________________
સમ્રાટ અકબર
લૂંટફાટ કરવાને લલચાયા હતા. હિંદુઓને ધર્મ તે કાળે તેમને રાજનૈતિક ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો નિષેધ કરતા હતા, અર્થાત રાજકીય કાર્યોમાં ધર્મ એ એક મહાન અંતરાયરૂપ થઈ પડયું હતું. પઠાણ રાજાઓના જુલમને લીધે હિંદુઓનાં અનેક તીર્થો નાશ પામવા લાગ્યાં. હિંદુઓને યાત્રાએ જવા પહેલાં પઠાણ રાજાઓને અમુક કર આપી અનુમતિ મેળવવી પડતી. ઈ. સ. ના ચૌદમા સૈકાના મધ્યભાગમાં પ્રત્યેક હિંદુ પરિવારને માથાદીઠ કર આપશે પડતે; અને તે પણ એવી રીતે કે જે મનુષ્ય ધનવાન લેખાતો હોય તેના ઘરમાં જેટલાં ઉંમરલાયક મનુષ્ય હોય તે પ્રત્યેક મનુષ્યદીઠ વાર્ષિક ૪૦ રૂપિયા, સામાન્ય સંપત્તિવાળા મનુષ્ય પાસેથી ૨૦ રૂપિયા, અને પ્રત્યેક દરિદ્રી મનુષ્ય પાસેથી ૧૦ રૂપિયા “જયા વેરારૂપે ” વસુલ કરવામાં આવતા. આ કર સંબંધી કાયદાને ઉલલેખ ફીરોજશાહના ઇતિહાસમાં આ પ્રમાણે છે –“રાજ્યનો કોઈ પણ અમલદાર જ્યારે પણ કર માગે ત્યારે હિંદુઓએ અતિ નમ્રતાપૂર્વક અવનત મસ્તકે તે કર આપી દે. જે કોઈ પણ મુસલમાન નેકર હિંદુઓના મુખમાં ગમે તે હલકે પદાર્થ નાખવા માગે તે હિંદુઓએ કાંઈ પણ વધે નહિ ઉઠાવતાં મુખ પહોળું કરી ઉભા રહેવું, કે જેથી તે રાજાને અમલદાર અનાયાસે પિતાની ઈચછા સફળ કરી શકે. હિંદુના મુખમાં આવી ગહિત વસ્તુ નાખવાને ઉદ્દેશ ખરાબ છે, એમ કોઈએ માનવું નહિ; પણ તારા હિંદુઓની રાજભકિતની પરીક્ષા કરવાને તથા ઇસ્લામ ધર્મની મહત્તા દર્શાવી હિંદુ ધર્મ પ્રત્યે સપષ્ટ તિરસ્કાર બતાવવાનો જ ઉદ્દેશ તેમાં સમાયેલા છે. મુસલમાન અમલદારનું આ કામ કોઈ પણ પ્રકારે અન્યાયયુકત નથી; કારણ કે ઈશ્વરે પિતે કહ્યું છે કે, તમારે કાફરો પ્રતિ તિરસ્કાર દર્શાવ.” મહમ પણ કહ્યું છે કે, “હિંદુઓને લૂંટવા, તેમજ તેઓને કાયમને માટે ગુલામ બનાવવા. તેમની હત્યા કરવાથી સ્વર્ગનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે, તેઓ શામાટે ઇસ્લામ ધર્મને સ્વીકાર ન કરે? તેમને ફરજ પાડીને પણ ઇસ્લામ ધર્મમાં શ્રદ્ધાવાળા બનાવવા.” હિદુઓ પ્રતિનિકૃષ્ટ વ્યવહાર કરવા એ આપણું ધર્મકાર્ય છે, કારણ કે હિંદુઓજ મહમદના મુખ્ય શત્રુઓ છે. જયારે લઇને હિંદુઓને છૂટા મૂકી દેવા એ બહુ અનુચિત કાર્ય છે; કારણ કે એક આબુ હાનિક સિવાય હિદુઓ પાસેથી જયા વેરે લેવાસંબંધે કોઈ સભાસદે પિતાને મત આપે નથી. સઘળા વ્યવસ્થાપકોએ એકમતે કબૂલ કર્યું છે કે “કાં તે હિંદુઓએ ઈસ્લામ ધર્મ ગ્રહણ કરે અને નહિ તે શરીરના ટુકડા કરાવવા તૈયાર રહેવું.” પાઠક! આટલા જુલમના શ્રવણમાત્રથી તારી આંખમાંથી જે આંસુ પડતાં હોય તે હજી જરા હૈયું દઢ કરી આગળ વાંચ. એક પઠાણ સમ્રાટે એક વખત કોઈ પણ પ્રકારના દોષ વગરનાં નિરપરાધી લાખે મનુષ્યોને મારી નાખ્યાં હતાં, બીજા એક પઠાણ રાજાએ એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com