________________
સમ્રાટ અકબર
લાંબાં મભૂમિનાં જંગલ ઉલંઘીને, કેટલીક વાર તાપ તથા તૃષાથી અકળાઈને, કેટલીક વાર ભૂખ-તૃષાથી મૃતપ્રાય અવસ્થામાં સપડાઈને પણ તે વિવિધ નગર તથા પ્રતિ ઉપર પુનઃ પુનઃ હલા કરવા લાગ્યો. છતાં કવચિત કઈ કઈ હિંદુ રાજા સિવાય સમસ્ત ભારતવર્ષે એકત્ર થઈ મહમદના જુલમમાંથી આત્મરક્ષા મેળવવાને લેશ પણ પ્રયત્ન કર્યો નહિ; શત્રુને તેના જુલમનો બદલો આપવાની ભારતવર્ષે હિંમત કરી નહિ. - શામાટે આટલા આટલા જુલમ સહવા છતાં ભારતવાસીઓ જાગૃત ન થયા? અલબેની પતે, તે સમયની ભારતવર્ષની શેચનીય અવસ્થાનું વર્ણન આ પ્રમાણે આપે છે –“ભારતવર્ષ અનેક નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયા છે. સર્વ કઈ પિતના સ્વાર્થનાજ વિચારમાં તલ્લીન છે. શુદ્ધ રાયે પરસ્પર યુદ્ધ કરવા સિવાય બીજું કાંઈ સમજતાં નથી; એ યુદ્ધમાં તેમની ઘણીખરી શક્તિ નાશ પામી છે. બ્રાહ્મણે પોતાની સત્તાનું રક્ષણ કરવા માટે એટલા બધા વ્યાકુળ રહે છે અને જાતિભેદને લીધે ક્રોધ તથા વૈરની લાગણીઓ એટલી બધી પ્રબળ રહ્યા કરે છે કે જે કોઈ વૈશ્ય કે શુદ્ર વેદમંત્રનું ઉચ્ચારણ કરે છે તે બ્રાહ્મણ તેના ઉપર હાથમાં તલવાર લઈને તૂટી પડે છે અને તે વૈશ્ય અથવા શુદ્રને રાજદરબારમાં હાજર કરી તેની જીભ કાપી લે છે, ત્યારેજ શાંત થાય છે.
બ્રાહ્મણોની પાસેથી રાજપને કોઈ પણ પ્રકારનો કર કે વેરો લેવામાં આવતું નથી. | હિંદુઓમાં બાળલગ્ન કરવાની પ્રથા ચાલે છે. પતિના મૃત્યુ પછી સગાં-સંબં ધીઓ સુખે નહિ રહેવા દે એમ ધારી વિધવાઓ પતિની પાછળ બળી મરે છે. હિંદુઓ હવે પિતાને દેશ તજીને દેશાંતર જતા નથી. તેઓ પિતાની જાતિ સિવાયના કોઈ પણ મનુષ્ય પ્રત્યે સન્માન દર્શાવતા નથી. તેઓ એમ સમજે છે કે“અમારા દેશના જે બીજો એકે ઉત્કૃષ્ટ દેશ આ પૃથ્વીતળ ઉપર નથી. અમારા જેવી શ્રેષ્ઠ જાતિ આ ભૂમિ ઉપર અન્ય એક પણ નથી.” તેઓ જે વિદેશમાં મુસાફરી કરતા હતા અને અન્ય જાતિઓની સાથે પરિચય રાખતા હતા, તે તેઓ પોતાના મિથ્યાભિમાનરૂપી પંજામાંથી મુક્ત થઈ શકયા હેત, અર્થાત પિતાની ભૂલ સમજી શક્યા હોત. હિંદુઓના પૂર્વપુરુષો અત્યારના હિંદુઓ જેવા સંકુચિત વિચારના નહેતા.”
મહમદ ગિજનીની બાદ લગભગ ૧૫૦ કે તેથી સહેજ વધારે વર્ષે તે વખત ગિજનીને રાજ્યાધિપતિ મહમદઘોરી પુનઃ ભારતવર્ષ ઉપર ચડી આવ્યું. દિલ્હીને અધિપતિ પૃથ્વીરાજ કેટલાક હિંદુ રાજાઓની સાથે મળીને મહમદઘોરીની સામે કુક્ષેત્રમાં યુદ્ધ કરવાને તૈયાર થયું. તેણે મહમદઘોરીને પરાજિત કરી તેના દેશમાં નસાડી મૂકે. ત્યારબાદ વળી પાછા હિંદુઓ આત્મકલહ કરવા લાગ્યા. ભારતવર્ષના ઈતિહાસનાં પૃષ્ઠો તેજ કાળે વસ્તુતઃ કલંકિત થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Sura
www.umaragyanbhandar.com