________________
૨૭૪
સમ્રાટ અકબર
વાને આનંદપૂર્વક તૈયાર થાત, અથવા મારા શરીરને અમુક અંશ કાપીને મનુબેને આહારાર્થે આપી શકતા હતા અને એ અંશ મને પુનઃ મળતે હેત તેપણ હું મારાં અંગોપાંગને કાપી આપવામાં સંકોચ કરત નહિ. મારા એકના શરીરમાંથી જ અનેકેને સદાને માટે તૃપ્તિ થતી હતી તે કેવું સારું થાત ?” સમ્રાટ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના દિવસે તથા બીજા તહેવારોના દિવસે કોઈ પણ પ્રકારને માંસાહાર કરતા નહે. રવિવારે તથા તહેવારને દિવસે પશુની હત્યા નહિ કરવાના ખાસ હુકમો પણ બહાર પાડવામાં આવ્યા હતા.
કોઈ કોઈ વાર સમ્રાટ ઉપવાસ પણ કરતા. તે કહેતો કે “વચમાં એકાદ દિવસ ઉપવાસ કરી નાખવો એ બહુ ઇચ્છવાયેગ્ય છે, તેથી ઈદ્રિયો ઉપર અંકુશ રહે છે અને આત્માની સ્થિતિ પણ ઉન્નત પ્રકારની બનતી જાય છે.” બાદાઉનીએ લખ્યું છે કે “ લાંબું આયુષ્ય ભોગવવાની ઇચ્છાથી, શ્રાદ્ધ લામાઓની સલાહને માન આપી સમ્રાટ સ્ત્રી-સહવાસ બહુજ અલ્પ પ્રમાણમાં રાખતા હતા. તે અંતઃપુરમાં વિશેષ સમય પડયા રહેવાનું પસંદજ કરતા નહે.”
સમ્રાટ ગંગાજળ સિવાય બીજું પાણી પીતે નહતા. તેના રસોડામાં પણ ગંગાજળને જ મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવતું. ગંગા નદી જો કે દિલ્હી અને આગ્રાથી બહુ દૂર આવેલી હતી, તે પણ ત્યાંથી ગંગાનું પાણી મંગાવવામાં આવતું અને કાળજીપૂર્વક તેને ઉપયોગ કરવામાં આવતું. મેટા મેટા અમલદારે ગંગાજળના ઘડાઓ ભરી, તે ઉપર રાજ્યને સીલ મારી સમ્રાટ અકબર તરફ રવાના કરતા. સમ્રાટ જ્યારે પંજાબ જેવા દૂર દેશમાં રહેતો ત્યારે પણ નેકરે તેને માટે ગંગાજળ નિયમિતપણે મોકલી દેતા હતા. ગંગાજળ અધવચમાં ખૂટી જાય એ સંભવ જણાય તે બીજું પાણી તેમાં નાખવામાં આવતું અને એ પાણી ગંગાજળ જેટલું જ પવિત્ર લેખાતું. અબુલફઝલ લખે છે કે:-“ ગંગાજળ મધુર, હલકું તથા આરોગ્ય આપનારું છે. ઘડામાં તેને બરાબર સાચવી રાખવામાં આવે છે તે કેટલાંક વર્ષો પર્યત બગડ્યા વગર પડ્યું રહે છે.”
સમ્રાટના આવાસ-સ્થળમાં જ ધૂપ વગેરે સુગંધી દ્રવ્યો સેના-રૂપાન પાત્રમાં સળગ્યા કરતાં હતાં.
વચમાં વચમાં સમ્રાટ મહાન ઉત્સવ કરાવતે, તે ઉસે ઘણા લાંબા સમય પર્યત ચાલતા. તે વેળા મે મેળો પણ ભરાતે. જે વિચિત્ર વિવિધ વસ્તુઓ મેળામાં ગોઠવી દેવામાં આવતી તે પ્રેક્ષકોનું ધ્યાન ખેંચતી. જનસમાજનો મેટ ભાગ એ મેળામાં ભાગ લેતે. સમ્રાટ અકબર મેળાવાળા સ્થાનની મધ્યમાં એક કિંમતી–મનહર તંબુ નખાવી ત્યાં પડાવ કરતે. તંબુમાં રેશમના અને જરિયાન
ના બહુ ભારે ગાલીયાઓ બિછાવવામાં આવતા. મણિમુક્તાવાળા જરિયાનના મનેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com