________________
. અસ્તાચળે
૩૦૧
તે ખોટું નથી ! . - આ પ્રમાણે ભારતના એક પુરુષને હિંદુ-મુસલમાન- સંમિલિત કરતાં અને જગતમાં પિતાની જન્મભૂમિને મહાશક્તિશાલિની બનાવતાં બનાવતાં દેહત્યાગ કર્યો. અકબરમાં કોઈ પણ પ્રકારના દેષજ નહેતે, એમ અમે કહેવા માગ તા નથી અને કહી શકાય પણ નહિ. મનુષ્ય ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ તે સર્વ પ્રકારે મનુષ્ય મટીને દેવ બની શકતો જ નથી; છતાં અમે એટલું તે કહીએ છીએ કે અકબરના દોષો સાથે જે તેના સશુણેની તુલના કરવામાં આવે તે તે ભારતવર્ષનું એક મહાઉજજવળ નરરત્ન હતું. તેની સતપ્રવૃત્તિઓને વિચાર કરવાથી સ્વાભાવિકરીતેજ આપણું મસ્તક પર માન અને ભક્તિપૂર્વક નમ્યા વગર રહેતું નથી. કેટલાક કહે છે કે અકબર તે મનુષ્યરૂપે એક રાક્ષસ હતે. અમે આવા આક્ષેપ ભારે ખેદપૂર્વક સાંભળ્યા છે, પણ એમાં બહુ આશ્ચર્ય પામવા જેવું નથી; કારણકે જગતમાં આજપર્યત જેટલા મહાપુરુષોએ જન્મ લીધે છે તેમની કેઈ ને કોઈ વ્યક્તિ કે કેઈ ને કાઈ પ્રજા નિંદા કર્યા વગર રહી નથી. મહાપુરુષોને સમાજ કે જાતિ તરફથી થોડી વા ઘણી નિંદા કે આક્ષેપ સહન કર્યા વગર ચાલતું જ નથી. જેથી અકબર એક મહાપુરુષ હતો એમ માન્યા પછી તેના શિરે આવેલા આક્ષેપો અમને બહુ આશ્ચર્યકારક લાગતા નથી. તેણે જ્યારે એક મહાપુરુષને છાજતી સત્કાતિ પ્રાપ્ત કરી છે, તે પછી એક મહાપુરુષને છાજતી અપકીતિ પણ શામાટે ન કહેવી જોઈએ ! છેલ્લાં કેટલાંક વર્ષો થયાં અમે (બંગાળી મૂળ લેખક) અકબરના જીવનચરિત્રવિષે અભ્યાસ, મનન અને અવલોકન કરતા આવ્યા છીએ, જે સર્વના પરિણામે અમને એ વિશ્વાસ બંધાય છે કે અકબરની ઉપર જે આક્ષેપ મૂકવામાં આવે છે તેમાં સત્યાંશ નથી. અમે ધીમે ધીમે હવે એજ વાત સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીશું.
કઈ એક ગ્રંથમાં અમુક પ્રકારની હકીકત મળી આવતી હોય તે તે વિનાવિચાર્યું સ્વીકારી લેવી, એ બુદ્ધિમાનેને માટે યોગ્ય નથી. બાદાલની લખે છે કે –
બહેરામખાંએ ઢાબેિગનું ખૂન કરવા પહેલાં અકબરની એક પ્રકારે મંજરી મેળવી લીધી હતી. ” ફિરિસ્તા લખે છે કે-“બહેરામખાંએ અકબરને કહ્યું કે તમે અત્યંત દયાળુ છે, તેથી કદાચ તમે ઢાડિબેગને ક્ષમા આપત, એમ ધારી મેં આપને જણાવ્યા વગર જ એનું ખૂન કરી નાખ્યું છે.” આ વાત સાંભળી એકબર એકાએક ધ્રુજી ઉઠશે, તેનું શરીર કંપવા લાગ્યું. અહમદ યાદગાર લખે છે કે –“ અકબરે બહેરામખાંની આજ્ઞાને માન આપી, એક ઝટકે મારી હેમુનું મ
સ્તક તેના અપવિત્ર શરીર ઉપરથી ઉડાડી મૂકયું.” અબુલફઝલ, ક્રેઝી, શરહિંદી
તથા બાદોઉની વગેરેએ લખ્યું કે અકબરે હેમુના શરીર ઉપર અજવાત કરવાની - અનિચ્છા જણાવી, તેથી બહેરામે પિોતેજ હેમુનું મસ્તક છેદી નાખ્યું. કોઈ કાઇએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com