________________
૩૦૬
સમ્રાટ અકબર
કારણનો નિર્ણય કરી શક્યા નહિ, તેથી નિંદાએ સલીમ ઉપર આક્ષેપ મૂકયા અને સમ્રાટને ઝેર આપવામાં અવ્યું છે, એવી અફવા ઉડાડવા માંડી.” વળી અન્ય સ્થળે તેજ લેખક લખે છે કે:-“ સલીમ કદાચ મને પિતાને ઝેર આપે, એવી શંકા સમ્રાટના હૃદયમાં નિરંતર રહ્યા કરતી હતી.” વહીલર સાહેબ લખે છે કે –“સલીમની ઉશ્કેરણીથી જ વૈદ્યોએ અકબરને ઝેરની ગોળી આપી હતી, એવી શંકા કઈ રીતે દૂર થઈ શક્તી નથી.” ટડ સાહેબ અકબરના મૃત્યુનું જૂદુજ કારણ દર્શાવે છે. તે લખે છે કે:-“અકબર માનસિંહની પ્રબળતા જોઈ મનમાં બળ્યા કરતા હતા. આથી તેણે માનસિંહને મારી નાખવાની ઈચ્છાથી ખાણામાં ઝેર ભેળવ્યું, પરંતુ એ ઝેરવાળું ભોજન માનસિંહને ન આપતાં પોતે જ ભૂલથી ખાઈ ગયો; આથી તે અકાળે મરણને શરણ થયો.” હવે આમાંથી કેની વાત ઉપર વિશ્વાસ રાખવો? કાઉન્ટ ઑફ નોવર લખે છે કેઃ “ટડે અકબરના મૃત્યુનું જે કારણ શોધી કહાડયું છે, તેની સામે વધે લઈ શકાય તેમ નથી.”
વળી ટૌડ સાહેબ લખે છે કે –“સમ્રાટે ખુશરોજના મેળામાં અનેક સારા કુળની રાજપૂત રમણીઓનું સતીત્વ નષ્ટ કર્યું હતું. વધારામાં તે જણાવે છે કે“ખુશરોજના ઉત્સવ સમયે અંતઃપુરની પાસે જ એક મેળો ભરવામાં આવે અને ત્યાં માત્ર સ્ત્રીઓ જ પ્રવેશ કરી શકે એ બદોબસ્ત રાખવામાં આવતા. વણિક ગૃહસ્થની સ્ત્રીઓ પોતપોતાના દેશની વેચવાયોગ્ય વસ્તુઓ લઈને ત્યાં હાજર થતી અને સમ્રાટના અંતઃપુરમાં રહેતી દાસીઓ વગેરે તે વસ્તુઓ ખરીદ કરતી.” અબુલફઝલ કહે છે કે –“સમ્રાટ તે મેળામાં કૃત્રિમ વેશ ધારણ કરી પ્રવેશ કરતે અને ત્યાં વેચવાયેગ્ય વસ્તુઓની કિંમત જાણી લેવા પ્રયત્ન કરત; તેમજ પિતાના સામ્રાજ્યમાં કેવી વ્યવસ્થા ચાલે છે, તથા રાજ્યના નેકરે સંબંધે કેવા પ્રકારની નગરચર્ચા ચાલે છે, તે જાણી લેતે હતે.” અબુલફઝલે ખુશરોજના મેળાનું જે વર્ણન કર્યું છે, તેના વાચનથી એમ ચોક્કસ લાગે છે કે ટીડ સાહેબે ખુશરોજસંબંધી જે હકીકત પોતાના ગ્રંથમાં લખી છે, તે હકીકત તેણે અમુલફઝલના ગ્રંથમાંથી જ પ્રાપ્ત કરેલી હોવી જોઈએ; પરંતુ સમ્રાટ અકબર કૃત્રિમ વેશ ધારણ કરી રમણવર્ગમાં પ્રવેશ કરતા, એવા આશયની વાત મૂળ ગ્રંથમાં મુદ્દલ જણાતી જ નથી. વળી ટેંડ સાહેબ લખે છે કે –“ ઉક્ત મેળામાં સમ્રાટે પૃથ્વીરાજની સ્ત્રીનું સતીત્વ નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેમાં તે નિષ્ફળ નિવડે હતા; તેમજ પૃથ્વીરાજના વડીલ ભાઈ રાયસિંહની સ્ત્રીનું સતીત્વ લૂંટવાને પણ સમ્રાટે પ્રયત્ન કર્યો હતો અને તેમાં તે સફળ નિવડે હો.” અમને આ વાતમાં લેશ પણ વિશ્વાસ નથી. ટેડના મત પ્રમાણે પૃથ્વીરાજ એ સમ્રાટને એક મિત્ર
તથા પાચર (સાથે રહેનાર-કપેનિયન) હતા. રાયસિંહ બીકાનેરને એક મહાS શક્તિશાળી નૃપતિ હતા, સમ્રાટને પરમ મિત્ર હો, મેગલ સામ્રાજયને એક મુખ્ય
Shree Sudharmaswami Gyanthandar-Umara, Surat
www.umaragyanbhandar.com