________________
૨૮૦
સમ્રાટ અકબર
સંપૂર્ણરીતે ગાઈ શકે તેમ નથી, અમારા સર્વ અગોપાંગે પણ શકિતહીન છે.અમારા પગમાં એવી શકિત નથી કે જેથી આ અનંત અંતરને ભેદી અમે તારી પાસે પહોંચવાને ભાગ્યશાળી થઈ શકીએ. અમારી બુદ્ધિ પણ તારા સ્વરૂપની ધારણા કરવામાં છેક અસમર્થ છે. કેવળ માત્ર યોગીઓજ સમાધિસમયે તારી કિંચિત ઝાંખી કરી શકે છે. ખરેખર, તારું વિચિત્ર માહાભ્ય વર્ણવવું એ અમારી શકિતથી બહાર છે.”
મહાન પરમેશ્વર ! આ હતભાગ્ય ભારત ઉપર હવે તે પ્રસન્ન થાઓ !
विंशतितमः अध्याय-समाजनीति
ભારતવર્ષમાં અત્યારે મહાર રાત્રિ પડી ચુકી છે. આકાશ વાદળાંઓથી છવાઈ ગયું છે. દિશાએ ગંભીર અંધકારથી પૂરાઈ ગઈ છે. મહાસમુદ્રમાં જેવાં મહાન અને ઉન્નત મોજા ઉછળે, તેવાં કુરીતિ અને કુરિવાજોનાં ભયંકર મેજાઓ આજે ચોતરફ ઉછળી રહ્યાં છે ! ભિન્ન ભિન્ન છે અને જાતિઓનાં વહાણો એકત્ર થવાના પ્રયત્ન કરવા છતાં તેમાં ફતેહમંદ થઈ શકતાં નથી. યુરોપ, અમેરિકા અને જાપાનમથિી જ્ઞાનને લઈ આવવામાં અને આત્મન્નિતિનું શિક્ષણ પ્રાપ્ત કરવામાં આ દેશના કુરિવાજે ક્ષણે ક્ષણે વિદ્ધ નાખી રહ્યા છે! ભારતવાસીઓના કલ્યાણના મહામાર્ગમાં સેંકડે દેશાચારે અને કુરિવાજે કાંટાએ વેરી રહ્યા છે. ભારતવાસીઓને નિર્બળ જનસમાજ પિતાની જ ઉન્નતિના માર્ગમાં પ્રતિકૂળતા દાખવી રહ્યો છે!
આ સઘળા સામાજિક નિયમ કયાંથી આવ્યા? કેણે તે ઉત્પન્ન કર્યા? તે નિયમન ઉદેશ શું હવે જોઈએ ? આને સંક્ષિપ્ત ઉત્તર માત્ર એટલે જ આપી શકાય કે મનુષ્યએજ તે સામાજિક નિયમ ઘડી કહાડયા છે, પ્રત્યેક કામે પોતાના હિતાર્થે જ તે ઉત્પન્ન કર્યા છે, મનુષ્યસમાજની ઉન્નતિ કરવી અને તેમનું સર્વદા રક્ષણ કરવું એજ એ સામાજિક નિયમોને ઉદ્દેશ હતો અને છે. ભારતવર્ષના વર્તમાન અસંખ્ય સામાજિક નિયમે, અગણિત રીતિ-નીતિઓ ભારતવર્ષને માટે અત્યારે મંગળકર છે કે નહિ, એ એક મહા પ્રશ્ન થઈ પડે છે.
જે દેશમાં અનેક કેમે રહેતી હોય, પ્રત્યેક કેમની રીતિ-નીતિ તથા સામાજિક વિધિ પણ ભિન્ન ભિન્ન પ્રકારની રહ્યા કરતી હોય અને જે દેશની પ્રત્યેક કામ પિતાની રીત-રિવાજને અથવા સામાજિક નિયમને અતિ ઉત્કૃષ્ટ માની અન્ય કેમના આચાર-વ્યવહારની નિંદા કરતી હેય, પિતપિતાના ભિન્નત્વનું રક્ષણ કરવામાં જ સર્વ જાતિઓ પિતાપિતાનું મહત્ત્વ સમજતી હોય, એટલું જ નહિ પણ ભિન્ન ભિન્ન રીત-રીવાજોની એકવાયતા સિદ્ધ કરવાની અને
Shree Sudharmaswami Syanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com