________________
સમ્રાટ અકબર
જેટલે વિસ્તાર કરીએ તેટલે જ હેય, એમ અમને લાગે છે. બાદાઉની લખે છે કે ““એક રાત્રિએ સમ્રાટ પોતાના શયનમંદિરમાં સૂતા હતા. ત્યાં કેઇને જવાની આજ્ઞા નહતી. અકસ્માત સમ્રાટે મને સાદ કર્યો. હું ત્યાં હાજર થયો. સમ્રાટે મને પોતાની શય્યા પાસે બેસવાનું કહ્યું. હું બરાબર સ્વસ્થચિત્તે બેઠો એટલે સમ્રાટે પૂછયું કે કેમ? રાજતરંગિણીનું ભાષાંતર પૂરું થયું કે નહિ ?” મેં અતિવિનયપૂર્વક ઉત્તર આપ્યો કે “હાજી, પૂરું થઈ ગયું છે. ત્યાર બાદ સમ્રાટે તે મહાન પુસ્તકના પ્રત્યેક અધ્યાયને સારાંશ સાંભળવાની ઈચ્છા દર્શાવી, તેથી હું ધીમે ધીમે તેને સાર બોલવા લાગ્ય, આવી રીતે આખી રાત્રિ પસાર થઈ ગઈ. સમ્રાટે ભાષાંતરથી સંતુષ્ટ થઈ મને દશ હજાર રૂપિયા તથા એક અશ્વ પુરસ્કારરૂપે અર્પણ કર્યો.” બાદાઉનીએ રામાયણનું પણ ભાષાંતર કર્યું હતું અને તે બદલ તેને ૧૫૦ સેનામહેર તથા દશ હજાર રૂપિયા મળ્યા હતા. આ ઉપરથી સમ્રાટના અનુવાદવિભાગમાં કેટલું ખર્ચ થતું હશે, તેનું અમારા પાઠકે અનુમાન કરી શકશે તેમજ સમસ્ત દિવસના સખ્ત પરિશ્રમ પછી પણ સમ્રાટ અકબર રાત્રિના સમયે જ્ઞાનપ્રાપ્તિ અર્થે કેટલો રસ લેતે, તે પણ જણાઈ આવશે. મોટા મોટા હલાઓમાં તથા યુદ્ધોમાં પણ રાત્રિના સમયે સમ્રાટ અકબર જ્ઞાનસંગ્રહ કરવામાં આળસ કરતે નહિ, એ વાત પૂર્વે કહેવાઈ ગઈ છે. સમ્રાટે પિતાને માટે એક ખાસ પુસ્તકાલય તૈયાર કરાવ્યું હતું. તેમાં ઉપર કહી તે સધળી ભાષાના અનેક વિષયના ગ્રંથ સુવ્યવસ્થિતપણે ગોઠવી દેવામાં આવ્યા હતા. એક ભાષાનાં પુસ્તકે
એકજ કબાટમાં રહે, એવી વ્યવસ્થા રાખી હતી. પુસ્તકના વિષયવાર વિભાગો પાડવામાં આવ્યા હતા, તેથી જે જે વિષયનાં પુસ્તકે જોઈતાં હોય તે તે તરત મળી આવતાં હતાં. સમ્રાટને ભારતવર્ષમાં જે કોઈપણ સ્થળે પુસ્તકાલય કે છૂક પુસ્તકો પ્રાપ્ત થતાં તે તે સઘળા પુસ્તકે અતિ આદરપૂર્વક પોતાના પુસ્તકાલયમાં લઈ આવતે અને વિષયવાર ગોઠવી દેતે. અમે આગળ કહી જ ગયા છીએ કે અકબરને લખતાં-વાંચતાં આવડતું નહોતું, તેથી રાત્રીના સમયે ઘણું કરીને નિયમિતપણે સમ્રાટની પાસે ગ્રંથનું વાચન થતું. ગ્રંથ વાંચતા વાંચતાં જ્યાં અપૂર્ણ રહી જતો ત્યાં સમ્રાટ પોતે પિતાના હાથથી ચિહ કરતે અને બીજે દિવસે ત્યાંથી આગળ વાચન ચલાવવાની આજ્ઞા કરતે. આવી રીતે એક ગ્રંથનું વાચન પૂરું થયા પછીજ અન્ય ગ્રંથ હાથમાં લેવામાં આવતું. એમ કહેવાય છે કે ભારતવર્ષમાં એ ભાગ્યે જ કોઈ સુપ્રસિદ્ધ ગ્રંથ હશે કે જે સમ્રાટ અકબર પાસે વાંચવામાં નહિ આવ્યો છે અને એ ઇતિહાસ પણ નહિ હોય કે જેણે સમ્રાટને અમુક સદુપદેશ આપી યોગ્ય પ્રસંગે સાવચેત નહિ કર્યો હોય. સમ્રાટ જ્યારે વાંચનાલયમાં
બેસો ત્યારે તેની પાસે એક સેનાને થાળ અને તેમાં સુવર્ણ મુદ્રાઓ મૂકવામાં ત આવતી. વાચનનું કામ સમાપ્ત થયા પછી સમ્રાટ પોતે વાંચનારને પોતાના હાથથી
Shree Sudharmaswanit Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com