________________
૩૦૪
સમ્રાટ અકબર
એમ પણ લખ્યું છે કે –“ અકબરને ક્રિશ્ચિયન ધર્માવલંબી એક સ્ત્રી હતી, તેથી તેણીને રાજી રાખવા તે ક્રિશ્ચિયન ધર્મને ટેકે આપતે.” કિન સાહેબ લખે છે – આ વાત છેક અસત્ય છે. અકબરને ક્રિશ્ચિયન ધર્માવલંબી એકકે સ્ત્રી નહતી. ફિરિસ્તા લખે છે કે કેટલાક રાજપૂત લૂંટારાઓએ એકત્ર થઈને માત્ર પૈસાના લેભથીજ અબુલફઝલનું ખૂન કર્યું હતું. કઈ કઈ લેખક સલીમ પ્રત્યેના દ્વેષભાવથી જે એમ કહે છે કે સલીમેજ રાજપૂત લૂંટારાઓને પૈસાને લેભ આપી તેમની દ્વારા અબુલફઝલનું ખૂન કરાવ્યું હતું, તે વાત અસત્ય છે.” ફિરિસ્તાએ સલીમને બચાવ કરવાને જે પ્રયત્ન કર્યો છે તે નિરર્થક નિવડે છે, એ વાત અમે પૂર્વે જણાવી ગયા છીએ. અબુલફઝલનું ખૂન કરનારાઓએ અબુલફઝલની ધન-સંપત્તિને સ્પર્શ સરખે પણ કર્યો નહોતો. ફિરિસ્તા કહે છે, તેમ જે તેમણે ધનની ખાતર અબુલફઝલનું ખૂન કર્યું હોય, તે તેઓ તેની કિંમતી સંપત્તિને શામાટે લૂંટી ન જાય ? એ પ્રશ્નને સંતોષકારક ઉત્તર મળતો નથી. વળી બીજી તરફ જતાં સલીમે પોતે પિતાના જીવનચરિત્રમાં એ વાતને ખુલ્લી રીતે સ્વીકાર કર્યો છે કે –“ વીરસિંહે મારી આજ્ઞા પ્રમાણેજ અબુલફઝલને મારી નાખ્યું હતું અને તેનું મસ્તક મારી પાસે અલાહાબાદ ખાતે મેલી દીધું હતું.” આવી આવી અનેક બાબત છે કે જેનું વર્ણન કરવા બેસીએ તે બહુ લંબાણ થઈ જાય. નિજામુદ્દીન અહમદ કૃત “તબકાતે અકબરી” નામના પુસ્તકની એક હસ્તલિખિત પ્રતમાં જે વાત નથી મળતી તે અન્ય હસ્તલિખિત પ્રતમાં મળી આવે છે અને અન્ય હસ્તલિખિત પ્રતમાં નથી હોતી, તે વાત પ્રથમ પ્રતમાં મળી આવે છે. “તવારિખ માગી ” નામના ગ્રંથ સંબંધે પણ એ જ ગોટાળે છે. આવા ઐતિહાસિક શ્રમના સંબંધમાં એક વાત અમારા વાચકને આનંદ સાથે ઉપદેશ આપનારી થઈ પડશે, એમ ધારી અમે તે અત્રે ઉતારી લઈએ છીએ. ઇલિયટ સાહેબ મુસલમાન અતિહાસિકની સમાલેચના કરતાં પિતના ગ્રંથની ભૂમિકામાં આ પ્રમાણે લખે છે-“કેટલાંક વર્ષો પહેલાં આગ્રા શહેરમાં મેગલ સમ્રાટ સંબંધી એક પુસ્તક પ્રકટ થયું હતું. ઉકત પુસ્તકકારે જે જે અન્ય પુસ્તકોમાંથી પ્રમાણુસ્વરૂપ વિષય પ્રાપ્ત કર્યા હતા, તે તે પુસ્તકને ઉલ્લેખ પણ તેણે પિતાના પુસ્તકમાં કર્યો હતો. મેં તે ગ્રંથકારને પૂછ્યું કે જે જે પુસ્તકોના આધારે તમે આ ગ્રંથ તૈયાર કર્યો છે, તે પુસ્તકે મને અવેલેકનાથે મળી શકશે? તેણે ઉત્તરમાં જણાવ્યું કે તેમાંના કેટલાંક પુસ્તકા મારી પાસે હતાં ૫ણું પાછળથી મેં મારા એક મિત્રને આપી દીધા છે; બાકીના કેટલાક ગ્રંથો હું મારા મિત્રો અને સંબંધીઓ પાસેથી લાવ્યો હતો, તે તેમને પાછાં સંપી દીધાં છે, કેટલાક પુસ્તકા તે ખવાઈ પણ ગયાં છે.” ત્યારબાદ તેણે કયા કયા ગૃહસ્થને ગ્રંથે પાછા સોંપી દીધા હતા તે તે ગૃહસ્થોનાં નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com