________________
૫૬
સમ્રાટ અકબર
આવેલું છે. તેના ઉપર વિવિધ ભરતથી ભરેલી સુકેમળ મખમલની ગાદી તથા તકીયા વગેરે પડેલાં છે. સિંહાસન ઉપર સુવર્ણાલંકૃત રકત વર્ણ રાજછત્ર દીપી રહ્યું છે. છત્રની કિનારી સાથે બાંધેલી મણિમુક્તાની ઘુઘરીઓ પવનની ગતિથી ડોલી રહી છે. ઘુઘરીને મધુર કમળ સ્વર કેમ જાણે કે સમ્રાટનું યશોગાન કરી રહ્યો હેયની ! દરબારની દીવાલમાં ચેતરફ કાચનાં મેટાં દર્પણ ગોઠવવામાં આવ્યાં છે. સિંહાસનની બંને બાજુએ સુસજજીત વાયુ નાખનારાઓ માનપૂર્વક ગોઠવાઈ ગયા છે. તેમના હાથમાં રહેલાં સુવર્ણનાં હાથાવાળાં ચામરો અતિ લહરીવડે મંદ મંદ ફરકી રહ્યાં છે. આ અનુપમ શોભાયુકત ગૃહની મધ્યમાં આવેલી અતુલ શોભામયી વેદિકાનું દર્શન કરવાથી એમ લાગે છે, કે જાણે પુષવાડીની મધ્યમાં વિશાળ સૂર્યમુખી ફૂલ સંપૂર્ણ વિકસિત થઇને વિરાજતું હેયની !
વેદીની નીચે અપૂર્વ વેશવાળા પદારે સેના-રૂપાની છડીઓ પકડી ઉભા રહ્યા છે. તેઓની હાજરી પણ સભાની શોભા તથા ગંભીરતામાં વૃદ્ધિ કરે છે.
પદારની પછી કુમારે, તેમનાથી ડે દુર સમ્રાટના નવા હિંદુધર્માવલંબી મિત્રો, તેમની પાછળ હિંદુ નરપતિઓ તથા ત્યાર પછી અમીર-ઉમરા અને હિંદુમુસલમાન મુખપુરૂષો, પિતાપિતાના નિર્દિષ્ટ સ્થાને ગેઠવાઈ ગયા છે. અનેક પવિત્ર બ્રાહ્મણ પંડિત પણ અકબરની અનંત પ્રશંસા સાંભળી સમ્રાટનાં દર્શન કરવા ઉત્સુક્ષ્મણે રાહ જોતા બેસી રહ્યા છે. કેટલાક બ્રાહ્મણ વેદધર્મનું મહમ્ય વર્ણવવા તત્પર થઈ બેઠા છે. સંખ્યાબંધ પોર્ટુગીઝ સાહેબ, સંખ્યાબંધ કવિઓ, અનેક સાહિત્યસેવકે, અનેક સંગીતશાસ્ત્રીઓ તથા અસંખ્ય વિદેશી વણિક યથાસ્થાને શાંતિપૂર્વક બેસી ગયા છે. આ દરબારમાં હિંદુમુસલમાન એવો ભેદ લેશમાત્ર રહ્યો નથી. જાતિને લીધેજ કોઇને વધારે અને કેને ન્યૂન માન મળે
એ ભેદભાવયુકત નિયમ રદ કરવામાં આવ્યો છે. સમ્રાટ પિતે હિંદુ રીતિ-નીતિને અને હિંદુ વેષને પક્ષપાત ધરાવતા હોવાથી અનેક મુસલમાન આગેવાને પણ દાઢી મુંડાવી નાખી મનહર હિંદુવેષે સભામાં હાજર થયા છે. કોઈ કેરી મેલવી સાહેબની લાંબી દાઢીના કેશ પવનના હાલવાથી જાણે કે “મારે પણ સ્થાનભ્રષ્ટ થવું પડશે એવા ભયથી-ધ્રૂજી રહ્યા હોય તેમ જણાય છે.” આજે આ મહાસભા હિંદુત્વની ભાવનાથી અતિ તેજસ્વી જણાય છે. જાણે દેવસમાજ એકત્ર થઈ હોય અને તેમાં ઇન્દ્ર, ચન્દ્ર, વરુણ, વાયુ આદિ દેવતાઓ આવીને ઉપસ્થિત થયા હેયની ! એવી બ્રાન્તિ ક્ષણભર જેનારને થઈ આવે તેમ છે. સર્વ સભાસદોની પાછળ સંખ્યાબંધ સામાન્ય મનુષ્ય ઉભા રહ્યા છે. પ્રત્યેક મનુષ્ય-પછી તે ગમે
તે ધર્મ પાળતે હેય કે ગમે તે કુટુંબને હોય તે પણ તે પોતાની ઇચ્છા થયેથી જ સમ્રાટના દરબારમાં હાજર થઈ શકે છે. સર્વનાં મુખકમળ આજે હર્ષથી પ્રફુલ્લ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com