________________
સમ્રાટ અકબર
કર્યો, પણ તે સમ્રાટના સૈન્યના હાથમાંથી મુક્ત થઈ શકે નહિ. અકબરે પિતાના સેનાપતિતરીકે મુનિમખાં નામના સરદારની નિમણુક કરી હતી. તે સેનાપતિએ કેટલાક સાહસી સહચરોને સાથે લઈ બહેરામખનિ પીછો પકડ, અને થોડા જ વખતમાં તેને કેદ કર્યો. બહેરામખાંએ કરડે રૂપીઆ ખર્ચાને એક બહુજ કિંમતી, મણિમુક્તામય તથા સુવર્ણજડિત પતાકા તૈયાર કરાવી હતી, તે અકબરના સેનાપતિએ પડાવી લીધી. સમ્રાટની પાસે કેદીને હાજર કરવા, મુનિમખાંએ રાજધાની તરફ પ્રયાણ કર્યું. સમ્રાટનું હદય દયાથી પરિપૂર્ણ હતું. તેને જ્યારે ખબર મળ્યા કે બહેરામખાંને બંદી કરવામાં આવ્યું છે, ત્યારે તેણે તુરતજ રાજ્યના કેટલાક ઉચ્ચ અમલદારોને પંજાબ તરફ મોકલ્યા અને બહેરામખાંને સંપૂર્ણ માનમરતબા સાથે પોતાની છાવણીમાં લઈ આવવાને હુકમ ફરમાવ્યો. યથાસમયે બહેરામખાં રાજધાનીમાં પહોંચ્યો. તેણે પિતાને જીવનદાન આપવા ઉઘાડે પગે અને ખુલ્લે માથે રાજ સભામાં પ્રવેશ કર્યો અને રડતાં રડતાં સમ્રાટના ચરણે નમી પડ્યો. કરુણામય સમ્રાટ તેજ ક્ષણે પિતાના સિંહાસન ઉપરથી ઉભા થયા અને આગળ વધીને બહેરામખાંને સ્વહસ્તે ઉભો કર્યો, એટલું જ નહિ પણ તેને હાથ પકડીને પોતાની જમણી બાજુએ સિંહાસન ઉપર બેસાડે. ત્યારબાદ સમ્રાટે અતિ ગળગળા વિષાદમય કંઠે સર્વ સભાસદેને જણાવ્યું કે
ખાનખાના જે હજી પણ સૈનિકજીવન ગાળવાની અભિલાષા રાખતા હોય તો હું તેમને કાલ્પી અને ચન્દ્રિના પ્રદેશો આપવાને તૈયાર છું. જે તેઓ આ દરબારમાં હાજર રહેવા માગતા હોય તો પણ હું તેમાં મારી સંમતિ આપું છું. મારા ઉપર તેમણે અત્યાર સુધીમાં જે અનેક ઉપકારો કર્યા છે, તે હું કદાપિ ભૂલી જઈ શકું તેમ નથી. તેમના અપરાધોપ્રત્યે દયાની દૃષ્ટિથી જેવું એ મારે મુખ્ય કર્તવ્ય છે. તેઓ જે હવે પિતાના જીવનને બાકીનો અંશ ઇશ્વરપાસનામાં વ્યતીત કરવા ઇચ્છતા હોય તો હું તેમને યથાયોગ્ય સત્કારપૂર્વક મકકે મોકલી આપવાને પણ તૈયાર છું.” ખાનખાનાએ સમ્રાટની પાસેથી આટલી બધી દયાની આશા રાખી નહતી. તે સમ્રાટની દયાથી સંપૂર્ણ પરાજિત થયો. તેણે ઉભા થઈને સમ્રાટને નમન કરી અતિ વિનીતભાવે જણાવ્યું કે “એકવાર સમ્રાટને વિશ્વાસઘાત કર્યા પછી બીજીવાર તેમની સભામાં રહી વિશ્વાસ પ્રાપ્ત કરે, એ અશક્ય છે. મારી ભૂતકાળની રાજસેવાઓ બદલ મને જે દયા અને ક્ષમા આપવામાં આવી છે તેજ બસ છે. હવે આલેકનું હિત સાધવા કરતાં પરલોકનું હિત સાધવું એજ મારે માટે ઉચિત છે; માટે મને પુણ્યતીર્થ માટે જવાની અનુમતિ આપે, એજ મારી અંતિમ પ્રાર્થના છે.” સમ્રાટે બહેરામખાંની વિનતિને સંપૂર્ણ અનુમોદન આપ્યું અને સન્માનસૂચક એક ઉત્કૃષ્ટ પિોષાક ભેટ કર્યો;
એટલું જ નહિ પણ વર્ષે તેને ૫૦ હજાર રૂપીઆ મળે એવો બંદોબસ્ત કરી Shree Suunarmaswami yanbhandar-Umara, Surat . www.umaragyanbhandar.com