________________
૩૦.
સમ્રાટ અકબર
દાસ અને રાજા વિક્રમાદિત્યના લીલાક્ષેત્ર સ્વરૂપ માળવ દેશ તથા ઉજયિની ઈ. સ. ૧૨૩૧ પર્યત હિંદુ વાજાને આધીન હતી. ગુજરાતમાં હિંદુઓએ ઇસ ૧૨૯૭ પર્યત રાજ્ય કર્યું હતું. ઈ. સનના ચાદમા સૈકાના આરંભમાં કાશ્મીર મુસલમાનોના હાથમાં ગયું હતું. અકબરના અભ્યદયપર્યત ઉડીસા પ્રાંત હિંદુ રાજાઓને આધીન હતું. બાદાઉનીએ લખ્યું છે કેઃ “ઉડીસાના રાજાઓ અન્ય રાજાઓ કરતાં પોતાના સૈન્યબળને લીધે વધારે સુપ્રસિદ્ધ હતા.” અકબરે તે રાજાઓની પ્રીતિ પ્રાપ્ત કરવા માટે પિતાની તરફથી દૂત મોકલ્યા હતા. ઈસ. ૧૫૬૦ માં મુસલમાન રાજાઓએ ઉડીસા પ્રાંત પિતાને તાબે કર્યો. દક્ષિણનું હિંદુ રાજય-વિજયનગર ઈસ૧૫૬૫ માં પ્રથમ મુસલમાનોના હાથમાં ગયું. આ છેલ્લા હિંદુ રાજ્યની દક્ષિણ દિશામાં આવેલાં હિંદુ રાજ્ય ઇસઅઢારમા સૈકાપર્યત પોતાની સ્વતંત્રતા સાચવી રહ્યાં હતાં. મધ્યભારતની હિંદુ શકિત ઉપર પ્રથમ અકબરેજ ત્રાપ મારી હતી. એક શકિતશાળી હિંદુ રાજાએ સોળમાસૈકાના અંતપર્યત હિમાલયના પહાડી પ્રદેશમાં પિતાનો પ્રતાપ વિસ્તાર્યો હતે. તેની પાસે દશ હજાર ઘોડેસ્વારે તથા એક લાખ પાયદળ સૈન્ય હતું. રાજસ્થાન કે જે સ્વાધીનતાનું લીલાક્ષેત્ર ગણાય છે. તે રાજસ્થાનના હિંદુ રાજાઓએ પણ કવચિત કવચિત પિતાનું મસ્તક નમાવ્યું હતું, તથાપિ તેઓ ઘણા લાંબા કાળથી હિંદુશકિતની રક્ષા કરતા આવ્યા છે. બાબરે પોતે લખ્યું છે કે –“ મેં
જ્યારે દિલ્હી ઉપર અધિકાર મેળવ્યું ત્યારે દક્ષિણમાં આવેલું વિજયનગરનું રાજ્ય તથા રાજસ્થાનમાં આવેલું ચિતોડનું રાજ્ય અત્યંત બળવાન હતાં. ઉભય રાજ્યના રાજાઓ અત્યંત શકિતસંપન્ન હતા. ” અકબરના સમયપર્યત જેવપુરાધિપતિ હિંદુરાજા પાસે ૮૦ હજાર ઘેડેસ્વારોનું લશ્કર હતું. બુદેલખંડના રાજાઓ પણ તે સમયે બહુ શક્તિશાળી ગણતા હતા. અકબરના પિતાના સમયમાં પણ આસામ, કુચબિહાર, ટીપરા તથા આરાકાન આદિ પ્રદેશ પ્રબળ હિંદુ રાજાઓને આધીન હતા. જે પ્રદેશમાં મુસલમાનની સત્તા વર્તતી હતી, તે પ્રદેશમાં પણ બહુ શક્તિશાળી હિંદુ જમીનદારો તથા બળશાળી હિંદુઓ વસતા હતા. અકબરના સમયને ઈતિહાસલેખક બાદીની લખે છે કે હિંદુઓના જેવી પ્રબળ પ્રતાપવાળી એક પણ જાતિ પઠાણો તથા મોગલમાં વિદ્યમાન નથી.” બ્લેકમૅનસાહેબે લખ્યું છે કે –“ભારતવર્ષ કઈ દિવસે પણ સંપૂર્ણ રીતે મુસલમાનોને આધીન થયો નથી. ભારતના અનંત વિસ્તાર તથા અસંખ્ય હિંદુ નિવાસી સાથે મુસલમાન આક્રમણકારીઓની તુલના કરીએ તે મુસલમાનની સંખ્યા અત્યંત સામાન્ય જણાયા વિના રહે નહિ.” જનસંખ્યા પ્રમાણે જોઈએ તે એક હજાર હિંદુઓમાં માત્ર એક જણ મુસલમાન હતે.
તથાપિ હિંદુઓ એકત્ર થઈને હિંદુૌરવની પ્રતિષ્ઠા કરવા પ્રયત્નશીલ થયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com