________________
ર૭૮
સમ્રાટ અકબર
પ્રાયને પ્રમાણિક ઠરાવવા તથા અન્ય મતના દે સિદ્ધ કરવા એવી પ્રબળ યુક્તિઓ રજુ કરતા, એવી પ્રબળ પ્રમાણે હાજર કરતા અને એવી તે દઢતાથી તથા બુદ્ધિમત્તાથી ચર્ચા કરતા કે તેમનું કહેવું ખરેખર સત્યજ હશે, એમ કાઈને પણ લાગ્યા વગર રહે નહિ, ગમે તેવા શ્રદ્ધાળુ મનુષ્યને પણ તેઓ અન્ય ધર્મસંબંધે શંકાશીલ બનાવાને સંપૂર્ણ સમર્થ હતા. આનું પરિણામ એ આવ્યું કે ઉકત વિદ્વાનોના વિચારો ભૂલભર્યા છે તથા આડે માર્ગે દોરનારા છે, એમ સમ્રાટને કહેવા જેટલું કેઈથી સાહસ થઈ શકતું નહિ. પર્વતના ચૂરેચૂરા થઈ જાય, આકાશમાં સેંકડો ચીરાઓ પડી જાય અને જમીન આસમાન એક થઈ જાય, તે પણ સમ્રાટના મનમાં સંદેહને પ્રવેશ જ થઈ શકતે નહેતો. ઉપર કહ્યાં તે સઘળાં કારણોને લીધે સમ્રાટને ઇસ્લામ ધર્મસંબંધી અનેક વિષયેામાં બહુજ અશ્રદ્ધા થઈ ગઈ હતી. જે કોઈ મનુષ્ય દરબારમાં પોતાના સુપવિત્ર, મહિમાયુકત તથા અનાયાસે પાળી શકાય એવા ધર્મની નિંદા કરતો તે તેને યોગ્ય શિક્ષા કરવાને બદલે સમ્રાટ ઉલટું ઉત્તેજન આપતા.” હિંદુ વિદ્વાનની અપૂર્વ શક્તિની યથાર્થ પ્રશંસા કર્યા પછી ભારે બળાપ કરતાં બાદાની લખે છે કે:-“તે સર્વ કાફરો પિતાના અસંખ્ય ધર્મગ્રંથોનો અપવિત્ર તથા તિરસ્કારપાત્ર વાતે સમ્રાટને સંભળાવતા. આનું પરિણામ એ આવ્યું કે સમ્રાટને એક દિવસ પણ એ ખાલી ન જો કે જે દિવસે વિષવૃક્ષ નવું વિષફળ ઉત્પન્ન કર્યા વગર રહ્યું હોય.”
બાદાઉની જેને વિષવૃક્ષની ઉપમા આપે છે તેજ વૃક્ષને બાદાઉનીના સમયને જ મહાત્મા અબુલફઝલ સુંદર અમૃતવૃક્ષની ઉપમા આપે છે અને એ વૃક્ષના ફળોની તુલના અમૃતફળની સાથે કરે છે. અબુલફઝલની દૃષ્ટિમાં અને બાદાઉનીની દૃષ્ટિમાં કેટલે ભેદ છે, તે નાચેના વાકયની સાથે બાદાઉનીના વાક્ય ની તુલના કરવાથી સ્પષ્ટ જણાઈ આવશે. અબુલાઝલ સમ્રાટ અકબરની ધર્મશોધક બુદ્ધિના સંબંધમાં આ પ્રમાણે લખે છે –“સઘળા પ્રકારના ધર્માવલંબીઓ સમ્રાટની પાસે હાજર થતા. સઘળા ધર્મોના સત્યશિની સમ્રાટ પાસે પ્રશંસા તથા અનુમોદના થતી. સત્ય વાતને વિનાસંકોચે સ્વીકાર પણ થતા. કોઈ એક ધર્મમાં કદાચ નિકૃષ્ટ અંશ હોય તે તે એક અંશને લીધે અન્ય શ્રેષ્ઠ અંશને પણ દૂષિત તથા અસ્વીકારને પાત્ર માની લેવામાં આવતાજ નહતા. નીચ મનવાળા મનુષ્ય સમ્રાટની આવી ગુણાનુરાગવૃત્તિ જોઈ તથા તેની આવી નિઃસ્વાર્થતા અને હિતજનક ભાવનાઓ જેઈ, મનમાં ને મનમાં બળી મરતા હતા. ”
સમ્રાટે કાશ્મીર ખાતે સઘળા ધર્માનુયાયીઓ માટે એક સાધારણ ધર્મમંદિર બંધાવ્યું હતું. અબુલફઝલે એક લાંબી કવિતા રચી તે કવિતા એ મંદિરની દિવાલ ઉપર કોતરાવી હતી. ઉક્ત કવિતાના વાચનથી તેમના બન્નેના ( સમ્રાટ અને અબુલફઝલના ) ધર્મ તેના સંબંધમાં વિશેષ પ્રકાશ પાડશે, એમ ધારી એ
www.umaragyanbhandar.com
Shree Sudharnaswami Gyánbhandar-Omara, Surat