________________
ધર્મનીત્તિ
૨૫૯ વેગવાળી નદી જેમ કેઈએ આગળથી તૈયાર કરી રાખેલા માર્ગે વહેવાને બદલે પિતે પિતાની મેળેજ પિતાને માર્ગ તૈયાર કરી લે છે, તેમ મહાજને પણ પિતાની પ્રતિભાના બળથી પિતાનો માર્ગ કરી લે છે. સમ્રાટ અકબરે પણ તેજ પ્રમાણે કરવાના હેતુથી જ્ઞાન અને યુકિતની આરાધના કરવા માંડી હતી.
સમ્રાટે સઘળી ભાષાઓના તથા સઘળા ધર્મના ગ્રંથમાંથી જ્ઞાનરસનું પાન કરવા માંડયું હતું. તે કહે કે –“જે માર મત વિશુદ્ધ હોય તો પછી પ્રતિકૂળ યુકિતઓને મારે શા માટે ભય રાખશે અને જે મારે મત વિશુદ્ધ ન હોય તે પછી વિરુદ્ધ પક્ષની યુક્તિઓ સાંભળી મારે મારે મત શામાટે ન સુધારવો ?” એટલા માટે તેણે સંસ્કૃત, હિંદી, કાશ્મીરી, પશીઅન, આરબી તથા ગ્રીક આદિ ભાષાના અમૂલ્ય સાહિત્યભંડારમાંથી ઉત્તમોત્તમ ગ્રંથરત્નને સંગ્રહ કરવાને પ્રારંભ કર્યો હતે. વિવિધ ભાષાના પ્રથેનાં ભાષાંતરે તૈયાર કરાવવા માટે તેણે વિદ્વાન પુરુષોની એક સભા નિમી હતી. આ ભાષાંતર–વિભાગના વિદ્વાનો નિરંતર વિવિધ ગ્રંથના અનુવાદો કરવામાંજ તન્મય રહ્યા કરતા. પ્રસંગોપાત સમ્રાટ પોતે એ ભાપાંતરોની પરીક્ષા કરે અને જ્યાં ભૂલ જેવું હોય કે કઠિન ભાગ હેય ત્યાં યથામતિ સૂચના આપી સહાય પણ કરો. ગ્રીક ભાષાનાં પુસ્તકનું ભાષાંતર કરાવવા સાર સમ્રાટે ગોવા નગરીમથી ગ્રીક ભાષાના એક વિદ્વાનને પિતાની રાજસભામાં બેલાવ્યો હતો. પિોર્ટુગીઝ વિદ્વાન પાસે રાજ્યના અમુક નોકર ગ્રીક ભાષાનું શિક્ષણ મેળવે, એવી ખાસ આજ્ઞા સમ્રાટે ફરમાવી હતી. સંસ્કૃત કવિવર ફેંઝીએ મહાભારતને પશીઅન ભાષામાં અનુવાદ કરવાનું કામ માથે લીધું હતું. અબુલફઝલ પણ તેમાં તેને યથાયોગ્ય સહાય આપતા. સમ્રાટ અકબર મહાભારતનું ભાષાંતર વાંચીને બહુજ આનંદિત થયો હતો અને તે ગ્રંથની ભારે પ્રશંસા કરી મુસલમાન અમીર-ઉમરાવોને ઉકત ગ્રંથને (મહાભારતને) એક એક ભાગ વાંચવાની ભલામણ કરી હતી. હિંદુઓને દ્વેષી અનુદાર બાદાઉની તે સંબંધે લખે છે કે“આ ગ્રંથમાં એટલી બધી અનાવશ્યક અને અસંગત વાત છે કે તેના વાચનથી આવી અઢાર પૃથ્વીઓ છેક ઘેલી બની ગયા વગર રહે નહિ. જેઓ તેવા ગ્રંથનું અનુવાદરૂપ અપકર્મ કરવાથી દૂર રહ્યા છે, તેમના ઉપર ઈશ્વર પ્રસન્ન રહેશે.” કવિવર ફેઝીએ નળ-દમયંતીની કથાને આધાર લઈ પશીઅન ભાષામાં એક મનહર કાવ્ય રચ્યું હતું અને તે સમ્રાટને સમર્પણ કર્યું હતું. તે સિવાય સમ્રાટની આનાથી સમ્રાટના પિતાના ખર્ચે કેટલાંક મુખ્ય ઉપનિષદો, કથાસરિતસાગર, રામાયણ, હરિવંશ, અથર્વવેદ, બત્રિશ સિંહાસન, બીજગણિત, લીલાવતી, કાશ્મીરનો ઇતિહાસ તથા રાજતરંગિણી આદિ અનેકાનેક સંસ્કૃત ગ્રંથોનાં ભાષાંતરો પશીઅન ભાષામાં થયાં હતાં. સમ્રાટે છેલ્લાં સહસ્ત્ર વર્ષોને ઇતિહાસ તૈયાર કરાવવા અનેક વચક્ષણ વિદ્વાનોને નિયુક્ત કર્યા હતા. આવી રીતની તેની જ્ઞાનભકિતવિશે અમે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat