________________
૩૦૮
સમ્રાટ અકબર
એ શું તે સમયની પરિસ્થિતિ જોતાં બનવા લાગે છે? રાજપૂત તથા મુસલમાન અમાત્ય આ ભયંકર અન્યાય મૂંગે મોઢે જોયા કરે, એ શું વિશ્વાસગ્ય લાગે છે? ખરી વાત તે એજ છે કે, અંતઃપુરમાં રહેતી સ્ત્રીઓ આવા મેળામાં આટલી છૂટથી હરે ફરે એ વાત તે સમયના છેડા-ઘણું અનુદાર હિંદુઓ તથા મુસલમાનેથી સહન થઈ શકી નહોતી અને તેથી જ તેમણે આ મેળાને ભયંકર રૂપ આપ્યું હોય, તે તેમાં નવાઈ નથી. વર્તમાનકાળે પણ હિંદુ સ્ત્રીઓને રાજમાર્ગ ઉપર પસાર થતી જોઈ તથા તેના પગમાં રહેલા જોડા વગેરેને જોઈ શું કેટલાક કૂપમંડૂકે તેમની મશ્કરી નથી કરતા? સ્ત્રીઓને સ્વાધીનતા આપનારી અંગ્રેજીસભ્યતાની શું હજી પણ જૂના વિચારવાળાઓ નિંદા નથી કરતા? અકબરના ઉક્ત મેળાસંબંધે પણ તે સમયે તેમજ બન્યું હોય એમ અમને લાગે છે. બાદાની જેવા અનુદાર મુસલમાન ઐતિહાસિકને પણ ભારે ખેદપૂર્વક લખવું પડયું છે કે
સમ્રાટે ઈસ્લામ ધર્મને નાશ કરવાની ઇચ્છાથી જ અંતઃપુરના અંધારા ખૂણામાં પડી રહેતી મુસલમાન કુળવધૂઓને આ મેળામાં એકત્ર કરવાને બદબસ્ત કર્યો હતો.” બાદાઉની જેવાના ઉપર કહ્યા તેવા આક્ષેપમાં લેકે મીઠું મરચું ભભરાવે તે તેમાં શું આશ્ચર્ય પામવા જેવું છે? હિંદુઓ પિતાની સ્ત્રીઓને મુસલમાન સ્ત્રીઓ સાથે પરિચિત કરવા ઈચ્છતા ન હોય અને એટલા માટે જ તેમણે અકબરને શ્યામરૂપે ચીતર્યો હોય, તે તે શું અસંભવિત છે? અકબરના જેમ અનેક મિત્રો હતા, તેમ દુશ્મનો પણ અનેક હતા. તેઓ સમ્રાટની આવી સુધારક પ્રવૃત્તિને તિરસ્કારી કહાડવા નવી નવી મુળ વગરની અફવાઓ ફેલાવે તે શું તે સંભવિત નથી? આપણે અત્યારસુધી જોતા આવ્યા છીએ કે બાદમાઉનીએ અકબરની નિંદા કરવાને એક પણ પ્રસંગ હાથમાંથી જવા દીધો નથી. જે તેને આ મેળાસંબંધે વિશેષ મહત્ત્વની વાત માલૂમ પડી હેત, તે તે જરૂર પિતાના ઇતિહાસમાં મોટા-કાળા અક્ષરે લખ્યા વગર રહેતા નહિ. તેને તે “આવા મેળાવડે સમ્રાટ ઇસ્લામધર્મને નાશ કરવા ઇચ્છતા હતા,” એવો આક્ષેપ કરીને જ સંતોષ પકડે પડયો છે.
બાદાઉની લખે છે કે –“ હિંદુ સંન્યાસીઓએ સમ્રાટને બહુજ અલ્પ પ્રમાણમાં સ્ત્રી સહવાસ રાખવાની ભલામણ કરી હતી, એટલા માટે તે અંતઃપુરમાં બહુજ થતું રહ્યા કરતે હતે.” અબુલફઝલ લખે છે કે –સમ્રાટ કહે કે
જે જ્ઞાન મને હમણું મળ્યું તેજ જ્ઞાન જે મને લાંબા સમય પહેલાં મળ્યું હતું તે હું આ મારા સામ્રાજ્યમાંની કઈ કન્યાનું પાણિગ્રહણ કરત નહિ; કારણ કે સામ્રાજ્યમાંની સઘળી સ્ત્રીઓ રાજાની પુત્રીવત જ ગણાય છે. રાજા સર્વને પિતા છે, રાજાએ પિતાની પુત્રીવત કન્યા સાથે લગ્ન કરવું ન જોઈએ, એ ઉપદેશ મને બહુ મેડે મળ્યો.” સમ્રાટે દેશની દુનતિ દૂર કરવા વેશ્યા
એને માટે એક જુદુજ સ્થાન રખાવ્યું હતું અને તે સ્થાનનું નામ સમ્રાટે Shree Sudharmaswami Gya bhandar-Umara, Surat
www.umaragyanbhandar.com