________________
બાલ્યકાળ
ચાલે છે, એ વાતની પણ તેને ખબર પડી. આ સમયે દીલ્હીની ગાદીએ આદિલશાહ તથા પંજાબની ગાદીએ સિકંદર સૂર રાજશાસન પ્રવર્તાવતા હતા.
પંદર હજાર અશ્વસેનાને સાથે લઇ હુમાયુએ અકબર તથા બહેરામખાંની સાથે કાબૂલમાંથી પ્રયાણ કર્યું પંજાબમાં સરહિંદનાં જંગલમાં સિકંદર સૂર, મેગલ સેનાની સામે થશે. સિકંદરનું લશ્કર એટલું બધું હતું કે હુમાયુના સેનાપતિઓ, આ સૈન્યને જેતાવારજ નિરાશ બની ગયા. તેમણે ખુલ્લું જણાવી દીધું કે આટલી મોટી સેના સામે થવું, એ હાથે કરીને પિતાને પરાજય સ્વીકારી લેવા જેવું છે. સેનાપતિની આ નિરાશ ભરેલી વાણી સાંભળી સર્વ કઈ હતાશ થયા; પરંતુ બાળક અકબરે એ નિરાશાની પરવા નહિ કરતાં સર્વ સૈનિકેને યુદ્ધમાં ઉતરવાને સબળ આગ્રહ કર્યો પ્રાણ લેખાતા સેનાપતિઓને નિરાશામય ઉપદેશ આ પ્રમાણે એક વીરપુરુષને છાજે તેવી રીતે અકબરે તિરસ્કારી કાઢયો. તે સમયે તેની ઉંમર માત્ર બાર વર્ષની જ હતી. પિતાના પ્રિય પુત્રની તેજસ્વિતા, વીરતા અને ઉત્સાહ જોઈ, હુમાયુ પણ અકબરના પક્ષમાં સંમત થયો. તુરતજ પંજાબની સીમામાં એક ભયંકર યુદ્ધ થયું. બાળક અકબર, સૈન્યદળના સેનાધિપતિતરીકે સેનાને મોખરે આવીને લડવા લાગ્યો. તેણે આ લડાઈમાં એવું તો અપૂર્વ પરાક્રમ દર્શાવ્યું, કે તેનાજ એકમાત્ર ઉત્સાહથી ઉત્સાહિત થઈને સમસ્ત મોગલ લશ્કર છેવટની ઘડી સુધી ટકી રહ્યું. અકબરના અકૌકિક વીરત્વે સમસ્ત સેના ઉપર અસર કરી. અને તેઓ ત્યાંથી સંપૂર્ણ વિજયી થઈ આગળ વધ્યા અને દીલ્હી તથા આગ્રા ઉપર અધિકાર સ્થાપ્યો. આ પ્રમાણે પંદર વર્ષ પર્યત અનેક પ્રકારનાં દુઃખો સહ્યા પછી પુનઃ હુમાયુ દીલ્હીના સિંહાસન ઉપર વિરાજવા શકિતમાન થયે. (ઇસ. ૧૫૫૬ )
તેજ વર્ષે દિલ્હીમાં ભયંકર દુકાળ પડ્યો. સમગ્ર ભારતમાં ધાન્ય મળવું દુર્લભ થઈ પડયું. દહીના દુર્દેવને પાર રહ્યો નહિ. ધનને અઢળક વ્યય કરવા છતાં દિલ્હીન રહે સિીઓને અનાજ મળવું અશક્ય થઈ પડયું. અનેક લોકોએ લૂંટફાટ કરવી શરૂ કરી. રાજધાનીના નિર્જન ભાગમાં લૂટારાઓનાં ટોળેટોળાં એકત્ર થવા લાગ્યાં અને મુસાફરોને મારી નાખી નરમાં દ્વારા જઠરની જવાળાને શાંત કરવા લાગ્યાં. દુષ્કાળની સાથે મહામારીએ પણ અનેક લે કાના જીવનને નિર્દયતાપૂર્વક ભાગ લીધે.
હુમાયુ અત્યંત નિષ્ફર સ્વભાવ હતા. ભાગ્યયોગે તેને ભ્રાતા કામરાન તેના પજામાં સપડાઈ ગયે. હુમાયુએ પ્રથમ તે બહુજ આદર-સત્કાર અને
નેહ દર્શાવીને તેના મનમાં વિશ્વાસ બેસાડશે, પણ પાછળથી વિશ્વાસઘાત કરી
કામરાનને બંદીવાને કર્યો અને તેની બંને આંખો તીક્ષ્ણ સે યાવતી ફેડી નાખી ! તે એટલું જ નહિ પણ હજી જાણે વેરને બદલે લે બાકી રહ્યો હોય તેમ તેણે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Uinara, Surat