________________
માલ્યકાળ
૩૯
ના સારા સત્કાર કર્યા; અત: તેમને સુખ-શાંતિમાં રાખવાના ખદોબસ્ત કરી આપ્યા. હુમાયુએ હવે અમરકેટના અધિપતિની સંપૂર્ણ` સહાનુભૂતિ મેળવી લીધી. તે થાડા વખત રહીને અમરકાટના રાજાનું સૈન્યબળ તથા ધનખળ લતે એ હિંદુ રાજાની સાથે સમસ્ત સિ પ્રદેશ ઉપર અધિકાર મેળવવા હાર પડયા. હમીદાબેગમ અમરકેટના દુર્ગામાં સંપૂર્ણ સુખ અને સગવડમાં રહેતી હતી. તેણીએ આ સ્થાને—એક હિંદુગૃહમાં, ઇ॰ સ૦ ૧૫૪૨ ના ઓકટોબરની તારીખ ૧૫ મીએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. આ ખાળક આગળ જતાં જલાલુદ્દીન મહમદ અકબર તરીકે જગતમાં પ્રસિદ્ધ થયા. હુમાયુને માર્ગમાં આ વધામણીના સમાચાર મળ્યા. તેની પાસે અત્યારે રાજ્ય નથી, અર્થ નથી, પ્રતાપ નથી, તેથી આ મહા આન ંદોત્સવના દિવસ કેવી રીતે ઉજવવા તેના તે નિર્ણય કરી શકયેા નહિ. પુત્રજન્માત્સવ આમ શાંતરીતે પસાર થઇ જાય તે તેને કાઇ રીતે ઉચિત જણાયુ` નહિ. આ ઉત્સવના દિવસમાં મિત્રો તથા બાંધવાને શું ભેટ આપવી એને એ વિચાર કરતા હતા,એટલામાં તેને સ્મરણ થઇ આવ્યું કે જે થેાડી ઉત્તમાત્તમ કસ્તુરી મારી પાસે છે તે આ સમયે એને ઉપહાર આપ વામાં બહુ ઉપયોગી થઈ પડશે. તણે તે કસ્તુરી એક માટીના પાત્રમાં એકત્ર કરી પોતાના મિત્રોને તેજ વખતે વહેંચી આપી. પાતાના મિત્રોને આ કસ્તુરી ભેટ આપતાં સમ્રાટ હુમાયુએ કહ્યું કે:“ મારા પુત્રના જન્મોત્સવનમિત્તે માત્ર આટલી નજીવી ભેટજ આપની પાસે ધરી શકું તેમ છું. આ કસ્તુરીની સુગ ધીથી જેવી રીતે આ ગૃહ બહેકી રહ્યું છે, તેજ પ્રકારે મારા પુત્રના યશવડે સમસ્ત પૃથ્વી બહેકી રહે, એવી મારી આશા અને પ્રાર્થના છે. ' સમ્રાટ હુમાયુની પ્રાર્થના ખરેખર સફળ થઇ છે ! સસ્ક્રટ અકબરની કીતિ આજે કાઈથી અજાણી નથો !
સિધ્રપ્રદેશમાં હુમાયુની રાજ્યતૃષ્ણા સફળ થાય એવી સંપૂર્ણ સંભાવના હતી; પરંતુ હમીદા બેગમ પુત્રપ્રસવ પછી પતિના વિરહમાં વધારે વાર રહી શકી નહિ; તેથી તેણી હૃદયનુ ધન અર્થાત્ પુત્રને સાથે લઇને હુમાયુની છાવણીમાં–પાતાના હૃદયેશ્વર પાસ-આવી પહેાંચી. દંપતીયુગલના આનદના અવિધ રહ્યો નહિ; પરંતુ વિધાતાની વ્યવસ્થાપદ્ધતિ પામર મનુષ્યા કેવી રીતે સમજી શકે ? વિધાતાએ આ પ્રણયીદંપતીના સુખમય દિવસેા વધારે વાર રહેવા દીધા નહિ. ભાગ્યદેવતાએ એકાએક તેમની સ્થિતિ પલટાવી દીધી ! હુમાયુના એક મુસલમાન નાકરે અમર}ાટના હિંદુ રાજાનું એકવાર અપમાન કર્યું; પરંતુ હુમાયુએ તેને માટે કશા ઉપાય લીધે નહિ, કે તે મુસલમાન નાકરને યાગ્ય શિક્ષા આપી નહિ . આથી અમરકાટના રાજા પેાતાનું સૈન્ય લઇને ક્રોધપૂર્વક પેાતાના દેશમાં પાછા કર્યાં. હુમાયુપુનઃ નિરાશ્રય તથા નિઃસહાય થઇ પડયા. તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com