________________
અસ્તાચળે
૨૦૭
સેનાપતિ ગણાતા હતા અને તે ઉપરાંત સલીમના સસરા પણ થયા હતા. ટાઢે કહેલી ઉપલી વાત જો સત્ય હાત તા તે તેના બદલા લીધા વગર રહેત નહિ. ખુશરોજ સાધારણ ઉત્સવના દિવસ ગણાતા હતા. અંતઃપુરમાં ગોંધાઇ રહેલી રમણીઓ બિચારી બહાર નીકળને છૂટથી હરી–ફરી શકતી નહોતી, તેમજ સમાજના આનંદ–ઉત્સવમાં પણ ભાગ લઈ શકતી નહાતી, તેથી પેાતાના મિત્રાની પત્ની તથા રાજ્યના પ્રધાન પુરુષોની પત્ની, સમ્રાટની રાણીઓ તથા પુત્રીએ અને પુત્રવધૂ સાથે છૂટથી હળી-મળી શકે, કુલીન વંશની હિંદુ લલના ઉચ્ચ કુળતી મુસલમાન લલનાઓ સાથે મૈત્રીભાવ ધરાવતી થાય તથા એકબીજાના સુખદુ:ખમાં ભાગ લેવા લાગે તા ઉભય જાતિઓમાં સુલેહ—સ'પની વૃદ્ધિ થાય અને એ રીતે હિંદુ-મુસલમાનમય ભારતવષઁતુ કાણુ થાય, એટલા માટે દી દશ સમ્રાટે ખુશરાજના દિને અંતઃપુરની પાસેજ કેવળ રમણીવ`તે માટે એક મેળા ભરવાની વ્યવસ્થા કરાવી હતી. આ મેળામાં પહેરેગીરતરીકેનું કામ પણ લગભગ સ્ત્રીઓજ કરતી હતી. તે સ્ત્રીએ રમણી સિવાય કાઇ પણ મનુષ્યને અંદર હાજર થવા દેતી નહાતી. સમ્રાટની માતા, સમ્રાટની ધાત્રી, સમ્રાટની અનેક સ્ત્રીએ, કેટલીક પુત્રી, કેટલીક પુત્રવધૂએ તથા ખીજી અનેક સગી સબધી સ્ત્રીઓ તેમજ તેમની અગણિત દાસી વગેરે ત્યાં હાજર રહેતી. રાજ્યના મુસલમાન–પ્રધાન પુરુષોની સ્ત્રી તથા કન્યાઓનાં ટાળેટાળાં ત્યાં હાજર થતાં. રાજપૂત લલનાઓ પણ અનેક સખીઓની સાથે ઉક્ત મેળામાં આવતી, એમ જશુાવવામાં આવે છે. આ સ્થળે સ્ત્રીઓજ માત્ર દુકાનેામના સામાન વેચવા ખેસતી અને અન્ય સ્ત્રીએ પેાતાની ઈચ્છાનુસાર તે ખરીદ કરતી. સંખ્યાબંધ સ્ત્રી આ મેળામાં પુષ્કળ ખર્ચ કરતી. કેટલીક રમણીએ આ સ્થળે એકત્ર થઈને પરસ્પરમાં વાર્તાલાપ કરી પુત્રી કે કન્યા વગેરેનાં લગ્ન કે વેવિશાળા માટે નિયા પણ કરી લેતી; અર્થાત્ માતાને પેાતાના પુત્રા કે કન્યાઓનાં સગપણુ કરવા માટે આ સ્થળે બહુ સારા પ્રસંગ મળો. હવે આ સ્થળે આપણે એટલુંજ વિચારવાનું છે કે જે મેળામાં સમ્રાટની પોતાની પુત્રવધૂઓ, પેાતાનીજ પુત્રીએ તથા પોતાના મિત્રાની અને સગા-સબંધીઓની પત્નીએ હાજર થતી હાય, તેમજ જે મેળામાં પોતાની તીર્થં સ્વરૂપ માતુશ્રી પણ હાજર રહેતી હાય, તે મેળામાં દિલ્હીશ્વર જેવા નરપતિ કૃત્રિમ વેશ ધારણ કરીને પ્રવેશ કરે, એ વાત શું માનવામાં આવી શકે તેવી છે? ધારા કે એકવાર તેણે ત્યાં પ્રવેશ કર્યાં હાય અને કાઇ રમણી ઉપર બળાત્કાર કર્યાં હાય, તા શું હિંદુ તથા મુસલમાન ગૃહસ્થા પાતાની પ્રાણપ્રિય સ્ત્રીઓ તથા કન્યાઓને ખીજીવાર ત્યાં માલવાને તૈયાર થાય ખરા ? ખરેખરજ, જો સમ્રાટ અક્બર આ મેળાના દુરુપયેાગ કરતા હોય તે એ મેળા દરવષે ભરાય અને કાઇ પણ પ્રકારના વિધ વગર કૃતેહમદીથી સમાસ થાય;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com