વ શોભામય પ્રભાતની શરૂઆત થઈ ચૂકી છે. મહાનગરી ફતેહપુરસિટી હજી નિદ્રાના ખોળામાં અચેતનવત પડી છે. રાજમાર્ગ ઉપર કયાંય મનુષ્યને કેલાહલ સંભળાતું નથી. માત્ર સ્ત્રીઓ હાથમાં સાવરણી લઈ ઘરનાં આંગણું સાફસુફ કરી રહી છે. કેઈ કોઈ સ્ત્રી પિતાની સખીને ગત રજનીસંબંધી પતિનિંદા કે પતિપ્રશંસાના ઉદ્દગાર મૃદુ-મધુરભાવે સંભળાવતી ઉભી છે. અનેક ગૃહલક્ષ્મીઓ નીચે મસ્તકે પોતપોતાનાં નિત્યકાર્ય કરી રહી છે. એટલામાં તેના ગંભીર અવાજેથી નગરીની મહેલાતે કંપી ઉઠી ! શાંત નિદ્રામાં પડેલાં મનુષ્ય જાણે કોઈ બોલાવતું હોય કે તૈયાર થવાનું સૂચવતું હોય, તેમ શયામાંથી શીધ્ર ઉઠવા લાગ્યાં. જે મહાનગરી અત્યાર સુધી જનન્ય લાગતી હતી, તેજ નગરી જોતજોતામાં શબ્દમયી કોલાહલમયી બની ગઈ ! રાજપુરીના ઉચ્ચ આવાસમાંથી નેબતનું મૃદુ-મધુર પ્રભાતગીત' સર્વત્ર પ્રસરવા લાગ્યું! ફરીવાળાઓ માટે સાદે બૂમે પાડી લેકેને પિતાને માલ ખરીદવા આમંત્રણ આપવા લાગ્યા. દુકાનદારોએ પિતાની દુકાને ઉઘાડી વિવિધ પદાર્થોનું મનોહર પ્રદર્શન પ્રેક્ષકેની દષ્ટિસન્મુખ ખુલ્લું મૂક્યું. વસ્તુની જરૂર ન હોય તેવા પણ તેની આકર્ષકતાથી ખેંચાઈ વિવિધ વસ્તુઓ ખરીદવા લાગ્યા. શહેરના માનવંતા નાગરિકો વિવિધ વસ્ત્ર અને શૃંગાર સજી રાજદરબારમાં જવાને બહાર નીકળ્યા. અનેક સુસજજત અ તથા હાથીઓ, અનેક પુરુષો તથા રમણીઓ રાજદરબાર તરફ આતુરતાપૂર્વક ગમન કરવા લાગી. સુંદર વસ્ત્રાલંકારથી શોભતે ખુલ્લા પગવાળે નકીબ, પાછળની પાલખી ઉપર ઉભો રહી, અમીર-ઉમરાવની પદવીઓને બને તેટલા ઉંચા સ્વરે જાહેરાત આપતા અને પથિકને રસ્તામાંથી એક બાજુએ ખસી જવાનું સૂચના કરતે, રાજ્યના અમીરો સાથે ચાલતા હતા. તેની પાછળ વિવિધ વર્ણની પુષ્પમાળાઓ તથા લતાઓથી અલંકૃત થયેલી પાલખીમાં બેઠેલા મનહર વેષવાળા તથા લાંબા પેટવાળા અમીરઉમરાવે તાંબૂલના રંગથી પિતાના હઠને રંગ ચઢાવતા રાજદરબાર તરફ ગતિ કરી રહ્યા હતા. ગુલાબની સુગંધથી સમસ્ત માર્ગ બહેકી રહ્યો હતે. પાલખીઓની આસપાસ, સુંદર વસ્ત્રાલંકાર અને ખુલ્લા પગવાળા પદારા હાથમાં રૂપાની પીકદાની લઈને તે કેઈમયુરપુછદ્વારા પિતાના માલિકના. આ દશ્ય અકબર ગાદીએ આવ્યા પછી અનેક વર્ષો પસાર થયા પછીનું છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com