________________
અસ્તાચળે
૩૦૫
મેં તેની પાસેથી મેળવી લીધી. પછી હું તે ગૃહસ્થને મળ્યો અને ઉક્ત ગ્રંથ માટે માગણી કરી. બહુ આશ્ચર્ય પામવા જેવું છે કે તેમણે તે શેનાં નામ પણ પૂર્વે કદાપિ સાંભળ્યાં નહેતાં; અર્થાત તેમની પાસે ઉકત ગ્રંથોમાં એક પણુ ગ્રંથ નહેતા અને નથી, એમ તેમણે કબૂલ કર્યું. તે સિવાય જેટલાં પુસ્તક મને મળી આવ્યા તેમાં ઉક્ત ગ્રંથકારે જે જે વાત જણાવી હતી તેને ટેકો આપે એવી એક પણ વાત મને મળી નહિ; અર્થાત મૂળ પુસ્તકને આધાર લઈ જવાત સિદ્ધ કરવાને તેણે પ્રયત્ય કર્યો હતો, તે પૈકીની એક પણ વાત મૂળ પુસ્તકમાં નહતી.” આવા સંગોમાં એક મહાપુચ્છનું જીવન કલંકથી છવાયેલું રહે તે તેમાં શું આશ્ચર્ય ?
અકબર પિતાની બાલ્યાવસ્થામાંથીજ અતિ દયાળુ તથા સઘળા ધર્મો પ્રત્યે સમદષ્ટિ રાખનારે હતો, એ વાત અમે આ ગ્રંથમાં એકથી અધિકવાર કહી ચૂક્યા છીએ. બાદાઉનીએ જે કે અકબરની નિંદા કરવામાં બાકી રાખી નથી, છતાં તેને પણ લખવું પડયું છે કે –“કોઈ પણ મનુષ્યને ધર્મની ખાતર હેરાન કરવામાં ન આવે, એવો તેણે નિયમ કર્યો હતો. જેની મરજીમાં આવે તે ગમે તે ધર્મ સ્વીકારી તથા ત્યજી શકતા હતા. અકબરના સમયમાં સઘળાં મનુષ્યો પિતપતાની ઇચ્છાનુસાર મજીદમાં, મંદિરમાં કે દેવળમાં જઈ શકતાં હતાં. ગમે તેને મજીદ, દેવળ કે અગ્નિમંદિર તૈયાર કરવાને સમાન હકક હતા. ” અબુલફઝલે આ એકની એક વાત પુનઃ પુનઃ પોતાના ગ્રંથમાં રજુ કરી છે. મુસલમાન
ઐતિહાસિકે લખે છે કે- એક મુસલમાન નોકરે એક હિંદુ–મંદિર તેડાવી નાખ્યું હતું, તેથી સમ્રાટે તેના પ્રત્યે સખ્ત ક્રોધ કર્યો હતો. ” તેજ લેખકે જણાવે છે કે-“પ્રથમના સમયમાં મુસલમાને તરવારના બળથી પિતાના ધર્મને ફેલાવો કરતા હતા, એટલા માટે અકબર પ્રસંગોપાત તેમની નિંદા કરતે અને કહેતો કે ધર્મથે તરવારને ઉપયોગ કરે, એ બહુજ નિષ્ફર કાર્ય છે. ” બ્લેક મેન સાહેબ લખે છે કે –“નાનપણથી જ સમ્રાટ અકબર સર્વ ધર્મોપ્રત્યે સમાનભાવ દર્શાવતો હતો.” એફીન્સ્ટન સાહેબ લખે છે કે –“અકબરે રાજ્યની લગામ પિતાના હાથમાં લીધી ત્યારથી જ તેણે સર્વ ધર્મોપ્રત્યે સમદર્શિતા બતાવવાનો પ્રારંભ કર્યો હતો. તેના પ્રત્યેક કર્તવ્યમાં ધર્મ પ્રત્યેની સમાનભાવના સ્પષ્ટ થઇ આવે છે.” પ્રસિદ્ધ ઐતિહાસિકેના એકમતથી વિરુદ્ધ પડી ટોડ સાહેબ જે એમ જણાવે છે કે;-“અકબરે શિવમંદિરમાં પણ કુરાન વાંચવાને હુકમ કર્યો હતો;” અને વહીલર સાહેબ જે એમ જણાવે છે કે:-“અકબરે અનેક મજીદે તેડી નખાવી હતી અને કેટલીક મજીદને અશ્વશાળારૂપે વાપરવા માંડી હતી ” એ વાતે કેટલે અંશે સત્ય હેવી જોઈએ, તેનો નિર્ણય પાઠકેએજ કરી લે.
બાદાઉની લખે છે કે:-“સમ્રાટને યકૃતમાં વેદના થવા લાગી હતી. વેલો તેના
સ, મ, ૨૦. Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com