________________
અસ્તાચળે
ભારતનું સિંહાસન હવે મને જ મળશે એમાં શંકા રહી નથી. દાનીઅલરૂપી જે વિન હતું તે પણ ઈશ્વરકૃપાએ ટળી ગયું છે. વળી સમ્રાટ અકબરની શારીરિક સ્થિતિ એવી છે કે હવે તે લાંબો કાળ જીવી શકશે નહિ, તેથી મને રાજગાદી મળવામાં વિશેષ વિલંબ થાય એમ પણ લાગતું નથી. આ વિચાર કરી અલાહાબાદમાં રહી નિશૈમ્પણે સુરા અને સુંદરીની અગ્નિજવાળામાં પિતાના તનમન-ધનની આહુતિઓ આપવા લાગે. હવે તે તેણે હદ ઉપરાંત દારૂ અને અફીણનું સેવન ચાલુ કર્યું. તેનું આવાસગ્રહ ગુલાબચંપે આદિ પુષ્પની સુગંધીવડે તથા સુંદરીઓની સુંદરતાવડે રાત-દિવસ આદિત રહેવા લાગ્યું. વિહવળા રમણીઓની મધ્યમાં તે પિતાનું ભાન ભૂલી ગયો ! હાથે કરીને પિતાના તન-મન-ધનની ખુવારી કરવા લાગે ! ધીમે ધીમે તે એવો તે ચીડીઓ અને ક્રોધી બની ગયો કે એકાદ નોકરના સહેજસાજ અપરાધ બદલ તેને જીવથી મારી નાખવા લાગ્યો ! સલીમના દુરાચારથી સર્વત્ર ત્રાસ વતી રહ્યો ! પ્રજાની ઉપરાઉપરિ અનેક ફરિયાદ સમ્રાટ અકબર પાસે આવવા લાગી. અકબરને આથી કેટલે સંતાપ થયો હશે, તેનું વર્ણન અમારાથી થઈ શકતું નથી. સમ્રાટે પોતે જાતે અલાહાબાદ જઈ પુત્રને શિખામણ આપી સન્માર્ગે વાળવાને સંકલ્પ કર્યો. જો કે આ સમયે તેનું શરીર બહુજ ખરાબ હતું, છતાં સલીમને સુધારવાની શુભેચ્છાથી જળમાર્ગે અલાહાબાદ ખાતે પ્રયાણ કર્યું. આગ્રાથી થોડે દૂર ગયા હશે એટલામાં સમ્રાટને એવા સમાચાર મળ્યા કે તેની સ્નેહમયી માતા મૃત્યુના બિછાને પડી છે અને વૈઘો તથા હકીમે વગેરેએ તેણીના જીવનની આશા મૂકી દીધી છે ! સમ્રાટ અકબરને આથી ભારે ખેદ થયા. ઉપરાઉપરિ ગંભીર આઘાત લાગવાથી સમ્રાટની તબિયત વિશેષ ખરાબ થઈ તે અર્ધ માગે ગયા પછી અતિ દુઃખિત અંતકરણે આગ્રા ખાતે પાછો ફર્યો. જ્યારે તે પોતાની કરુણામયી માતાની પાસે આવીને હાજર થયો ત્યારે તેણીની વાચા બંધ થઈ ગઈ હતી. ભારતવર્ષને ચક્રવતી સમ્રાટ આ દેખાવ જોઈ માતાના પડખે બેસી રુદન કરવા લાગે ! અત્યારે તેના સંતાપનું માપ થઈ શકે તેમ નહોતું. થોડીવારે તે માતાના શયનગૃહને ત્યજી પોતાના દિવાનખાનામાં આવ્યા. ત્યાં સ્વસ્થ ચિતે માતાની સહ ગતિ માટે કરુણનિધાન ઈશ્વરને પ્રાર્થના કરવા બેઠે. બીજી તરફ સમ્રાટની માતા રત્નપ્રસવિની દેવી સંસારને ત્યાગ કરી સ્વર્ગમાં જઈ વસી !
માવિયોગને લીધે સમ્રાટને અત્યંત ખેદ થયો. તેણે શેકસૂચક પિશાક ધારણ કર્યો. સર્વ પ્રકારનાં આભૂષણો અને ભેગવિલાસની વસ્તુઓને પરિત્યાગ કર્યો. હિંદુરિવાજ પ્રમાણે મસ્તકાદિનું મુંડન પણ કરાવ્યું. દરબારના સઘળા અમાત્યોએ તથા સભાસદેએ પણ કેશ ઉતરાવ્યા. રાજમાતાને મૃતદેહ ભારે ધામધૂમપૂર્વક દિલ્હી ખાતે લઈ જવામાં આવ્યો. સમ્રાટ પતે તે શબદેહ પિતાની
Shree Sudhiarntaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com