________________
સમ્રાટ અકબર
હવે બીજો એકકે ઉપાય નહિ રહેવાથી કંદહાર તરફ પ્રયાણ કરવાને નિર્ણય કર્યો. હુમાયુને ભ્રાતા કામરાન તે સમયે કંદહારને અધિપતિ હતા. હુમાયુ પોતાની રાજસીમામાં આવે છે, એવા સમાચાર સાંભળતાંની સાથેજ કામરાન તથા આસ્કરી એ બંને ભાઈઓએ તેને પકડીને કેદ કરવાની પરવી કરી. હુમાયુ આ કાવત્રુ સમજી જવાથી બાળક અકબરને ત્યાં ને ત્યાં જ રહેવા દઈ પિતાની પ્રિય બેગમને સાથે લઇ, અશ્વ ઉપર આરહ કરી છવ લઈને નાઠે. બધુઓની નિર્દયતામાંથી દપતીએ રક્ષણ તે મેળવ્યું, પણ પુત્રને ગુમાવવા બદલ બહુ ખેદ થયે; પરંતુ હવે એક પણ ઉપાય તેમના હાથમાં રહ્યો નહે. સદ્દભાગ્યે આકરીએ અકબરને પિતાના સ્વાધીનમાં છે અને પિતાની પત્નોને ભત્રીજાની સંભાળ લેવા ભલામણ કરી.
ત્યાર બાદ હુમાયુ ઈરાનમાં ગયો. ઈરાનનો રાજા તેને શીઆધર્મમાં દીક્ષિત કરવાની લાલચથી એક ક્ષણે માન આપતે તો બીજી જ ક્ષણે તેનું અપમાન કર્યા વિના પણ રહે નહિ. એક દિવસે ઈરાનના બાદશાહે રાંધવાને માટે લાકડાંના કેટલાક ભારા હુમાયુને ત્યાં મોકલ્યા અને તેની સાથેજ હુમાયુને કહી મેકલાવ્યું કે જે તમે શીધર્મ અંગીકાર નહિ કરે તે આ લાકડાંવડેજ તમારા દેહની ભસ્મ કરવામાં આવશે. હુમાયુને હવે નછૂટકે શીધર્મની કેટલીક ક્રિયાઓને માન આપવું પડયું. ઈરાનનો રાજા આથી બહુ ખુશી થશે અને તેણે પુષ્કળ સૈન્ય તથા ધન હુમાયુને અર્પણ કર્યું. આ સૈન્ય વગેરેની સહાય મળવાથી હુમાયુએ કંદહાર ઉપર હલ્લે કરી તેને પોતાની સ્વાધીનતામાં લીધું અને ત્યારબાદ કાબૂલ ઉપર ચડાઈ કરી કાબૂલ તથા પોતાના પુત્ર, એ ઉભયને હસ્તગત કર્યા; પરંતુ થોડા જ સમયમાં હુમાયુને એ ઉભયને ત્યાગ કરે પડયો. એકવાર હુમાયુ કાબૂલ ઉપર ફડ મેળવે તે બીજી વાર કામરાન ફતેહ મેળવત; એવી રીતે થે. સમય ચાલ્યું. એક વખત હુમાયુએ ક્રોધે ભરાઇ જ્યારે કાબૂલ ઉપર બંદુક અને તેની ગોળીઓ વરસાવવા માંડી ત્યારે કામરાને તે ગળીની વૃષ્ટિને અટકાવવાનો એક અભુત ઉપાય શોધી કાઢયો. જે સ્થળેથી બંદુકની ગોળીઓ આવતી હતી, તે સ્થળની સામે કિલ્લા ઉપર જઈને કામરાન પિત, અકબરને આગળ ધરી રાખીને ઉભો રહ્યો પિતાએ અર્થાત હુમાયુએ હવે નછૂટકે ગોળીની વૃષ્ટિ બંધ કરી, કારણ કે જે ગેળી છૂટે તે તે પિતાના પુત્રના પ્રાણ હરે, એવો પૂરેપૂરો સંભવ હતું. છેવટે કામરાને ઉપરાકેપરિહાર મળવાથી, કાબૂલ ત્યજી દઈ ભારતવર્ષમાં નાસી જવાનું ગ્ય ધાર્યું. હુમાયું પુનઃ કાબૂલ અને પુત્રને પ્રાપ્ત કરી શક્યું હવે હુમાયુનું ભાગ્ય ખુલ્લું થયું !
કાબૂલની રાજગાદીએ આવ્યા પછી શેરશાહના મૃત્યુના સમાચાર મળ્યા. તે ઉપShr રાત દીલ્હીના સિંહાસન માટે શેરશાહના ઉત્તરાધિકારીઓમાં મેટે કલેશ-કંકાસ
Shree Sudiratnaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com