________________
સમ્રાટ અકબર
તરફ પ્રયાણ કર્યું.
, તે વખતે અકબરની ઉંમર માત્ર ચાર વર્ષની હતી. પિતાના મૃત્યુની સાથે જ ચોતરફથી કેવળ દુઃખના, પરાજયના અને નિરાશાના સમાચાર તેની પાસે આવવા લાગ્યા. દિલ્હી અને આગ્રા ઉપર હેમુએ વિજય મેળવ્યો છે, કાબૂલમાંથી આપણને હાંકી કાઢવામાં આવ્યા છે, સિકંદર સૂર પંજાબમાં મહાન સૈન્ય એકત્ર કરી યુદ્ધને માટે તૈયારી કરી રહ્યો છે, બીજી તરફથી હેમુ પણ વિજયથી ઉન્મત્ત બની આગળ વધી રહ્યો છે, આવા સમાચાર જ અકબરના કાન ઉપર આવવા લાગ્યા. વસ્તુતઃ અત્યારે એક પણ દેશ અકબરને આધીન નહોતે. તે આ પ્રસંગે છેક વાવહીન રાજ બની ગયો હતો, એમ કહીએ તો પણ અતિશ
ક્તિ નથી. આવા આપત્તિના સમયમાં હવે શું કરવું, તેને નિર્ણય કરવા માટે સૈનિકે તથા અમાત્યની એક સભા બેલાવવામાં આવી. સઘળા સૈન્યાધિપતિઓએ આ સભામાં એવો ભાવ જણાવ્યું કે ભારતવર્ષની ચતરફ જે પ્રકારે ઘનઘોર વાદળ ઘેરાતું જાય છે, તે જોતાં હવે આપણે કાબૂલ ઉપર અધિકાર મેળવી ત્યાં જ આશ્રય લેવા, એ ઉયિત છે. સૈન્યાધિપતિઓના મતની સામે પોતાને વિરોધ દર્શાવતી બહેરામખાંએ જણાવ્યું કે –“બે વાર આપણે દિલ્હી ઉપર અધિકાર જમાવ્યો છે અને બે વાર એ ગુમાવ્યા છે. હવે ત્રીજીવાર દિહી ઉપર વિજય મેળવવા એ આપણું અત્યારના પ્રસંગે મુખ્ય કર્તવ્ય છે. જે આપણે દિલ્હીનું સિંહાસન પ્રાપ્ત કરી શકીશું, તે પછી કાબૂલ ઉપર વિજય મેળવે એ આપણે માટે બહુ મુશ્કેલ નથી. દિલ્હીની ગાદી હાથમાં લીધા પછી કાબૂલની ગાદી તે અનાયાસે જ આપણે પ્રાપ્ત કરી શકીશું” તેજસ્વી સમ્રા, અકબરે બહેરામખાંના મતને સંપૂર્ણ ટેકે આવે. તરતજ તેમણે દિહી ઉપર અધિકાર મેળવવા સૈન્ય સહિત પ્રયાણ કર્યું.
પરાજિત થયેલે ઢાડબેગ કે જે અકબરને મળવા માટે આવતા હતા, તે રસ્તામાં અકબરના સૈન્ય સાથે જોડાયા. બહેરામખોજ રાજ્યને મુખ્ય આગેવાન અને વ્યવસ્થાપક હતો, એ વાત આપણે પૂર્વે જાણી ચૂક્યા છીએ. બહેરામખાં સાયંકાળે ઢાડી બેગની છાવણીમાં આવ્યું અને નિમાજ પઢવાને સમય થયો એટલે બેગને “વડીલ બધુ” ના નામથી સંબોધી, બહુજ આદર-સત્કારપૂર્વક તેને પિતાની છાવણીમાં લઈ ગયા. નિમાજ પઢવા માટે બહેરામખાં પિતાના હાથ-પગ ધઇને ઉભો થયો. બેગ પણ તે વખતે ત્યાં હાજર હતા. બહેરામખીએ કેટલાક ઘાતકે આગળથી જ તૈયાર કરી રાખ્યા હતા, તેઓ બહેરામખાં તરફથી ઇસારે થતાંજ બેગ ઉપર ધસી આવ્યો અને તેને મારી નાખ્યો. બહેરામખાં એમ માનો હતો કે આ ઢાડી બેગેજ અન્યાયપૂર્વક દિહીનું રાજ્ય શત્રુના હસ્તમાં
આપી દીધું છે. આ દેષને લીધે બહેરામખાંએ તેને મારી નખાવી પિતાને જે Shએક હરીફ ગણતો હતો તેને સદાને માટે દૂર કર્યો.
Shree Sudharaswatni Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com