________________
બહેરામખાં અને અબ્દુલ રહીમ
અકબરના અભિષેક પ્રસંગે સઘળા અમાત્યે હાજર થયા હતા. માત્ર એક મુખ્ય મુસલમાન અમાત્ય, પુનઃ પુનઃ બોલાવવા છતાં હાજર થયે નહિ. તે આ નવીન સમ્રાદ્ધ સ્વાધીનતામાં રહેવાને પ્રકારાંતરે અસ્વીકાર કરવા ઇચ્છતા હતા, એ અર્થ કરીએ તે પણ અગ્ય નથી. બહેરામખાં બહુજ દઢ મનને અને દઢ હસ્ત હતો. તે કેઈના પણ અપરાધને સહન કરી શકતા નહિ. અમાત્ય જે રાજ્યને એક નેકર આટલું બધું અભિમાન રાખે અને પુનઃ પુનઃ બોલાવવા છતાં હાજર થાય નહિ, એમ જોઈને બહેરામખાને પિત્તો ઉછળી આવ્યો. તેણે તે અમાત્યને કેદ કરી શિરચ્છેદ કરવાનો હુકમ ફરમાવી દીધા. બાદાઉની લખે છે કે – “દયાશીલ સમ્રાટ અકબરે બહેરામખાંના આ હુકમની સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો અને કહ્યું કે રાજ્યાભિષેકના દિવસે નિર્દોષ વ્યક્તિનું જે ખૂન થશે તે મને પારાવાર ખેદ થયા વિના રહેશે નહિ. આ પ્રમાણે તે અમાત્ય મૃત્યુના પંજામાંથી બચી ગયે.”
એ સમયે પણ મુસલમાને આત્મકલહમાંથી અવકાશ મેળવી શક્યા નહતા. આદિલશાહ જે વેળા દીલ્હીને અધીશ્વર હતા તે વેળા સિકંદર સૂર અને ઇબ્રાહીમ સૂર એ બંને જણે આદિલશાહને દિલ્હીની ગાદી ઉપરથી ઉઠાડી મૂકી, પિતે રાજ્યાધિપતિ બનવાને પ્રયત્ન કરી રહ્યા હતા. આદિલશાહે હેમુ નામના એક હિંદુની મુખ્ય સેનાપતિ તથા સર્વ પ્રધાન અમાત્યતરીકે નિમણુક કરી હતી. અત્યારે પૂર્વે કોઈ પણ મુસલમાન દિલ્હીશ્વરે કોઈ પણ હિંદુને સેનાપતિપદ કિવા મહત્વનું અમાત્યપદ આપ્યું નહોતું. હેમુ અતિ બુદ્ધિમત્તાપૂર્વક રાજ્યકાર્ય સંપાદન કરતે હતો. તેણે ઉપરાછાપરી ચુનાર તથા બંગાળના બળવાઓને દાબી દઈ, ઈબ્રાહીમ સૂરને પરાજિત કરી તથા નસાડી મૂકી, આગ્રા અને દિલ્હી તરફ પ્રયાણ કર્યું. તેમ કરવાને તેને ઉદ્દેશ મોગલેને પરાજિત કરી મિહીનું સિંહાસન પડાવી લેવાને હ. હેમુ અનાયાસે આગ્રા ઉપર અધિકાર મેળવવાને શક્તિમાન થશે. ત્યાર બાદ તે દિલ્હી તરફ આગળ વધે. દિલ્હી માં ઢાડ બેગ રાજ્યની સઘળી વ્યવસ્થા કરતા હતા. તે હેમુની સામે થયે પણ તેમાં તે ફાવી શકે નહિ. આખરે તે સંપૂર્ણ પરાજિત થઇને અને લડાઈમાંથી બચી ગયેલું બાકીનું સૈન્ય લઈને, અકબરની સાથે મળી જવા પંજાબ તરફ નાસી ગયે હેમુએ દિલ્હી ઉપર અધિકાર મેળવી “મહારાજાધિરાજ વિક્રમાદિત્યનું નામ ગ્રહણ કર્યું અને આનંદના આવેશમાં આવી જઈ, પંજાબમાંથી મેગલેને હાંકી કાઢવાની તથા સિકંદર સૂરને પરાજિત કરી, હિંદુ રાજ્યને નિરાપદ કરવાની મનોરથસૃષ્ટિ રચવા લાગે; પરંતુ સમસ્ત હિંદુઓને સંમિલિત કરી એક બળવાન સઘશક્તિ
સંચિત કરવાનું તેને સૂઝયું નહિ. અન્ય હિંદુઓ પણ આ શુભ સમયે હિંદુ Shr સામ્રાજ્ય સ્થાપન કરવાની તક સફળ કરી શકયા નહિ. હેમુએ સૈન્યસહિત પંજાબ
Shree suunalmaswami Gyantonianuar-mara, Surat
તક સક
www.umaragyanbhandar.com