________________
ધર્મનીતિ
૨૫૭
તેમ નહિ કરતાં હજારો અને લાખ વર્ષપર્યત મૌનભાવે બેસી રહી, જગતમાં જે લાખ અને કરડે મનુષ્ય જન્મ–જરા- મૃત્યુના માર્ગે સતત ગતિ કરી રહ્યાં હતાં, તેમના પ્રત્યે ઉદાસીનતા દર્શાવી ઇશ્વર કેવળ આધુનિક સમયે જ ધર્મનું પ્રેરણ કરવાને તૈયાર થયો તેનું શું કારણ? વળી આ બહુભાષા તથા બહુજાતિમય સુવિશાળ પૃથ્વીના માત્ર એક સુદ અંશમાંજ શું તે ધર્મને પ્રચાર કરવાને ઈશ્વરને હેતુ હશે? મનુષ્યજાતિની સભ્યતા તથા ધર્મને ઇતિહાસ વાંચવાથી તથા વિચારવાથી એવી પ્રતીતિ થાય છે કે જેવી રીતે ધર્મભાવનગરની સ્વાભાવિક અવસ્થામાંથી મનુષ્યો ધીમે ધીમે સુધરેલી અવસ્થામાં આવે છે અથવા જેવી રીતે અજ્ઞાનતાની વનભૂમિમાંથી મનુષ્ય જ્ઞાનના રાજ્યમાં પ્રવેશે છે, તેવી જ રીતે ધર્મની પણ મનુષ્યો દ્વારાજ ઉત્પત્તિ થઈ છે. મનુષ્યની યુક્તિઓ જેમ જેમ વિશુદ્ધ બનતી ગઈ, તેમ તેમ તેમની ધર્મભાવના પણ વિશુદ્ધ બનવા લાગી. અકબરે પિતાની અસાધારણ પ્રતિભાના બળથી ઉક્ત સત્ય શોધી કહાડયું હતું. તે કહે કે –“કેવળ જ્ઞાન અને યુક્તિદ્વારાજ ધર્મની ઉત્પત્તિ થઈ છે. મનુષ્યોએજ ધર્મ ઉત્પન્ન કર્યો છે.” અકબરે વિચાર કર્યો કે –“ભારતવર્ષમાંના અસંખ્ય પંથે એજ રીતે ઉત્પન્ન થઈને આજે ભારતવાસીઓમાં પરસ્પરમાં ઈર્ષ્યા-કલેશ-કંકાસ કરાવી રહ્યા છે અને સમસ્ત ભારતવર્ષને સંમિલિત કરવામાં અંતરાયરૂપ થઈ પડ્યા છે. એ પ્રત્યેક ધર્મનિમિત્તે ઉદ્દભવેલા પર્વત સરખા અંતરા દૂર કરવા માટે પ્રત્યેક વિચારશીલ ભારતસંતાને બની શકે તેટલે સમયને તથા શક્તિને ભોગ આપવો જોઈએ. જ્યાં સુધી એવા પ્રબળ પ્રયત્નો કરવામાં નહિ આવે, ત્યાં સુધી ભારતની ભિન્ન ભિન્ન પેટા જાતિએ સંમિલિત થઇ શકશે નહિ અને જ્યાં સુધી એવું સમેલન નહિ થાય, ત્યાં સુધી ભારતવર્ષીય જાતિ જગતમાં એક પ્રબળ પ્રજા તરીકે પોતાનું માથું ઉંચું કરી શકશે નહિ અને પિતાના સ્વાભાવિક ગૌરવવડે દિશાઓનાં મુખ ઉજજવલ કરી શકશે નહિ. મારા જીવનને માત્ર એક જ ઉદ્દેશ છે અને તે એજ કે ભારતવર્ષને અવિભકત-અખંડ પ્રજાકીય પ્રદેશ બનાવો અને જનસમાજનું શ્રેય સાધવું. મને બીજું કાંઈજ જોઈતું નથી. આ હતભાગ્ય ભારતની મહા ઉન્નતિ હું પ્રત્યક્ષ જોઈ શકું, એ જ એકમાત્ર મારી વછના છે. તે વાંછના ફલીભૂત કરવા, ભૂતકાળમાં જે જ્ઞાન અને જે યુક્તિના પ્રતાપે ધર્મની ઉત્પત્તિ થઈ હતી, તેજ જ્ઞાન અને તેજ યુક્તિને આધાર લઈ, ભારતની વર્તમાન શોચનાય સ્થિતિ સુધારવાને કિંવા ભિન્ન ભિન્ન જાતિઓને સંમિલિત કરવાને અને વિવિધ ધર્મોની એકવાયતા સાધવાનો પ્રયત્ન કરે છે તેમાં શું અગ્ય છે? અખંડ ભારતવર્ષના મંગલાથે એકજ ધર્મને પ્રચાર કરે તે કેમ?” ખરેખર ! સમ્રાટ અકબર એક વિચારશીલ તથા સ્વદેશહિતૈષી પુરુષ હતું. તે ધણીવાર કહે કે-“જયાં સુધી
ભારતમાં અનેક જાતિઓ તથા ધર્મો રહેશે ત્યાં સુધી મારું મન શાંત નહિ થાય.” Shree Suttamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com