________________
અધ:પતન
કાન્યકુબ્ધને અધિપતિ જયચંદ પૃથ્વીરાજની સામે સંગ્રામ કરવાને તૈયાર થયા અને શત્રુનું સત્યાનાશ વાળવા માટે મહમદારીને પિતાની મદદે બોલાવ્યો. ભારતવષ ઉપર વિજય મેળવવાને બહુ સારો લાગ જોઈ ઘેરી પિતાના સૈન્ય સાથે ભારતમાં આવ્યા. ગણ્યાગાંઠયા હિંદુરાજાઓ સિવાય ભારતવર્ષના એક ચતુર્થ શ જેટલા હિંદુઓ પણ પૂર્વના જુલમને યાદ કરી મહમદઘોરીની વિરુદ્ધમાં લડવાને તૈયાર થયા નહિ. પુનઃ કુરુક્ષેત્રમાં મહાન યુદ્ધ થયું. પૃથ્વીરાજ પરાજિત થયા. મહમદઘોરી ભારતમાં પઠાણ રાજ્યની સ્થાપના કરવામાં ફતેહમંદ થયે. (ઈ. સ. ૧૧૯૩. ) | મુસલમાન ઇતિહાસલેખકે પિતાના પક્ષનું વીરત્વ સિદ્ધ કરવા, ઉકત યુદ્ધમાં મુસલમાન લશ્કરની સામે અનેક હિંદુરાજાઓએ એકત્ર થઈને યુદ્ધ કર્યું હતું એ હેવાલ પિતાના ઇતિહાસમાં આપે છે, પણ તે હેવાલ અંગ્રેજ ઈતિહાસલેખકે પોતાના વિજયવર્ણનને જેવી રીતે અતિશકિતમય બનાવે છે તે જ અત્યુતિવાળો છે, એમ કહેવામાં હરકત નથી. ખરેખરજ જજે અનેક હિંદુરાજાઓ ઉકત યુદ્ધમાં એકત્ર થયા હોય તે, હિંદુઓમાં કોઈ પણ વીર પુરુષ નહિ હેવાથી મુસલમાન સેના અસંખ્ય હિંદુઓને પરાજિત કરી શકી, એમજ સ્વીકારવું પડે; પરંતુ અમે તે વાતને સ્વીકાર કરી શકતા નથી, કારણ કે અલૈકિક વીરત્વ દર્શાવવામાં હિંદુઓએ કદાપિ પાછી પાની કરી હોય એમ ઇતિહાસ કહેતો નથી. કદાચિત કઈ કઈ પ્રસંગે કેટલાક હિંદુ રાજાઓ એકત્રિત થતા હોય તે તે વાતની અમે ના પાડતા નથી, પરંતુ એ એકતા કાયમને માટે ટકી રહે એવો કોઈએ ઉપાય કર્યો ન હતો. વસ્તુતઃ દીર્ધકાળ પર્યત અક્ષભાવે રહીને સુલેહસંપૂર્વક કામ કરવાને તેઓ સમર્થ થઈ શકયા નહતા.
મનુષ્ય શું કોઈ પણ કાળે સ્વદેશદ્રોહ કરીને સુખી થઈ શકે? જયચંદે ઘેરીને બોલાવીને જે ભયંકર અગ્નિચિતા પ્રકટાવી, તે ચિતાની જ્વાળામાં પોતે અને પિતાને શત્રુ ઉભય, થોડા સમયના અંતરેજ બળીને ભસ્મીભૂત થઈ ગયા!
પઠાણેએ દિલ્હીમાં ૩૩૩ વર્ષ રાજ્ય કર્યું. વખત જતાં તેઓ પણ વંશ -પરંપરાના હકને માટે પરસ્પર આત્મકલેશ કરવા લાગ્યા; અને વિદેશી વિવિધ રાજાઓના હલ્લાઓથી પીડાવા લાગ્યા. છતાં તેઓ પિતાનું સમસ્ત બળ હજી ગુમાવી બેઠા નહેતા. પ્રસંગોપાત તેઓ નાની નાની સેનાઓ મોકલી કાંઈ છળથી તે કાંઈ બળથી, અતિ સમૃદ્ધિશાળી હિંદુ રાજાઓને પોતાના પંજામાં સપડાવતા હતા. નાનાં નાનાં રાજ્ય હસ્તગત કરવાં એ હવે તેમને માટે બહુ મુશ્કેલ કામ નહતું. ધીમે ધીમે તેઓએ હિંદુ ઉપર જુલમ ગુજારે શરૂ કર્યો.
બ્લેકમેન સાહેબે લખ્યું છે-“ હિંદુઓનું ધનૈશ્વર્યજ તેમના સત્યાનાશમાં 2. મૂળ કારણભૂત નિવડ્યું છે. હિંદુઓનું ધન તથા ઐશ્વર્ય જેઈનિજ પઠાણ
Shree Sudharmaswami Gyanonandar-Umara, Surat
www.umaragyanbhandar.com