________________
ધર્મનીતિ
૧૭૫
હર પડદાઓ તંબુના દ્વાર પાસે ઝુલતા અને તંબુની સ્વાભાવિક શોભામાં અનેક ગણે વધારે કરતા હતા. સદ્દગૃહસ્થો તથા નાગરિકોની મોટી સંખ્યા પણ પિતપિતાના અતિ ઉત્કૃષ્ટ તંબુઓ ઉક્ત સ્થાનમાં ખડા કરતી. સમ્રાટ તેમને પિતાના તરફથી મનહર પોષાક, કિંમતી રત્ન, ઉત્કૃષ્ટ હાથીઓ તથા અ વગેરેની ભેટ આપતે. ઉત્સવ–આમદના દિવસોમાં સમ્રાટ અકબર સુંદર પિષાક પહેરી સિંહાસન ઉપર બિરાજતે અને તેની આસપાસ તેના મિત્રો, અમા, અમીરે, ઉમરા વગેરે માનનીય ગૃહસ્થો ઉત્તમોત્તમ પિષકામાં સુસજીત થઈ, મણિમુક્તાના હાર પહેરી તથા વિવિધ અલંકારોથી દેહને શણગારી માનપૂર્વક ઉભા રહેતા. આકાશમાંનાં નક્ષત્ર રાત્રિના સમયે જેવી રીતે પ્રકાશિત રહ્યા કરે છે તેવી રીતે અમીર-ઉમરાવના અંગ ઉપર રહેલા અલંકારો પણ પ્રકાશી રહેતા હતા. જયારે તેઓ સઘળા રાજસભામાંથી બહાર નીકળતા ત્યારે તેઓ શણગારેલા હસ્તીઓ ઉપર બેસી, વ્યવસ્થિત ક્રમ પ્રમાણે ધીમે ધીમે આગળ ચાલતા. ઉત્સવસંબંધી સ્વારીમાં સર્વથી પ્રથમ એક હાથી ચાલતો. તેને વિશાળ દેહ જરિયાની વચ્ચે તથા કિંમતી જવાહીરોથી ઢાંકી દેવામાં આવતે, એમ કહીએ તે ખોટું નથી. ત્યારબાદ સુશોભિત અવે તથા સિંહ-વાઘ–ચિત્તા વગેરે જંગલી પશુઓની સ્વારી ધીમે ધીમે યથાક્રમે આગળ ચાલતી. સ્વારીના અંતે ઘોડેસ્વાર મહા તેફાની અશ્વો ઉપર સ્વારી કરી નિયમિતભાવે આગળ ચાલતા.
સમ્રાટ પ્રત્યેક વર્ષે હિંદુઓની માફક તુલાવ્રતનું પણ અનુષ્ઠાન કરે; અર્થાત પિતાના વજનથી બાર ગણુ વજનનું સેનું, રૂપું, તાંબું, લેટું, પારદ, રેશમ, સુગંધી દ્રવ્ય, દૂધ, ઘી, લવણ તથા ચોખા વગેરે વસ્તુઓનું બ્રાહ્મણોને કિંવા ગરીબ મનુષ્યોને દાન કરત. ઉપર ગણાવી તે વસ્તુઓ ઉપરાંત બીજી
અનેક કિંમતી વસ્તુઓનો પણ સમાવેશ તુલા (ત્રાજવા) માં કરવામાં આવતે. રાજકુમારને તળીને તેમના વજન જેટલું સોનું-રૂપું પણ દરવર્ષે તે દાનમાં વાપરતે. આવા ઉત્સવ સમયે રાજ્યના પ્રધાન કવિઓ સુંદર કવિતાઓ રચી મોકલતા અને તે કવિતાઓ સમ્રાટને અર્પણ કરતા. સમ્રાટ તેમને તેમની યોગ્યતા પ્રમાણે ઇનામ આપી સંતુષ્ટ કરતા. તે ઉપરાંત સઘળા સંપ્રદાયના ગુણી પુરુષોને સમ્રાટ પિતાની પાસે બોલાવી યોગ્ય ઉપહાર તથા પદવી અર્પણ કરતા. સમ્રાટ અકબરની માફક અન્ય કઈ પણ નૃપતિએ સર્વ પ્રકારના ગુણોને એટલું બધું ઉત્તેજન આપ્યું નથી. ઉત્સવ–આમદના દિવસમાં અનેક કેદીઓને પણ કેદખાનામાંથી મુક્ત કરવામાં આવતા.
સમ્રાટ અકબર એક યથાર્થ ઋષિ-મુનિ છે, તેના ઉપર ઈશ્વરની પૂરેપૂરી મહેરબાની છે તથા તે એક દૈવીશકિતવાળા મનુષ્ય છે, એમ હિંદુઓ તથા મુસલમાન
પણ માનવા લાગ્યા હતા. સમ્રાટ એક સિદ્ધ પુરુષ કિંવા પરમ ધાર્મિક મહાપુરુષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com