________________
બહેરામખાં અને અબ્દુલ રહીમ
કરોને રજા આપી. તેની જગ્યાએ પિતાના સગા-સંબંધીઓને તે નિમવા લાગ્યો; એટલું જ નહિ પણ પિતાના પક્ષનું બળ વધારી શ્રાટની સામે રાજદ્રોહીનું કાવતરું રચવાને પણ તેણે પ્રારંભ કર્યો. અમાત્ય અકબરને હવે રાજ્યની લગામ પિતાના હાથમાં લેવા માટે આગ્રહ કરવા લાગ્યા. માતા તથા અન્ય વિશ્વાસ સંબંધીઓ પણ તેને તેવી રીતે જ રાજ્યભાર ગ્રહણ કરવાને ઉત્સાહ આપવા લાગ્યાપરંતુ બહેરામખાંના હાથમાંથી રાજતંત્ર કેવી રીતે પડાવી લેવું, તેનો અકબરને વિચાર થઈ પડ્યો. એક દિવસે તે શિકારનું બહાનું કાઢી પિતાની સાથે ચેડા અનુચર તથા સહચરોને લઈ બહેરામખાના હાથમાંથી મુક્ત થવા માટે આગ્રાની બહાર નીકળી પડ્યા. પાછળથી તેણે બહેરામખાને જણાવ્યું કે “દિલ્હી ખાતે મારી માતુશ્રીને ઠીક નહિ હેવાથી મારે દિલ્હી તરફ જવું પડે છે.” માતુશ્રીની માંદગીનું તે એક બહાનું જ હતું; માત્ર અકબર હરકોઈ પ્રકારે બહેરામખાના હાથમાંથી છૂટો થવા માગતા હતા. દિલ્હીના શહેરીઓએ તથા રાજપુએ અકબરને ભારે આદરસત્કાર કર્યો. દિલ્હીમાં આવ્યા પછી સમ્રાટ અકબરે એક ઘોષણાપત્ર બહાર પાડયું. તેમાં તેણે એવા ભાવનું જણાવ્યું કે-“મોગલ સામ્રાજ્યને સવળે ભાર હવે હું મારા શિર ઉપર લઉં છું. હવેથી કેઈએ મારી આજ્ઞાવિના રાજ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરે નહિ.” (ઈ. સ. ૧૫૬૦) ઘોષણાપત્રની એક નકલ બહેરામખાં ઉપર પણ મોકલવામાં આવી અને તેની સાથે એક જૂડે પર લખી અકબરે અતિ વિનય અને સન્માનપૂર્વક જણાવ્યું કે “આજપર્યંત હું આપના વિશ્વાસ અને સાધુ સ્વભાવ ઉપર નિર્ભર રહી, સામ્રાજ્યની સઘળી જવાબદારીઓ આપના શિરે રાખી કેવળ આમોદ-પ્રમોદમાંજ મારું જીવન ગુજારતા હતા, પણ હવે હું રાજ્યની વ્યવસ્થા કરવાને શક્તિમાન થયો છું. આપ ઘણા વખતથી મક્કા જવાનું મને કહેતા આવ્યા છે, તો હવે આપે ખુશીથી નિશ્ચિતપણે મક્કા તરફ જવું અને આપના જીવનને શેષ ભામ શાંતિમાં પસાર કરે, એવી મારી પ્રાર્થના છે. આપની જીવિકા નિર્વિક્તપણે ચાલી શકે તે માટે ભારતવર્ષમાં એક પરગણું આપને બક્ષીસરૂપે આપવામાં આવશે અને આપના કરો દર વર્ષે આપને તેની આવક મોકલ્યા કરશે”
મકે જવાનું બહાનું કહાડી બહેરામખાં આગ્રાની બહાર નીકળ્યો, પણ થોડે દૂર ગયા પછી પોતાને નિરાપદ માની સમ્રાટની વિરુદ્ધ બળે ઉઠાવવાની તૈયારીઓ કરવા લાગ્યા. પંજાબમાં જવાથી શીઘ કાર્યસિદ્ધિ થશે એમ ધારી તે પંજાબ તરફ રવાના થયો. સમ્રાટ અકબર, બહેરામખાને આ દુષ્ટ પ્રપંચ આગળથીજ જાણી ગયો હતો, અને તેથી તેણે આગળથીજ પંજાબમાં સૈન્યને બંદેઅસ્ત કરી રાખ્યો હતો. બહેરામખાં જે પંજાબની સીમામાં દાખલ થયો કે તુરતજ સમ્રાટના સૈન્ય તેને ઘેરી લીધે. બહેરામે નાસી છૂટવાને ઘણો પ્રયત્ન
Shree Sudharmaswami Gyanbhandar-Uniara, Surat
www.umaragyanbhandar.com