________________
ર૯૮
સમ્રાટ અકબર
કશું સંતોષકારક પરિણામ આવ્યું નહિ. છેવટ સુધી દાનીઆલ પિતા પાસે આગ્રા ખાતે હાજર થયા નહિ; પરંતુ જે સ્થળે રહીને વેચ્છાચારપૂર્વક વતી શકાય તેજ સ્થળે મોજમજામાં દિવસો વીતાવવા લાગ્યો. અંતે સમ્રાટે રાજ્યના સઘળા નોકરને એવી આજ્ઞા કરી કે જે કોઈ દાની આલને દારૂ લાવી આપશે તેને દેહાંતદંડની સખ્ત સજા કરવામાં આવશે; પરંતુ આથી પણ દાનીઆલને સ્વભાવ સુધર્યો નહિ. દંડનો ભય આવા સંજોગોમાં કયાંસુધી કૃતકાર્ય થઈ શકે ? દાનીઆલે બહુજ આજીજી અને કાલાવાલાપૂર્વક, પુષ્કળ ઇનામની લાલચ આપી એક નેકરને નિત્ય દારૂ લાવવાના કામમાં નિયુકત કર્યો. તે પિતાની પાઘડીમાં દારૂનું પાત્ર છુપાવીને દાની આસ પાસે હાજર થવા લાગ્યા. આ હકીકત સહેજસાજ જાહેરમાં આવી કે તરતજ તેણે પાઘડીમાં દારૂ છુપાવવાનું મૂકી દઈ, દાનીઆલની એક પ્રિય બંદુકમાં દારૂ ભરીને તે બંદુક દાનીઆલ પાસે લઈ જવાનું શરૂ કર્યું, કુમાર તે બંદુકને બહુજ ચાહતે હતો. દાનીઆલ આ બંદુક વગર મૃગયા રમવા નું કદાપિ પસંદ કરે નહિ; તેથી તેણે આ બંદુકનું “મૃત્યુ” નામ રાખ્યું હતું અને સર્વદા તે પિતાની સાથેજ રાખત. બંદુક ઉપર તેણે એવા આશયની એક કવિતા પણ કોતરાવી હતી કે-“મૃગયા રમતીવેળા આ બંદુક મારી પાસે હોય છે, ત્યારે મને કેટલે બધે આનંદ થાય છે ! પરંતુ તે મૃત્યુ નામની બંદુક ! તારા કાર્યની સફળતા સાથે એક પ્રાણીને પ્રાણુનાશ સર્વદા જોડાયેલે જ રહે છે. તું જેના ઉપર સફળતા મેળવે છે, તેને બિચારાને યમપુરીમાં પ્રયાણ કરવું પડે છે.” કુમારે જ્યારે આ કવિતા બંદુક ઉપર કોતરાવી હશે, ત્યારે તેને એ સ્વખે પણ ખ્યાલ નહિ આવ્યો હોય, અરે ! એવી કલ્પના પણ નહિ થઈ હોય કે એ કવિતાની સાર્થકતા તેના પિતાના મૃત્યુતારાજ સિદ્ધ થશે! “મૃત્યુ ” બંદુકમાં નિત્ય દારુ લાવવામાં આવે છે અને દાનીઆલ તેનું નિત્ય પાન કરે છે, એ વાત ઘણા લાંબા સમય સુધી પ્રકટ થઈ નહિ. સમ્રાટ અકબરની આજ્ઞા એક બાજુએજ પડી રહી ! કુમાર દારૂની લતમાં દિવસે દિવસે ખુવાર થવા લાગ્યા. છેવટે બંદુકમના દારૂએ કુમારનું શરીર છેક નિર્બળ અને નિસ્તેજ કરી દીધું ! કાળક્રમે દારૂના હદ ઉપરાંતિના ભારને લીધે દાનીઆલનું દેહરૂપી નાવ કાળરૂપી મહાસાગરમાં ડૂબી ગયું !
સમ્રાટ અકબરની તબીયત હવે જેવી જોઈએ તેવી ઠીક રહેતી હતી, તેવામાં કુમાર દાનીઆલના મૃત્યુસંબંધી સમાચાર મળતાં તેના આરોગ્યને ભયંકર આઘાત થયે. પુત્રશોકથી તેનું હદય ચીરાઈ જવા લાગ્યું. સલીમ સિવાય અન્ય પુત્ર હવે રહ્યો નહિ. દાનીઆલ સુધરશે એવી આશા રાખી હતી તે પણ ઉડી ગઈ ! દાનીઆલ છવો હતો, ત્યારે સલીમને રાજગાદી માટે કિંચિત શંકા રહ્યા કરતી હતી, પણ હવે તે તે શંકા પણ દૂર થઈ. સલીમે વિચાર કર્યો કે
Shree Sudharmaswami'Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com