________________
સમ્રાટ અકબર
રત્નને જન્મ આપે હતો. અકબર એ બાળકને બહુજ ચાહતે હતો અને તેને ઉચ્ચ રાજકાર્યમાં નિયુક્ત કર્યો હતે.
અકબર એક અસાધારણ સમ્રાટ હતો એમાં લેશમાત્ર સંદેહ નથી. એક સુખસિદ્ધ અગ્રેજ લેખક કહે છે કે –“ જ્યારે આપણે વિચાર કરીએ છીએ કે અકબરે શું કરી બતાવ્યું હતું, ક્યા યુગમાં તે કરી બતાવ્યું હતું અને કયા ઉપાયદ્વારા તે કરી બતાવ્યું હતું, ત્યારે આપણને એટલું સ્વીકાર્યા વિના નથી જ ચાલતું કે મનુષ્યજાતિ જે સમયે દુ:ખ અને દુર્દશામાં આવી પડે છે, તે સમયે તેમને સુખ-શાંતિના માર્ગે લઈ જવા માટે ઈશ્વર પ્રસંગોપાત દયા કરીને જે અતિ પ્રતિભાવાન મહાપુરુષોને જગતમાં એકલે છે તે પૈકીને જ અકબર એક મહાપુરુષ હતે.” મનુષ્યના ભાગ્યમાં આથી વધારે સત્યકીર્તિ અને પ્રશંસા હોય કે નહિ, તે અમે જાણતા નથી.
चतुर्थ अध्याय-बहेरामखां अने अब्दुल रहीम
ભારતીય આકાશમાં હજી પૂર્ણ ચંદ્રને ઉદય થયો નથી, પરંતુ ચંદ્રોદય પૂર્વે જે ઉજજવળ કિરણો કાળાં વાદળાને ભેદી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે તેવો પ્રકાર શરૂ થઈ ચૂક્યો છે. જાણે કે અંધકાર પોતાના સમસ્ત બળથી પ્રકાશને પરાજિત કરવાનું ભગીરથ પ્રયત્ન કરી રહ્યો છે, પણ તેમાં તે બિચારો ફાવી શકતું નથી. પ્રકાશનાં કિરણો અનાયાસે જ પ્રસરતાં જાય છે !
આઇબર જ્યારે બાળક હેઈને બહેરામખાંની અધીનતા નીચે હતે. ત્યારે પણ તેના ગુણનું ગૌરવ અનેક પ્રકારે જણાયા વિના રહેતું નહિ. અકબરને રાજ્યાભિષેક પંજાબમાંજ ઉજવવામાં આવ્યો હતો. હુમાયુના મૃત્યુ પછી બહેરામખાએ અકબરના વાલી કિવા મુરબ્બીતરે કેની સઘળી જવાબદારી લીધી હતી. આથી તેને “ખાનખાના” તથા “ખાનબાબાની માનવંતી પદવીઓ આપવામાં આવી હતી. છેલો પદવી એટલી બધી મહત્વની હતી કે તેથી તે સાધારણ જનસમાજમાં સમ્રાટ અકબરના પિતાસ્વરૂપ લેખાતે હતો અને તેને માન પણ એટલેજ મળતું હતું. વસ્તુતઃ બહેમખાં જે તીક્ષણ બુદ્ધિસંપન્ન રાજનીતિન તથા સાહસી સેનાપતિ તે સમયે મંગલસમાજમાં અન્ય કોઈ પણ નહે. તેણે કુરાનને સ્પર્શ કરીને પ્રતિજ્ઞા કરી હતી કે - “હું સંપૂર્ણ વફાદારીથી સમ્રાનું અને સામ્રાજ્યનું હિત સાધીશ.” મતલબ કે અકબરની બાલ્યાવસ્થામાં બહેરામખાંજ મેગલ સામ્રાજયનો નાયક કિંવા ભાગ્યવિધાતા હો, એમ કહીએ તે
ખોટું નથી.
Shree Susharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com