SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સમ્રાટ અકબર આઘાતથી શિથિલ થતું જોઈ, રોદન ન કરે તે બીજું શું કરે ? હજારો મનુષ્ય બહાર આંગણામાં રહ્યાં રહ્યાં આંખમાંથી આંસુની ધારા વહેવડાવી રહ્યાં છે. દિનમણિ સૂર્ય પણ સમ્રાટની શોચનીય સ્થિતિ નિહાળી અથવા તે ભારતવર્ષની ભવિષ્યત શોચનીય સ્થિતિની કલ્પના કરી ગમગીનીમાં ગરક થઈ ગયો છે. તે પણ જલદી જલદી પિતાને પ્રવાસ પૂરો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે ! સાંજ પડી. પશ્ચિમ આકાશમાં રકતવણી પ્રભા પ્રકટ થઈ. ભારતભૂમિ જાણે સમ્રાટ અકબરને વિયાગ થશે, એમ ધારી શેકથી વિહવલ થઈ પિતાનાં કંકણવતી કપાળને ફૂટી રહી હોય અને લલાટમાંથી લેહીની ધારા વહેવડાવી રહી હોય, તેમજ સહસ્ત્ર પક્ષીઓના કંઠઠારા પિતાના અંતઃકરણનું દુઃખ દર્શાવી રહી હોય, તે ભાસ થવા લાગ્યો. ધીમે ધીમે ભયંકર અંધકારમયી રાત્રીએ પ્રબળ રૂપ ધારણ કર્યું. ભારતભૂમિએ દુઃખના ભારથી છેક હતાશ થઈ ઘેર સ્પામ વસ્ત્રવડે પિતાનું શરીર ઢાંકી દીધું. તેણીની આંખમાંથી ઝાકળરૂપી અશ્રુબિંદુઓ ટપકવા લાગ્યાં. તરફ સ્મશાન જેવી શાંતિ પ્રસરી ગઈ. આજે સમસ્ત આગ્રા નગરી શેક અને ખેદથી છવાઈ ગઈ છે ! સલીમ, પિતાના અમાત્યોને સાથે લઈ અકબરના ચરણતળે અંતે હાજર થયે. સમ્રાટની અંતિમ અવસ્થા નિહાળી સલીમનું પાષાણમય હૃદય પીગળી ગયું ! તેના કઠોર હૃદયમાં કરુણાને અને ભકિતનો સંચાર થશે. તે પિતાના પિતાનાં ચરણોને પકડી પિતૃવિયેગની આશંકાથી રુદન કરવા લાગ્યા. સમ્રાટનો આજ્ઞાને માન આપી એક રાજપુરુષે સમ્રાટની તલવાર, રાજકીય પિપાક તથા રાજમુકુટ વગેરે સલીમને અર્પણ કર્યા. છેવટે અકબરે ત્યાં એકત્ર થયેલા સઘળા અમાત્ય તથા સભાસદોને સલીમના ભૂતકાળના સમસ્ત અપરાધે માફ કરવાની ભલામણ કરી છેવટની વિદાયગીરી લીધી. ત્યારબાદ સમ્રાટે લાંબા શ્વાસોચ્છવાસ લેવા માંડયા અને એ પ્રમાણે તેને જીવનદીપ બુઝાવા લાગ્યો. સમ્રાટ અકબરે ૬૭ વર્ષની વયે, પ્રાયઃ ૫૦ વર્ષપર્યત રાજ્ય ભોગવી પ્રાણત્યાગ કર્યો. હતભાગિની ભારતભૂમિએ પુનઃ ઘોર અંધકારમાં પિતાનું મુખ છુપાવ્યું ! બીજે દિવસે સમ્રાટનો મૃતદેહ શણગારવામાં આવ્યો અને સમારેહપૂર્વક સીકંદ્રાખાતે પહોંચતે કરવામાં આવ્યો. સલીમ પણ પિતાની પાલખી ઉંચકીને થડે દૂર ગયો અને બાકીને માર્ગ અમાત્યોએ પૂરો કર્યો. અસંખ્ય હિંદુમુસલમાને ઉઘાડે મસ્તકે તથા ઉઘાડે પગે, દુઃખિત અંતઃકરણપૂર્વક રોશન કરતા કરતા પિતાના પ્રિય સમ્રાટની પાછળ સમાધિમંદિરપર્યત ગયા હતા. સીકંદ્રા ખાતે એક રમણીય ઉદ્યાનમાં બહુ સન્માનપૂર્વક સમ્રાટના દેહને સમાધિસ્થ કરવામાં આવ્યું. ભારતવર્ષની ઉન્નતિની આશા તથા ઇચ્છા અને સ્વદેશહિતૈષિતાને પણ તેજ પ્રસંગે અકબરના દેહની સાથે ઉંડી દાટી દેવામાં આવી, એમ કહીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034544
Book TitleMahan Samrat Akbar
Original Sutra AuthorN/A
AuthorBankimchandra Lahidi
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1925
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size89 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy