________________
બહેરામખાં અને અબ્દુલ રહીમ
૫૩
આપી, તેમજ બીજું પણ પુષ્કળ દ્રવ્ય અર્પણ કરી તેને મકકે રવાના કર્યો. અને ત્યારપૂર્વે બહેરામખાંએ પુણ્ય પ્રાપ્ત કરવાની આશાથી અનેક હિંદુઓના પ્રાણ લીધા હતા, છતાં એ પુણ્ય તેને મઝાપર્યત પહોંચવામાં સહાયરૂપ થવાને બદલે ઉલટું વિઘરૂપ થઈ પડયું ! બહેરામખાંએ અગાઉ એક પુરુષને મારી નાખ્યો હતો. તેના પુત્ર પિતાના ખૂનને બદલે લેવા માટે બહેરામખાંનું ગુજરાતમાં ખૂન કર્યું. જેણે પિતાના દીર્ધ જીવનમાં સેકડે-સહસ્સો વ્યક્તિઓની હત્યા કરી હતી તેજ વ્યકિત આજે એક ઘાતક વ્યક્તિના હાથથી અચાનક મરણ પામી!
સમ્રાટે આ સમાચાર ભારે ખેદપૂર્વક સાંભળ્યા. બહેરમખાંના પુત્ર અબ્દુલરહીમને પિતાની દેખરેખ નીચે ઉછેરવાનું સામ્રાટે પોતે પિતાના હાથમાં લીધું. આ બાળક ઉત્તરાવસ્થામાં મેગલ સામ્રાજ્યના એક અલંકારરૂપ થઈ પડયો હતો. અબ્દુલરહીમે ફારસી, અરબી, તુર્કી તથા હિંદી ભાષામાં બહુ સારી કુશળતા પ્રાપ્ત કરી હતી. કવિતરીકે પણ તે રાજસભામાં પ્રસિદ્ધ થયું હતું. સમ્રાટે પિતાની એક ધાત્રી કન્યા સાથે તેને વિવાહ કરી આપ્યો હતે. જુદે જુદે સમયે તેને ગુજરાત, જોનપુર, મુલતાન તથા સિંધ પ્રદેશના શાસનકર્તાતરીકે પણ નિમવામાં આવ્યો હતો. પ્રથમ તેને “મિજખાં” તથા પાછળથી “ખાનેખાના” ની અતિ માનવંતી પદવી આપવામાં આવી હતી. છેવટે “ વકીલ સતનત ”ની સર્વશ્રેષ્ઠ પદવી પ્રાપ્ત કરવાને પણ તે ભાગ્યશાળી થયો હતે. તે એક અતિ સાહસી અને સુજ્ઞ સેનાપતિ હતો. જો કે રાજા ટોડરમલ કરતાં પણ તે વધારે સુશિક્ષિત હતે, તે પણ તે રાજા ટોડરમલથી બીજે નંબરે સર્વપ્રધાન પુરૂ અને સેનાપતિ લેખાતો હતો. તેનું હૃદય કરુણા અને ઉદારતાથી પૂર્ણ હતું. સમ્રાટે અબ્દુલરહીમની પુત્રી સાથે પોતાના પુત્ર કુમાર દાની આલને વિવાહ કર્યો હતો.
એ સમયે મેગલ સામ્રાજ્ય પંજાબ, ઉત્તર–પાશ્ચમ, અયોધ્યા, ગ્વાલિયર તથા અજમેરપર્યત વિસ્તૃત થઈ ચૂકયું હતું.
એજ સમયે ઈરાનના પાદશાહે સમ્રાટની પાસે એક દૂત મેકો. સમ્રાટ અકબરે તેને બહુ આદરસત્કારપૂર્વક પોતાના રાજ્યમાં પ્રવેશ કરાવ્યો. ત્યારબાદ તેને સાત લાખ સુવર્ણમુદ્રા, એક ઉત્કૃષ્ટ અશ્વ તથા સન્માનસૂચક એક બહુમૂલ્ય પિશાક અર્પણ કર્યો; તથા ઇરાનના પાદશાહ માટે અસંખ્ય ભેટ આપી; અને તેને પુનઃ પિતાના દેશમાં પહોંચતો કર્યો. અકબરના પિતાએ ઇરાનના પાદશાહ પાસેથી જે સહાયતા મેળવી હતી, તેને બદલે સમ્રાટે આ પ્રમાણે વાળી આપે.
અકબરરૂપી ચંદ્રની આસપાસથી હવે વાદળાંઓ વિખરાઈ ગયાં ! તે હવે પિતાની સ્વાભાવિક ઉજવલ પ્રભાનો વિસ્તાર કરવા લાગ્યો !
Shree Sudharmaswami Gyanbhandar-mara, sura
www.umaragyanbhandar.com