________________
ધર્મનીતિ
૧૭૮
કવિતાને આશય અમે આ સ્થળે ઉતારી લઈએ છીએ.
“હે પિતા! પરમેશ્વર ! દેવાલયમાં, મજીદોમાં અને પાદરીઓનાં દેવળોમાં સર્વત્ર માત્ર તારી એકનીજ શેધ થાય છે. જગતની સઘળી ભાષાઓ પણ માત્ર તારે એકલાનું જ યશોગાન ગાઈ રહી છે. હિંદુધર્મ અને મુસલમાનધર્મ પણ કેવળ તારી ખાતરજ આકુળ-વ્યાકુળ રહ્યા કરે છે. તું ખરેખર “પામેવાદ્ધિતૈય” છે, એ વાતને ઉક્ત ઉભય ધર્મો મુક્તકઠે સ્વીકાર કરી રહ્યા છે. મજીદમાં આવતા તારા ભકત અતિ ઉચ્ચકઠે માત્ર તારાજ પવિત્ર નામનું સ્મરણ કરે છે. પાદરીઓના દેવળમાં જતા સાધકે પણ મધુર મંગળ ઘંટ વગાડી કેવળ તારા ઉદાર પ્રેમનું જ સ્તોત્ર ગાય છે. હું મજીદમાં પણ ગયો છું અને ક્રિશ્ચિયન દેવળામાં પણ ગયો છું; પરંતુ સર્વત્ર તારાં એકનજ દર્શન અને તે થયાં છે. તારી એકલાનીજ શેધમાં હું સર્વ સ્થળે ભણું છું. તારું યથાર્થ સ્વરૂપ જે મનુષ્ય સમજી શકે છે તેની પાસે હિંદુ અને મુસલમાને એવા ભેદ રહેતા નથી. એ અભેદભાવવાળા મનુષ્ય, ગમે ત્યાંથી સત્યનું ગ્રહણ કરી શકે છે. અત્તર કહાડનારા વ્યવસાયીઓ જેવી રીતે ગુલાબ પુષ્પનું સત્વ સમજી જાય છે, તેવી રીતે તારા સ્વરૂપના જ્ઞાનવાળા મનુષ્યો તારું યથાર્થ રહસ્ય સમજી જાય છે. સમ્રાટ અકબરની આજ્ઞાને માન આપી, ભારતવર્ષના એકેશ્વરવાદીઓમાં સર્વદા સં૫, સુલેહ તથા ઐકય રહે એવી શુભ ભાવનાપૂર્વક, ખાસ કરીને કાશ્મીરના ઈશ્વર-ઉપાસકેને માટે આ પવિત્ર મંદિર બંધાવવામાં આવ્યું છે. જે કોઈ ધર્માવલંબી આ મંદિર તેડી નાખવાનો પ્રયત્ન કરશે તે તે પોતાનું જ ધર્મમંદિર તેડી નાખે છે, એમ ગણવામાં આવશે. જે જગતનાં સઘળા મનુષ્ય અંતઃકરણપૂર્વક પિતપોતાની વિવેકબુદ્ધિને અનુસરી ધર્મના માર્ગે ગતિ કરવાનું લક્ષમાં રાખે તે ધર્મસંબંધી કરાશે પિતાની મેળે જ શાંત થયા વગર રહે નહિ. બાહ્યવસ્તુ ઉપર લક્ષ રાખવાથીજ કિવા અંતર્ગત આશય નહિ સમજાયાથી જ કલેશે વગેરે ઉત્પન્ન થાય છે. અજ્ઞાનતા એજ સર્વ અનર્થોનું મૂળ છે. હે ન્યાયવાન પરમેશ્વર ! તમે માત્ર મનુષ્યની ભાવના અને ઉદ્દેશ જેને જ તેના પાપ-પુણ્યને નિર્ણય કરે છે. અમુક મનુષ્યને ઉદ્દેશ સારે છે કે નરસે છે તે તમે એકજ યથાર્થરૂપે સમજી શકે છે. સમ્રાટ અકબરના હૃદયમાં શુભાશયને પ્રેરનાર પણ આપજ છે.”
અબુલ ફઝલે રચેલું નીચેનું ઈશ્વર-સ્તોત્ર કેટલું બધું સુંદર છે! “હે પ્રભુ! હે પરમેશ્વર ! તમારું સ્વરૂપ, તમારું રહસ્ય ચિરકાળને માટે મનુષ્યથી સમજી શકાય તેમ નથી. વસ્તુત: તું સર્વ ગુણોના આધારરૂપ છે. તું જ સંપૂર્ણ છે તુંજ અનાદિ તેમજ અનંત છે. તારા આ વિશાળ વિશ્વરાજ્યનો પણ આરંભ તેમજ અંત નથી.
તારી માફક તારી સૃષ્ટિ પણ આદિ અને અંતરહિત છે. મનુષ્યપ્રાણીના નિર્મળ તે શબ્દો દ્વારા મહિમાને વર્ણવવા સર્વથા અસમર્થ છે. અમારી છવા તારા યશોગાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com