________________
૨૫૮
સમ્રાટ અમરે
સ
ભારતના વર્તમાન શિક્ષિત સમાજ પણ તેને માટે વિલાપ કરે છે; પરંતુ અમ્બરના વિલાપમાં અને વર્તીમાન સુશિક્ષિત સમાજના વિલાપમાં મહત્ત્વના ભેદ માત્ર એટલેજ છે કે અકાર આપણા અત્યારના સમાજ જેવા નિષ્ક્રિય નહાતા. માત્ર વિલાપ માં ૩ વાકયમાંજ તે અટકી રહે તેવે નહાતા. ભારતમાતાનાં દુઃખા જોઇને તેનુ હૃદય વલાવાતુ હતુ. તે દુ:ખો દૂર કરવાને માટે બની શકે તેટલા ઉપાયા લીધા વગર તે શાંત થતા નહાતા. સમ્રાટ કહેતા કેઃ- ધર્માં ગમે તેટલા હાય અને ગમે તેટલી ભિન્નતાવાળા હાય તાપણુ જે તેમને સત્યના સુદૃઢ મૂળ ઉપર પ્રતિષ્ઠિત કરવામાં આવે, તે તેમની વચ્ચે એકવાકયતા ક્રવા યથાયાગ્ય સમિલન થયા વગર રહેજ નહિ.” સમ્રાટ પોતે જાતીય જીવનના મહત્તા તથા ઉપયેાગિતા સમજી શકયા હતા. તે એમ પણ જાણતા હતા કે જાતીય જીવન તૈયાર કરવામાં ધર્મ જેવું અન્ય એક પણ ઉપયાગી સાધન નથી. એટલા માટે તેણે રાજનીતિને આગળ કરી, શક્તિના સ ંચય કરવાની ભાવનાપૂર્ણાંક હિંદુ તથા મુસલમાનાને એક ધ દ્વારા સંમિલિત કરવાના ભગીરથ પ્રયત્ન કર્યાં હતા. ભારતીય પ્રજાને એક મહાખળશાળી તથા પરાક્રમી રાજનૈતિક જાતિરૂપે તૈયાર કરવાને તેણે નિશ્ચય કર્યો હતા. અમે અકબરના જીવનચરિત્રવિષે જેમ જેમ વિચારો કરીએ છીએ, તેમ તેમ અમને એવા દૃઢ વિશ્વાસ થતા જાય છે કે ભારતવર્ષના રાજનૈતિક આકાશમાં અકબરના જેવું અતિ ઉજવલ નક્ષત્ર અન્ય કાઇ હજીસુધી પ્રકાશ્યું નથી.
ભારતવષઁના અનેક ધર્મો તથા જાતિને સંમિલિત કરવાના પ્રયાસેા પૂર્વે કેટલા મહાત્માએ કર્યા હતા, તેનું એકવાર મનન કરી જુઓ. તે મહાત્માઓના અંતઃકરણુમાં આવી વિભિન્નતાને લીધે કેટલુ` દુઃખ થયું હશે, તેના પણ વિચાર કરી જુએ. ૪૦ સ॰ પૂર્વે છઠ્ઠા સૈકામાં યુદ્ધદેવે ભિન્ન ભિન્ન હિંદુ જાતિઓને એકત્ર કરવાની પવિત્ર ઇચ્છાથી બૌદ્ધધ ના ફેલાવા કર્યાં હતા. ત્યાર બાદ તેમા કિંવા ઐાદમા સૈકામાં મહાત્મા રામાનંદે વિભિન્ન હિંદુજાતિને એકાતિરૂપે તૈયાર કરવાની શુભેચ્છાથી એક સ્વતંત્ર ધર્મ પ્રવર્તાવ્યા હતા. ઇ॰ સ૦ ના પંદરમા સૈકામાં કબીરે તથા નાનકે હિંદુમુસલમાનને સંમિલિત કરવા નવનવા ધર્મમતાના પ્રચાર કર્યા હતા. ૪ સ૦ના સાળમા સૈકામાં મહાપ્રભુ ગારાંગ સમસ્ત જાતિને સમિલિત કરી પ્રેમ તથા ભકિતપ્રધાન ધર્મના ભારતવર્ષમાં પ્રચાર કર્યા હતા. ભારતના બીજા એક નરરત્ને–ગુરુ ગાવિંદસિંહૈ હિંદુ તથા મુસલમાન પ્રજામાં મૈત્રીભાવ સ્થાપી શીખ જાતિ નામની જે એક મહા બળવાળી તથા સાહસી જાતિ તૈયાર કરી હતી, તેનું વીરત્વ તથા સાહસ જગતમાં આજે પણ અદ્વિતીય ગણાય છે. રાજા રામમેાહનરાયના પ્રયત્ના પણ સતે વિતિજ છે.
ઉપર કહી તેવીજ ઉચ્ચ આશા સમ્રાટ અકબરના અંતઃકરણમાં પણ હતી.
www.umarāgyanbñandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat